મનોરંજન

ફેમસ એક્ટ્રેસને થયો અકસ્માત…, ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને આપી ફેન્સને જાણકારી

ટચૂકડાં પડદાની એક્ટ્રેસ ક્રિસ્ટલ ડિસૂઝા ઈજાગ્રસ્ત થઈ ગઈ છે. એક્ટ્રેસ ક્રિસ્ટલ ડિસૂઝાએ ટીવી સિરીયલ એક હજારો મેં મેરી બહેના હૈમાં કામ કર્યું હતું. ક્રિસ્ટલ ડિસૂઝા જિમમાં વર્કઆઉટ કરતાં કરતાં ઈજાગ્રસ્ત થઈ હતી અને તેને ઘૂંટણમાં ઈજા પહોંચી હતી. ક્રિસ્ટલે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર ફોટો શેર કરીને ફેન્સને આ એક્સિડન્ટની જાણકારી આપી હતી.

ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરેલાં ફોટોમાં ક્રિસ્ટલ ડિસૂઝા હોસ્પિટલના બેડ પર સૂતેલી જોવા મળે છે અને તેના પગમાં ટ્યૂબ લાગેલી જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ ક્રિસ્ટલ ડિસૂઝાએ પોતાને ઈજા કઈ રીતે થઈ એ વિશે જણાવતાં કહ્યું હતું કે જિમમાં વર્ક આઉટ કરતી વખતે તે પડી ગઈ હતી અને તેને ઘૂંટણમાં ઈજા પહોંચી હતી.

ક્રિસ્ટલ ડિસૂઝાએ આગળ એવું પણ જણાવ્યું હતું કે ઈજા થતાં જ તેને તરત જ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી અને ત્યાં તેના ઘૂંટણ પર સર્જરી કરવામાં આવી હતી. હાલમાં તેની તબિયત સ્થિર છે. ફેન્સ પણ પોતાની ફેવરેટ સ્ટારની સ્પીડી રિકવરીની પ્રાર્થના કરી રહ્યા છે.

ક્રિસ્ટલ ડિસૂઝાની વાત કરીએ તો ટીવી સિરિયલ એક હઝારો મેં મેરી બહેના હૈ સિવાય બેલનવાલી બહુ, એક નઈ પહેચાન જેવા ટીવી શોમાં પણ એક્ટિંગ કરતી જોવા મળી હતી. ક્રિસ્ટલ ડિસૂઝા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવાર નવાર પોતાના ફોટો અને વીડિયો શેર કરતી રહે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button