નેશનલસ્પેશિયલ ફિચર્સ

બહારગામ જવાનો પ્લાન છે?, તો આજથી શરૂ થયેલી સમર સ્પેશિયલ ટ્રેનો વિશે જાણી લો

પશ્ચિમ રેલવે ઉનાળાના ધસારાને હળવો કરવા માટે, મુસાફરોની સુવિધા માટે અને તેમની મુસાફરીની માંગને પહોંચી વળવા માટે વધારાની પાંચ જોડી વિશેષ ટ્રેનો ચલાવવાનો નિર્ણય કર્યો છે. પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરના જણાવ્યા અનુસાર ટ્રેન નંબર 09125, 09013, 09123 અને 09061 માટે બુકિંગ 22 એપ્રિલે ખુલી ગયા છે.

આ વિશેષણ ટ્રેનોની સૂચિ આ મુજબ છે.

બાંદ્રા ટર્મિનસ-સહર્સા સ્પેશિયલ
ટ્રેન નં. 09125 બાંદ્રા ટર્મિનસ-સહર્સા સ્પેશિયલ (09125) સોમવાર, 22 એપ્રિલ, 2024ના રોજ સાંજે 4.30 વાગે બાંદ્રા ટર્મિનસથી ઉપડશે અને બુધવારે વહેલી સવારે 04.30 વાગે સહરસા પહોંચશે. તેવી જ રીતે સહરસા – બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ (09126) બુધવાર, 24 એપ્રિલ, 2024 ના રોજ સાંજે 6 વાગે સહરસાથી ઉપડશે અને શુક્રવારે સવારે 08.30 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેનમાં સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચનો સમાવેશ થાય છે.


ઉધના-છાપરા સ્પેશિયલઃ
ઉધના-છાપરા સ્પેશિયલ (09115) 22 એપ્રિલ, 2024 સોમવારના રોજ ઉધનાથી 11.25 કલાકે ઉપડશે અને બીજા દિવસે રાતે 8 વાગે છપરા પહોંચશે. તેવી જ રીતે છપરા-ઉધના સ્પેશિયલ (09116) 23 એપ્રિલ, 2024 મંગળવારના રોજ રાતે 11 વાગે છપરાથી ઉપડશે અને ગુરુવારે સવારે 07.00 વાગે ઉધના પહોંચશે. આ ટ્રેનમાં સામાન્ય સેકન્ડ ક્લાસ કોચનો સમાવેશ થાય છે.

ઉધના-માલદા ટાઉન-પાલધી સ્પેશિયલઃ
ઉધના – માલદા ટાઉન સ્પેશિયલ (09013) સોમવાર, 22 એપ્રિલ, 2024ના રોજ રાતે 8 વાગે ઉધનાથી ઉપડશે અને બુધવારે સવારે 11.30 વાગે માલદા ટાઉન પહોંચશે. તેવી જ રીતે, માલદા ટાઉન – પાલધી સ્પેશિયલ ( 09014 ) 24 એપ્રિલ, 2024, બુધવારના રોજ બપોરે 3 વાગે માલદા ટાઉનથી ઉપડશે અને શુક્રવારે સવારે 04.00 વાગે પાલધી પહોંચશે. આ ટ્રેનમાં સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચનો સમાવેશ થાય છે.

વાપી-આસનસોલ-રતલામ સ્પેશિયલઃ
વાપી – આસનસોલ સ્પેશિયલ (09123) સોમવાર, 22 એપ્રિલ, 2024ના રોજ બપોરે 3 વાગે વાપીથી ઉપડશે અને મંગળવાર 23 એપ્રિલના સવારે 07.00 વાગે આસનસોલ પહોંચશે. તેવી જ રીતે આસનસોલ-રતલામ સ્પેશિયલ (09124) 24 એપ્રિલ, 2024 બુધવારના રોજ સવારે 10.00 કલાકે આસનસોલથી ઉપડશે અને બીજા દિવસે સાંજે ચાર વાગે રતલામ પહોંચશે. આ ટ્રેનમાં સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચનો સમાવેશ થાય છે.

વાપી-ભાગલપુર-રતલામ સ્પેશિયલઃ
વાપી-ભાગલપુર સ્પેશિયલ (09061) 22 એપ્રિલ, 2024 સોમવારના રોજ રાતે 11 વાગે વાપીથી ઉપડશે અને બુધવારે 12.45 કલાકે ભાગલપુર પહોંચશે. તેવી જ રીતે ભાગલપુર-રતલામ સ્પેશિયલ (09062) 24 એપ્રિલ, 2024 બુધવારના રોજ બપોરે 3.45 વાગે ભાગલપુરથી ઉપડશે અને શુક્રવારે રાતે 10-30 વાગે રતલામ પહોંચશે. આ ટ્રેનમાં સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ સામેલ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button