મનોરંજનમહારાષ્ટ્ર

Big Bએ ખરીદી અહીં જમીન, કિંમત સાંભળીને ઉડી જશે હોંશ…

હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મહાનાયક Amitabh Bachchanએ હાલમાં જ અયોધ્યામાં જમીન ખરીદી હતી એવા અહેવાલો સામે આવ્યા હતા અને અયોધ્યા બાદ બિગ બીએ હવે બીજી એક જમીન પણ ખરીદી છે. આવો જોઈએ આખરે બિગ બીએ ક્યાં જમીની ખરીદી છે અને તેની કિંમત શું છે…

મળી રહેલી માહિતી પ્રમાણે હવે બિગ બી પણ એ સ્ટાર્સમાં સામેલ થઈ ગયા છે જેમણે મુંબઈ નજીક આવેલા Alibaugh ખાતે જમીન ખરીદી છે. બિગ બી પહેલાં દિપીકા પદુકોણ, અનુષ્કા શર્મા જેવા સેલેબ્સે અલીબાગમાં ઈન્વેસ્ટમેન્ટ કર્યું છે. એટલું જ નહીં રોમેન્સ કિંગ તરીકે ઓળખાતા શાહરુખ ખાનનું ફાર્મ હાઉસ પણ અલીબાગમાં આવેલું છે. હવે આ જ અનુસંધાનમાં બિગ બીએ અલીબાગ ખાતે 10,000 સ્ક્વેર ફીટ જમીન ખરીદી છે અને એ માટે તેમણે 10 કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો છે.

તમારી જાણ માટે કે હાલમાં જ બિગ બીએ રામ લલ્લાની પ્રાણપ્રતિષ્ઠા સમયે અયોધ્યામાં પણ 10,000 સ્ક્વેર ફૂટ જમીન ખરીદી હતી અને એ માટે પણ બિગ બીએ 14.50 કરોડ રૂપિયા ચૂકવવા પડ્યા હતા.

રિપોર્ટની વાત પર વિશ્વાસ કરીએ તો આ પ્રોપર્ટી રામ મંદિરથી 15 મિનિટના અંતરે આવેલી છે અને આ સિવાય અયોધ્યા એરપોર્ટથી આ જગ્યા 30 મિનિટના અંતરે આવેલી છે. આ આખા કોમ્પ્લેક્સને ધ સરયુ નામ આપવામાં આવ્યું છે અને આ આખો પ્રોજેક્ટ 51 એકર જમીન પર ફેલાયેલો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે બિગ બી મુંબઈમાં જલસા બંગલામાં રહે છે અને આ સિવાય તેમનો બીજો બંગલો પ્રતિક્ષા તેમણે દીકરી શ્વેતા બચ્ચનને ભેટમાં આપી દીધો હતો.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અમિતાભ બચ્ચન હાલમાં પોતાની ફિલ્મ Kalki 2898 ADને કારણે લાઈમ લાઈટમાં છે. રવિવારે બિગ બીએ પોતાના કેરેક્ટર પરથી પડદો ઉઠાવ્યો હતો. ફેન્સને બિગ બીનો આ લુક ખૂબ પસંદ આવ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button