આમચી મુંબઈમહારાષ્ટ્રલોકસભા સંગ્રામ ૨૦૨૪

MVA માટે કપરા ચઢાણ: પૂર્વ સીએમના જમાઇ અજિત પવાર જૂથમાં સામેલ

મુંબઈ: લોકસભાની ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન પૂરું થઇ ગયું હોવા છતાં હજી સુધી પક્ષપલટાનો સિલસિલો ચાલુ જ છે. મહાવિકાસ આઘાડી (એમવીએ)ના કદાવર નેતાઓ મહાયુતિમાં સામેલ થઇ રહ્યા છે અને તેમાં વધુ એક નામ જોડાયું છે અને તે પણ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનના જમાઇનું.

ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન એ. આર. અંતુલેના જમાઇ મુશ્તાક અંતુલેએ ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાને છોડીને અજિત પવાર જૂથની એનસીપી (રાષ્ટ્રવાદી કૉંગ્રેસ)માં જોડાવવાનો નિર્ણય લીધો છે. મુશ્તાક આ પહેલા મહારાષ્ટ્ર કૉંગ્રેસના વિધાનસભ્ય પણ રહી ચૂક્યા છે.

અશોક ચવ્હાણ, બાબા સિદ્દીકી જેવા અનેક કદાવર નેતાઓએ કૉંગ્રેસનો સાથ ચૂંટણી પહેલા જ છોડી દીધો હતો અને હજી પણ તેમના મહત્ત્વના નેતાઓ એક પછી એક મહાયુતિમાં સામેલ થઇ રહ્યા છે.

મુશ્તાક અંતુલેને બાબા સિદ્દીકીની જેમ જ પક્ષનો લઘુમતિ સમુદાયનો ચહેરો માનવામાં આવતા હતા. જોકે તેમણે હવે અજિત પવાર જૂથની એનસીપીમાં સામેલ થવાનો નિર્ણય કરતા મહાવિકાસ આઘાડીએ વધુ એક લઘુમતિ સમુદાયનો ચહેરો ગુમાવ્યો છે અને તેની અસર લોકસભાની ચૂંટણીઓ પર પડશે તેમ કહેવામાં આવી રહ્યું છે.

અંતુલે રાયગઢ વિસ્તારમાં પ્રભુત્ત્વ ધરાવે છે અને તેમના મહાયુતિમાં સામેલ થતા રાયગઢના ઉદ્ધવ ઠાકરે જૂથના ઉમેદવાર અનંત ગીતેની મુશ્કેલી વધી શકે છે.

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન રહી ચૂકેલા એ.આર.અંતુલેનું આખું નામ અબ્દુલ રહેમાન અંતુલે છે અને તે મહારાષ્ટ્રના જાણીતા નેતાઓમાં સ્થાન ધરાવે છે. તેમના જમાઇ મુશ્તાક અંતુલે પણ લઘુમતિ સમુદાયમાં સારું પ્રભુત્ત્વ ધરાવે છે અને તેમની વિદાયથી મહાવિકાસ આઘાડીને અસર ચોક્કસ થશે તેવું રાજકીય નિષ્ણાતોનું માનવું છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત