Devdasમાં પારોના રોલ માટે Aishwarya Raiની સાથે સાથે આ એક્ટ્રેસનો પણ લેવાયો સ્ક્રીનટેસ્ટ, પણ…
2002માં આવેલી કલ્ટ ક્લાસિક ફિલ્મ Devdas તો યાદ હશે જ ને? આ જ ફિલ્મમાં શાહરૂખ ખાન, દારુના નશામાં ધૂત અને પારોના પ્રેમમાં ડૂબેલો દેખાયો હતો. Devdasમાં શાહરૂક ખાનની સાથે સાથે પારોનો રોલ કરીને Aishwarya Raiએ ખૂબ જ લાઈમલાઈટ ચોરી લીધી હતી. પરંતુ શું તમને ખબર છે કે પારો માટે Aishwarya Rai નહીં પણ Kareena Kapoorનો પણ સ્ક્રીન ટેસ્ટ લેવામાં આવ્યો હતો, પણ બાદમાં સંજય લીલા ભણસાલીએ Kareena Kapoorને બદલે Aishwarya Raiને ફાઈનલ કરી હતી.
Kareena Kapoorએ 2002માં આપેલા એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે મને સંજય લીલા ભણસાલીએ દેવદાસમાં પારોના રોલ માટે ફાઈનલ કરવામાં આવી હતી અને સાઈનિંગ એમાઉન્ટ પણ આપવામાં આવી હતી. પરંતુ બાદમાં મને બહાર કરી દેવામાં આવી હતી.
તેણે વધુમાં એવું પણ જણાવ્યું હતું કે દેવદાસ માટે મારી સ્ક્રીન ટેસ્ટ પણ લેવામાં આવી હતી અને મને સાઈનિંગ એમાઉન્ટ પણ આપવામાં આવી હતી. પરંતુ બાદમાં મને બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો અને બીજી એક્ટ્રેસને લઈને ફિલ્મ બનાવવામાં આવી. આ એકદમ ખોટું હતું અને મને એનાથી દુઃખ પણ થયું હતું, કારણ કે એ મારા કરિયરનો શરુઆતનો તબક્કો હતો. પરંતુ ઠીક છે. જે દિવસે એમણે મને ડ્રોપ કરી મેં યાદેં સાઈન કરી લીધી. સંજયે મને હર્ટ કર્યું અને જો મારી પાસે કામ નહીં હોય તો પણ હું એમની સાથે કામ નહીં કરું.
કરિના કપૂરના આ ઈન્ટરવ્યૂ બાદ સંજય લીલા ભણસાલીએ એ જ વર્ષે પોતાની સ્ટોરીનું વર્ઝન પણ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે એ મારા ઘરે નીતા લૂલા સાથે આવી હતી અને તેણે કહ્યું કે તે મારી સાથે કામ કરવા માંગે છે. મેં એને કહ્યું કે મેં તારું કામ નથી જોયું અને તને કાસ્ટ કરતાં પહેલાં મને જોવું છે કે તું શું કરી શકે છે. ત્યાર બાદ અમે કોસ્ચ્યુમ સાથે ફોટોશૂટ પણ કરવામાં આવ્યું હતું. એ સમયે બબિતાજી અને કરિનાની બહેન કરિશ્મા પણ હાજર હતી.
આગળ ભણસાલીએ એવું પણ જણાવ્યું હતું કે એ સમયે જ મેં સ્પષ્ટ કરી દીધું હતું કે આ શૂટ બાદ પણ એ વાતની કોઈ ખાતરી નથી કે હું કરિનાને કાસ્ટ કરીશ જ. એ સમયે બધા આ વાતને લઈને રાજી હતા. પછી ફોટોગ્રાફ જોયા બાદ મેં કરિનાને કહ્યું કે મને એવું લાગે છે કે પારોના રોલ માટે ઐશ્વર્યા રાય જ પરફેક્ટ છે. એ સમયે કરિના કપૂર એક શબ્દ પણ બોલી નહોતી અને ત્યાર બાદ તે મારા પર ગુસ્સો કાઢી રહી હતી.