નાયબ મુખ્ય પ્રધાન તરીકે કોણ વધુ પ્રભાવી દેવેન્દ્ર ફડણવીસ કે અજિત પવાર? સુપ્રિયા સુળેએ કહ્યું…
મુંબઈઃ મહારાષ્ટ્રનું રાજકારણ હાલમાં ધગધગતો જ્વાળામુખી બની ગયો છે અને અહીં દર થોડાક સમયે સમીકરણો બદલાતા જોવા મળી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં સુપ્રિયા સુળેને પૂછવામાં આવ્યું કે નાયબ મુખ્ય પ્રધાન તરીકે તેમને દેવેન્દ્ર ફડણવીસ કે અજિત પવારમાંથી કોણ વધુ પ્રભાવી લાગે છે? જોકે, સુપ્રિયા સુળેનો જવાબ અધ્યાહાર જ રાખવામાં આવ્યો છે. સુપ્રિયા સુળેને આ સવાલ એ ટીવી શો દરમિયાન પૂછવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના પ્રોમોનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. પરંતુ આ પ્રોમોમાં સુપ્રિયા સુળેનો જવાબ નથી દેખાડવામાં આવ્યો એટલે સુપ્રિયા સુળે આ સવાલનો શું જવાબ આપે છે એ જાણવાની ઉત્કંઠા લોકોમાં જાગી ઉઠી છે.
આ ઉપરાંત પણ આ કાર્યક્રમમાં સુપ્રિયા સુળેને અલગ અલગ સવાલો પૂછવામાં આવ્યા હતા જેમાં સાચો નાયબ મુખ્ય પ્રધાન કોણ છે અજિત પવાર કે પછી દેવેન્દ્ર ફડણવીસ? કયા ભત્રીજાએ કાકા વિરોધ પોકારેલું બંડ યોગ્ય હતો જેવા સવાલોનો સમાવેશ થાય છે.
પણ અહીંયા અમે તમને જણાવી દઈએ કે આખરે આ સવાલનો સુપ્રિયા સુળેએ જવાબ આપ્યો હતો. સુપ્રિયાએ આ સવાલના જવાબમાં કહ્યું હતું કે અજિત પવાર જ નાયબ મુખ્ય પ્રધાન તરીકે સૌથી વધુ પ્રભાવી છે. ત્યાર બાદ પૂછવામાં આવેલા કયા ભત્રીજાએ કાકા સામે પોકારેલું બંડ વધુ યોગ્ય હતું સવાલ માટે તેમને ઓપ્શન આપવામાં આવ્યા હતા, જેમાં રાજ ઠાકરે, ધનંજય મુંડે કે અજિત પવાર… પણ હવે આ સવાલનો જવાબ તેઓ શું આપે છે એ જોવાનું રહ્યું.
અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં આ જ કાર્યક્રમનો સુપ્રિયા સુળેનો એક બીજો પ્રોમો પણ રિલીઝ થયો હતો, જેમાં તેઓ ધ્રૂસકે ધ્રૂસકે રડતાં જોવા મળ્યા હતા. સુપ્રિયા સુળે પહેલાં આ કાર્યક્રમમાં રાજ ઠાકરે, નારાયણ રાણે, સંજય રાઉત, દેવેન્દ્ર ફડણવીસ, નીતિન ગડકરી જેવા રાજકારણીઓ હાજરી પૂરાવી ચૂક્યા છે.