મનોરંજન

Hanuman Jayanti: રીલ લાઈફના હનુમાનજીએ પણ કરવી પડી હતી આવી તપસ્યા

આજે એટલે કે 23 એપ્રિલના રોજ દેશભરમાં હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી રહી છે અને દરેક શેરીમાં ભંડારાનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેથી આજે કોઈ પ્રસાદ વગર રહે નહીં. રામના ભક્ત હનુમાનજીનો મહિમા અપાર છે. નેવુંના દાયકાના લોકો માટે હનુમાનજીનું નામ પડતા એક ચહેરો સામે આવે અને તે દારાસિંહનો (Darasinh). રામાનંદ રાસગની ટીવી સિરિયલ રામાયણના અન્ય પાત્રોની જેમ હનુમાનજીનું પાત્ર ભજવતા કુશ્તીબાદ અને અભિનેતા દારા સિંહ (Dara Sinh)પણ અમર થઈ ગયા. જોકે જેમ રીયલ લાઈફમાં રામની ભક્તિ કરવી સહેલી નથી તેમ રીલ લાઈફમાં પણ હનુમાનજી (Hanumanji) બનવાનું સહેલું ન હતું. દારા સિંહ (Dara Sinh)માટે પડદા પર તેમનું પાત્ર ભજવવું એ કોઈ તપસ્યાથી ઓછું નહોતું. આ રોલ માટે તેણે ઘણી મહેનત કરી છે. ગેટઅપ કર્યા પછી બેસવું પણ મુશ્કેલ બની ગયું હતું પરંતુ દારા સિંહે પૂરી મહેનત અને લગનથી કર્યું.

આ પણ વાંચો:
‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મની રિલીઝ ડેટ આ કારણે પોસ્ટપોન્ડ

દારા સિંહે એકવાર ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે આ લુક સેટ કરવા માટે તેનો મેક-અપ શૂટિંગના ત્રણ કલાક પહેલા શરૂ થઈ જતો હતો. આ કારણે તે 8-9 કલાક સુધી કંઈ ખાઈ શકતા ન હતા, પરંતુ તેણે આ અંગે ક્યારેય ફરિયાદ કરી નથી. કદાચ હનુમાનજીની ભૂમિકા કર્યા બાદ તેઓ એટલા ભાવવિભોર થયા હતા અને તેમનામાં તાકાત આવી ગઈ હતી.

દારા સિંહના પુત્ર વિંદુ (Vindu) દારા સિંહે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે રામાનંદ સાગરે મારા પિતાને શોમાં લેવાનું મન બનાવી લીધું હતું. ત્યારે મારા પિતાએ મને કહ્યું કે હું આ રોલ નહીં કરું. જો હું આ ઉંમરે આ રોલ કરીશ તો લોકો મારા પર હસશે. પરંતુ દારા સિંહની છબિ રામાનંદ સાગરના હૃદયમાં ફિટ થઈ ગઈ હતી. તેણે કહ્યું કે તેણે સપનામાં દારા સિંહને હનુમાનની ભૂમિકામાં જોયો હતો. આ પછી દારા સિંહ પણ ના કહી શક્યા નહીં.


આ પણ વાંચો:
આતંકી દાઉદ ઇબ્રાહિમ માટે અક્ષય કુમારની પત્નીનો ડાન્સ? જુઓ શું કહ્યું ટ્વિન્કલ ખન્નાએ

અન્ય એક ઈન્ટરવ્યુમાં રામાનંદ સાગરના (Ramanand Sagar)પુત્ર પ્રેમે કહ્યું હતું કે હનુમાનજીને તૈયાર કરવામાં રોજ 3-4 કલાકનો સમય લાગ્યો કારણ કે આખો લુક મેચ કરવાનો હતો. પૂંછડી પહેર્યા પછી બેસવું મુશ્કેલ હતું. તેથી, તેના માટે એક ખાસ સ્ટૂલ રાખવામાં આવ્યો હતો જેમાં પૂંછડી માટે કટ રાખવામા આવ્યો હતો.

જોકે દારા સિંહની આ મહેનત રંગ લાવી અને આજેપણ તેમના જેવા હનુમાન ટીવી કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીને મળ્યા નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button