નેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

પ્રથમ તબક્કામાં ઓછા મતદાનથી ચિંતિત ચૂંટણી પંચની નવી તૈયારી

ભારતમાં, 19 એપ્રિલે 18મી લોકસભાની ચૂંટણી માટે 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 બેઠકો પર મતદાન થયું હતું. જો કે, પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન માત્ર 66 % મતદાન નોંધાયું હતું. લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનની ટકાવારીએ ચૂંટણી પંચને પણ ચિંતામાં મૂકી દીધી છે. ચૂંટણી પંચ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, 2019ની સરખામણીમાં આ વખતે કુલ મતદાનમાં લગભગ ત્રણ ટકાનો ઘટાડો થયો છે. હવે ECI બાકીના તબક્કાઓ માટે તેની વ્યૂહરચના પર નવી રીતે કામ કરશે. તાજેતરના આંકડાઓ અનુસાર, પ્રથમ તબક્કામાં અત્યાર સુધીમાં 66% મતદાન થયું છે, જે આ 2019માં થયેલા 69 ટકા મતદાનથી ઓછું છે.

પ્રથમ તબક્કાના મતદાનની ઓછી ટકાવારીનું કારણ જાણવા ચૂંટણી પંચ તપાસ કરી રહ્યું છે. ચૂંટણી પંચનું માનવું છે કે ઓછા મતદાનનું સંભવિક એક કારણ ગરમી પણ હોઇ શકે છે. આ વખતે મતદાન 2019 કરતાં આઠ દિવસ મોડું શરૂ થયું છે. ઉપરાંત હાલમાં લગ્નની મોસમ પણ ચાલી રહી છે,જેને કારણે લોકો મતદાન કરવા આવવાનું ટાળે છે. આ ઉપરાંત મતદાન કરવાની લોકોની ઉદાસીનતા પણ ક્યાંક ઓછા મતદાન માટે કારણભૂત બની છે.

આ પણ વાંચો…
30મી એપ્રિલે PM Narendra Modi Maharashtraમાં? ગજાવશે જાહેરસભા…

ચૂંટણી પંચે જણાવ્યું હતું કે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં, માત્ર ત્રણ રાજ્યો – છત્તીસગઢ, મેઘાલય અને સિક્કિમમાં 2019 કરતાં વધુ મતદાન થયું છે. નાગાલેન્ડમાં 2019 કરતા 25 ટકા ઓછું મતદાન થયું છે. તો મણિપુરમાં 7.7 ટકા, મધ્ય પ્રદેશમાં 7 ટકા અને રાજસ્થાન અને મિઝોરમમાં મતદાનમાં 6 ટકા પોઇન્ટનો ઘટાડો નોંધાયો છે.

ચૂંટણી પંચે લોકોને મતદાન કરવા માટે પ્રેરિત કરવા માટે ઘણી યોજનાઓ બનાવી છે. તેમજ વિવિધ કાર્યક્રમો દ્વારા લોકોને જાગૃત કરવાનો પ્લાન બનાવ્યો છે. લોકો તેમના મતનો ઉપયોગ કરી શકે તે માટે જાણીતી હસ્તીઓ દ્વારા પણ અપીલ કરવામાં આવી રહી છે.

સામાન્ય રીતે ચૂંટણી દરમિયાન મતદાનની સંખ્યામાં વધારો થાય તો તે શાસક પક્ષ માટે નુક્સાનજનક માનામાં આવે છે અને જો મતદાનની ટકાવારી ઘટે તો તે વિપક્ષ માટે જોખમી સંકેત માનવામાં આવે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button