આ એક્ટરે 66 વર્ષે દુનિયાને કહ્યું અલવિદા, શોકમાં છે બોલીવૂડ અને ટીવી ઈન્ડસ્ટ્રી…
બોલીવૂડ અને ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. દિલ ચાહતા હૈ ફેમ એક્ટર રિયો કપાડિયાનું નિધન થયું છે. 66 વર્ષીય એક્ટરના અંતિમ સંસ્કાર આવતીકાલે એટલે કે 15મી સપ્ટેમ્બરના કરવામાં આવશે. એક્ટરનું નિધન ચોક્કસ કયા કારણે નિધન થયું છે એ જાણી શકાયું નથી.
અહીંયા તમારી જાણ માટે કે રિયો અનેક ટીવી સિરીયલ અને ફિલ્મોમાં એક્ટિંગ કરી છે. રિયો આમિર ખાન, શાહરૂખ ખાન અને રાની મુખર્જી જેવા મોટા મોટા સ્ટાર સાથે કામ કરી ચૂક્યા છે. રિયોના નજીકના મિત્રોએ તેના નિધનના સમાચારને સમર્થન આપતા જણાવ્યું હતું કે હવે આપણી વચ્ચે રિયો નથી રહ્યો. 14મી સપ્ટેમ્બરના બપોરે સાડાબાર વાગ્યે તેણે અંતિમ શ્વાસ લીધા હતા. આવતીકાલે એટલે કે 15મી સપ્ટેમ્બરના કરવામાં આવશે. પરિવાર દ્વારા બાકીની માહિતી સાંજ સુધીમાં આપવામાં આવશે.
રિયોની પર્સનલ લાઈફ વિશે વાત કરીએ તો તેઓ ખૂબ જ ફિટનેસ ફ્રીક હતા અને તે પોતાના ડાયેટ અને બોડી પર ખૂબ જ ધ્યાન આપતા હતા. તેમને ફરવાનો પણ ખૂબ જ શોખ હતો. પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો છેલ્લે રિયો ઓટીટી પ્લેટફોર્મ પર આવેલી વેબ સિરીઝ મેડ ઈન હેવન-ટુમાં જોવા મળ્યા હતા. એ પહેલાં તેમણે 2021માં અભિષેક બચ્ચન સાથે ધ બિગ બુલમાં કામ કર્યું હતું.
આ ઉપરાંત તેમણે પોતાની કારકિર્દી દરમિયાન હેપ્પી ન્યુ યર, મર્દાની, હમ હૈ રાહી કાર કે, શ્રી, એક અનહોની, મુંબઈ મેરી જાન, દિલ ચાહતા હૈ સિવાય ચક દે ઈન્ડિયામાં પણ જોવા મળ્યા હતા. તેમણે સ્ટાર પ્લસ પર આવેલી ટીવી સિરીયલ મહાભારતમાં પાંડુનો રોલ કર્યો હતો, જે 2013માં આવી હતી. આ સિવાય તેને સપને સુહને લડકપન કેથી પણ ખૂબ જ નામના મળી હતી.