ફિલ્મ માટે બનાવાઇ 54 ફૂટની હનુમાનની મૂર્તિ, મેગાસ્ટાર ચિરંજીવીના એક્શન સીન્સમાં જોવા મળશે!
તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ આ વર્ષે પ્રાચીન ભારતના સુપરહીરો ગણાતા ‘હનુમાન’ની ફિલ્મથી ભગવાન હનુમાનના ભક્તોને મોટી ભેટ આપી હતી. ભગવાન શ્રી રામના પ્રખર ભક્ત મહાબલી હનુમાનની શક્તિઓ પર આધારિત આ સુપરહીરો ફિલ્મે જે રીતે તે પ્રાચીન શક્તિઓના આધુનિક અવતારને પડદા પર લાવી તે શાનદાર રીતે સિનેમા ચાહકોના દિલ જીતી લીધા હતા. હવે ફરી એકવાર તેલુગુ ઈન્ડસ્ટ્રીએ હનુમાન ભક્તિને નવા સ્તરે લઈ જવાનું કામ કર્યું છે.
આ પણ વાંચો: અગર મારી અને Hema Maliniની ફિલ્મ બની તો….. મથુરામાં વોટ માગતા આ શું બોલ્યા Jayant Chaudhary…..
તેલુગુ મેગાસ્ટાર ચિરંજીવીની નવી ફિલ્મ ટૂંક સમયમાં આવી રહી છે. ‘વિશ્વંભરા’ નામથી બની રહેલી આ ફિલ્મ પૌરાણિક કથા પર આધારિત કાલ્પનિક ફિલ્મ છે. આ ફિલ્મની મહત્વની એક્શન સિક્વન્સ માટે ફિલ્મની ટીમે ભગવાન હનુમાનની 54 ફૂટની પ્રતિમા તૈયાર કરી છે.
મંગળવારે મેગાસ્ટાર ચિરંજીવીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર હનુમાન જયંતિની શુભેચ્છા પાઠવતા એક પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટમાં હનુમાનની વિશાળ પ્રતિમાની તસવીર છે. ફોટો શેર કરતી વખતે ચિરંજીવીએ તેલુગુમાં લખ્યું, ‘બધાને હનુમાન જયંતિની શુભેચ્છા.’ ચિરંજીવીએ આગળ લખ્યું કે ભગવાન હનુમાનની બુદ્ધિ, કાર્યક્ષમતા અને બહાદુરી દરેક માટે પ્રેરણાદાયક છે.
ચિરંજીવીએ શેર કરેલી હનુમાનની મૂર્તિની તસવીરો સવારથી જ સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી હતી. રિપોર્ટ્સ કહે છે કે આ 54 ફૂટની પ્રતિમા ચિરંજીવીની આગામી ફિલ્મ ‘વિશ્વંભરા’ માટે ખાસ બનાવવામાં આવી છે. તેનો ઉપયોગ ફિલ્મની ખૂબ જ મહત્વપૂર્ણ એક્શન સિક્વન્સ શૂટ કરવા માટે કરવામાં આવશે.
આ પણ વાંચો: ફિલ્મના શુભ મુહૂર્તમાં આ શું થઇ ગયું સની લિયોનીને……! વાયરલ થયો વીડિયો
અહેવાલો સૂચવે છે કે ‘વિશ્વંભરા’ની ટીમે તાજેતરમાં જ એક હોટ એક્શન સિક્વન્સનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. આ એક્શન સીનનું શૂટિંગ 26 દિવસમાં એક જ શેડ્યૂલમાં પૂર્ણ થયું હતું. આ એક્શન સીન્સ ફિલ્મના ઈન્ટરવલ બ્લોકમાં જોવા મળશે. કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મના આ એક્શન સીન માટે VFX દ્વારા એક કાલ્પનિક દુનિયા બનાવવામાં આવી હતી અને તેને પૂર્ણ કરવા માટે આ 54 ફૂટની હનુમાનની પ્રતિમા બનાવવામાં આવી છે. અહેવાલો સૂચવે છે કે ‘વિશ્વંભરા’ 200 કરોડના ભવ્ય બજેટ સાથે બનાવવામાં આવી રહી છે. આ ફિલ્મ 10 જાન્યુઆરી, 2025ના રોજ મકરસંક્રાંતિના દિવસે રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં ચિરંજીવીની સાથે ત્રિશા, સુરભી અને ઈશા ચાવલા પણ જોવા મળશે.