આમચી મુંબઈમહારાષ્ટ્ર

શરદ પવારની ભાજપ સાથેની યુતિ કેમ અટકી?

અજિત પવારે કરી અંદરની વાત

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
એનસીપીએ ભાજપ સાથે યુતિ કરવા માટે સાતત્યપૂર્ણ પ્રયાસો કર્યા હતા એવું અત્યાર સુધી સતત રાજકીય નિરીક્ષકો કહી રહ્યા હતા અને હવે તે બાબતે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે નવી વાત કરી છે.

ઉદ્ધવ ઠાકરેની સરકારનું પતન થઈ રહ્યું હતું ત્યારે એનસીપીએ સરકારમાં સામેલ થવું જોઈએ અને તે માટે ભાજપ સાથે યુતિ કરવી જોઈએ એના માટે અનેક વિધાનસભ્યો દ્વારા શરદ પવારને પત્ર લખવામાં આવ્યા હતા અને તેમાં રોહિત પવાર અને જિતેન્દ્ર આવ્હાડનો પણ સમાવેશ થતો હતો એમ અજિત પવારે મરાઠી ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું.

સત્તાધારી પક્ષનો સંસદસભ્ય હોય તો કામો ફટાફટ થવામાં મદદ મળે છે. આ બાબત અમે મહારાષ્ટ્રના રાજકારણમાં અનુભવી છે. જ્યારે ઉદ્ધવ ઠાકરેની સરકારનું પતન થઈ રહ્યું હતું ત્યારે મારા બધા જ સહકારી મારી ચેમ્બરમાં મંત્રાલયમાં એકઠા થયા હતા. બધા જ વિધાનસભાના અને વિધાન પરિષદના સભ્યોએ પત્ર લખીને આપણે સરકારમાં સામેલ થવું જોઈએ એવી માગણી કરી હતી.

આપણ વાંચો: એકનાથ ખડસેનો નછૂટકે ભાજપ પ્રવેશ: શરદ પવાર

આ પત્ર પર અત્યારે શરદ પવાર જૂથમાં રહેલા જયંત પાટીલ, અશોક પવાર, રોહિત પવાર, જિતેન્દ્ર આવ્હાડ, પ્રાજક્ત તનપુરે અને રાજેશ ટોપેની પણ સહી હતી અને રાજેશ ટોપે જ આ પત્ર લઈને શરદ પવારને મળવા માટે ગયા હતા, એમ પણ તેમણે કહ્યું હતું.

અમારા મતદારસંઘોમાં કામ અત્યારે ચાલુ થયા છે. બે વર્ષ કોરોનાને કારણે કપરા ગયા હતા. આ કામો ન થાય તો લોકોને શું જવાબ આપવાનો? લોકો કામ કરવા માટે ચૂંટી આપે છે. વિકાસ થાય એ માટે વિજયી બનાવતા હોય છે. અમારે સરકારમાં સામેલ થવું છે એમ પણ પત્રમાં લખવામાં આવ્યું હતું.

આ પત્ર મળ્યા પછી શરદ પવારે પ્રફુલ પટેલ અને જયંત પાટીલને અમિત શાહ સાથે ચર્ચા કરવાની જવાબદારી સોંપી હતી. ચર્ચા કરવા માટે અમે રવાના પણ થઈ ગયા હતા. પણ પછી અચાનક સાહેબે કહ્યું હતું કે ત્યાં જતા નહીં, અહીંથી જ ફોન પર ચર્ચા કરો. અમિતભાઈએ કહ્યું હતું કે આવી રીતે વાત થાય નહીં. સરકાર બનાવવા નીકળ્યા છીએ આપણે. તમારો અગાઉનો અનુભવ સારો રહ્યો નથી. આ અગાઉ પણ અનેક વખત અમારી સાથે આવવાનું નક્કી કર્યું હતું. અનેક વખત તમે સમર્થન આપ્યું, પરંતુ તમારું વલણ નક્કર હોતું નથી. તમારી સાથે ફોન પર વાત કરવા જેટલી વિશ્ર્વસનીયતા બચી નથી.

સાહેબે કહ્યું હતું કે અહીંથી જ વાત કરવાની અને અમિત શાહે કહ્યું હતું કે ફોન પર ચર્ચા થશે નહીં. ફોન પર આટલી મહત્ત્વની ચર્ચા થઈ શકે નહીં, એમ અજિત પવારે વિશેષ ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું.
આમ શરદ પવારની એ સમયે ભાજપ સાથે યુતિ થઈ શકી નહોતી અને આના પરિણામે જ એનસીપીમાં ભંગાણ પડ્યું હતું એમ પણ તેમણે કહ્યું હતું.

2014માં ભાજપને સમર્થન આપ્યું હતું અને 2017માં ભાજપમાં આવવાના પ્રયાસો ચાલી રહ્યા હતા તે બાબતે પુછવામાં આવતાં અજિત પવારે કહ્યું હતું કે શિવસેનાને મહાયુતિમાંથી બહાર કાઢીને એનસીપીને મહાયુતિમાં સામેલ કરવાનો પ્રસ્તાવ આવ્યો હતો. અમારા સિનિયરોએ જ આ પ્રસ્તાવ આપ્યો હતો. અમે તો ક્યારેય કેન્દ્રના લોકો સાથે ચર્ચા કરી જ નહોતી. ફક્ત સિનિયરો અને પ્રફુલ પટેલ જ મોવડીમંડળના નેતાઓ સાથે ચર્ચા કરતા હતા એમ પણ અજિત પવારે કહ્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?