નવી દિલ્હી: પતંજલિ આયુર્વેદની દવાઓ અને પ્રોડક્ટ્સની ભ્રામક જાહેરાતો અંગેના કેસ(Patanjali Ad Case) માં આજે યોગગુરુ બાબા રામ દેવ(Baba Ramdev) અને પતંજલિ આયુર્વેદના એમડી આચાર્ય બાલકૃષ્ણ (Acharya Balkrishna)આજે ફરીથી સુપ્રીમ કોર્ટ સમક્ષ હાજર થયા હતા. જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહની બેન્ચે સુપ્રીમ કોર્ટની અવમાનના અંગેના કેસમાં રામદેવ અને બાલકૃષ્ણને ફરી ઠપકો આપ્યો હતો. કોર્ટે પતંજલિને મોટી સાઈઝમાં માફીનામું છપાવવા આદેશ આપ્યો છે.
અખબારોમાં પ્રકાશિત પતંજલિના માફીનામા પર કોર્ટે આજે રામદેવને ફટકાર લગાવી હતી. પતંજલિ તરફથી હાજર થયેલા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ માફીનામા અંગે કોર્ટને કહ્યું કે અમે 67 અખબારોમાં જાહેરાત આપી હતી, જેમાં દસ લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. તેના પર જસ્ટિસ હિમા કોહલીએ પૂછ્યું કે જાહેરાત ક્યાં પ્રકાશિત થઈ અને આટલો સમય કેમ લાગ્યો. તમે શેની રાહ જોઈ રહ્યા હતા?
કોર્ટે કહ્યું કે શું અખબારોમાં છપાયેલું માફીનામું તમારી અગાઉની જાહેરાતો જેટલી જ સાઈઝનું છે? કોર્ટે કહ્યું કે માફીની જાહેરાત મોટી સાઈઝમાં પ્રકાશિત થવી જોઈએ જેથી લોકો સમજી શકે. મુકુલ રોહતગીએ કોર્ટને કહ્યું કે અમે માફીનામું દાખલ કર્યું છે. તેના પર જસ્ટિસ હિમા કોહલીએ અમારી પાસે આ બંડલ જોવાનો સમય નથી, આ તમારે પહેલા જ દાખલ કરી દેવાનું હતું, માફીનામું છેક ગઈ કાલે કેમ દાખલ કરવામાં આવ્યું?
સુપ્રીમ કોર્ટે રોહતગીને ઠપકો આપતા કહ્યું કે એક અન્ય અરજી દાખલ થઇ છે. જેમાં આ ફરિયાદ દાખલ કરવા બદલ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન પર 1000 કરોડ રૂપિયાનો દંડ લગાવવાની માંગ કરવામાં આવી છે. એવું લાગે છે કે આ આ તમારા દ્વારા દાખલ કરવામાં આવી છે. મુકુલ રોહતગીએ કહ્યું કે મારે તેની સાથે કોઈ લેવાદેવા નથી.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે આ અરજી દાખલ થવાના સમયથી આશ્ચર્ય થઇ રહ્યું છે. હસ્તક્ષેપને બદલે, આ ઇન્ટરલોપર પિટિશન લાગે છે. અમે આ અરજી જોઈએ અને પછી દંડ વિષે વાત કરી કરીશું. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ મામલો માત્ર પતંજલિ પૂરતો મર્યાદિત નથી, પરંતુ અન્ય કંપનીઓની ભ્રામક જાહેરાતોને અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટ કહ્યું કે મંત્રાલયોએ ઉપરોક્ત કાયદાઓ અને ડેટાના દુરુપયોગને રોકવા માટે તેમના દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અંગે એફિડેવિટ ફાઇલ કરવી પડશે. જ્યારે પણ ઈન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા મોંઘી દવાઓ લખવાનું દબાણ કરવામાં આવે છે, ત્યારે તેની પણ બારીકાઈથી તપાસ થવી જોઈએ. સુપ્રીમ કોર્ટે રામદેવની માફી સ્વીકારી ન હતી. આગામી સુનાવણી 30 એપ્રિલે થશે