સ્પેશિયલ ફિચર્સ

સ્ત્રીઓને વારંવાર યુરિન ઈન્ફેક્શન કેમ થાય છે?

યુરિન ઈન્ફેક્શનની સમસ્યા પુરૂષોની સરખામણીએ મહિલાઓમાં વધુ જોવા મળે છે. પરંતુ મોટાભાગની મહિલાઓ તેના વિશે વાત કરતા અચકાય છે. પેશાબ કરતી વખતે બર્નિંગ સેન્સેશન, પેટના નીચેના ભાગમાં દુખાવો, વારંવાર પેશાબ અને થાક યુરિન ઈન્ફેક્શનના કેટલાક સામાન્ય લક્ષણો છે. જો તેની સમયસર સારવાર ન કરવામાં આવે તો તે કિડની પર ખરાબ અસર કરી શકે છે. કેટલીક સ્ત્રીઓ વારંવાર યુરિન ઈન્ફેક્શનની સમસ્યાથી પીડાય છે.

સ્ત્રીઓના શરીરમાં મૂત્રમાર્ગની લંબાઈ પુરુષો કરતા ઘણી ઓછી હોય છે. જેના કારણે ચેપ ફેલાવતા બેક્ટેરિયા સરળતાથી મૂત્રાશયમાં પ્રવેશ કરે છે. આ કારણે મહિલાઓને વારંવાર યુરિન ઈન્ફેક્શન થવાનું જોખમ રહે છે.
જે મહિલાઓ કિડનીની પથરી કે મૂત્રાશયની પથરીથી પીડિત હોય છે તેમને વારંવાર યુરિન ઈન્ફેક્શન થવાની શક્યતા વધુ હોય છે. તેથી, પથરીના કિસ્સામાં, તમારે સ્વચ્છતાનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. આવી સ્થિતિમાં બહારના ગંદા શૌચાલયનો ઉપયોગ કરવાનું ટાળો.


મેનોપોઝ દરમિયાન સ્ત્રીઓને યુરિન ઈન્ફેક્શન થઇ શકે છે. કારણ કે આ સમયગાળા દરમિયાન સ્ત્રીના શરીરમાં ઝડપથી હોર્મોનલ ફેરફારો થાય છે. મેનોપોઝ દરમિયાન સ્ત્રીના શરીરમાં એસ્ટ્રોજન હોર્મોનની ઉણપ હોય છે, જેના કારણે વારંવાર યુરિન ઈન્ફેક્શન થવાનું જોખમ રહે છે.


ઘણા અભ્યાસો દર્શાવે છે કે જે મહિલાઓ ચુસ્ત કપડા અથવા અન્ડરવેર પહેરે છે તેમને યુરિન ઈન્ફેક્શન થવાનું જોખમ વધારે છે. તેનાથી બચવા માટે હંમેશા ઢીલા અને સુતરાઉ કપડાં પહેરો.


જે મહિલાઓ ડાયાબિટીસથી પીડિત હોય છે તેને પણ વારંવાર યુરિન ઈન્ફેક્શન થઇ શકે છે. ડાયાબિટીસમાં, જ્યારે બ્લડ સુગર વધારે હોય છે, ત્યારે વારંવાર પેશાબ જવાનું મન થાય છે, પણ મૂત્રાશય સંપૂર્ણ રીતે ખાલી થઈ શકતું નથી, જેના કારણે વારંવાર યુરિન ઈન્ફેક્શનની સમસ્યા થઈ શકે છે.


યુરિન ઈન્ફેક્શનથી બચવા મહિલાઓ આ ટિપ્સ ફોલો કરી શકે છેઃ
મહિલાઓએ પેશાબ રોકવો જોઇએ નહિ કારણ કે પેશાબને લાંબા સમય સુધી રોકી રાખવાથી બેક્ટેરિયા વધવાની શક્યતા વધી જાય છે, જેનાથી યુરિન ઈન્ફેક્શનનો ખતરો વધી જાય છે. યુરિન ઈન્ફેક્શનથી બચવા માટે તમારે દરરોજ 8-10 ગ્લાસ પાણી પીવું જોઈએ. મહિલાઓએ પોતાના પ્રાઈવેટ પાર્ટની યોગ્ય સ્વચ્છતા જાળવવી જોઈએ. હંમેશા સ્વચ્છ અને ઢીલા આંતરિક વસ્ત્રો પહેરવા જોઇએ. યુરિન ઈન્ફેક્શનથી બચવા માટે તમે કોથમીર પાણી, નારિયેળ પાણી, એપલ વિનેગર અને ક્રેનબેરી જ્યુસનું સેવન કરી શકો છો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button