મનોરંજન

તારા સુતરીયાના હોટ લુકે ચાહકોને મોહી લીધા

હાલ ભલે નેશનલ ક્રશનો ખિતાબ રશ્મીકા મંદાના પાસથી છીનવાઇને તૃપ્તી ડિમરી પાસે ગયો હોય, પરંતુ નેશનલ ક્રશનો ખિતાબ એક સમયે પોતાને સર કરનારી તારા સુતરીયા હાલ પોતાના નવા લુકને લઇને ચર્ચામાં છે અને તેના ફેન્સ તેના આ લુકને જોઇને તેના વધુ કાયલ બની ગયા છે. ‘સ્ટુડન્ટ ઑફ ધ યર-2’થી પોતાના કરિઅરની શરૂઆત કરનારી તારાએ હાલમાં જ પોતાના લેટેસ્ટ લુકના ફોટો સોશિયલ મીડિયા સાઇટ પર પોતાના એકાઉન્ટ ઉપર મૂક્યા હતા, જે ગણતરીની મીનિટોમાં વાયરલ થઇ ગયા હતા.

ઇન્સ્ટાગ્રામ પર મૂકવામાં આવેલા તારાના ફોટો જોઇને તેના ચાહકો તેની તુલના ચંદ્રમા સાથે કરી રહ્યા છે અને આ ફોટા પોતાની સ્ટોરીમાં મૂકી રહ્યા છે અને શેર પણ કરી રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ પર તારા ખૂબ જ એક્ટિવ હોય છે અને તે અવારનવાર પોતાના ફોટો ઉપરાંત પોતાના લાઇફની અન્ય અપડેટ્સ પણ તેના પર મૂકતી હોય છે. તારાના ઇન્સ્ટાગ્રામ પર 86 લાખ કરતાં વધુ ફોલોઅર્સ છે.

હાલમાં તારાએ જે ફોટો અપલોડ કર્યો તેમાં તે ખૂબ જ સ્ટાઇલીશ દેખાઇ રહી છે. બ્લેક રંગના ડ્રેસમાં ક્લોઝ-અપ ફોટોમાં તારાના વાળ પણ અલગ અંદાજમાં દેખાઇ રહ્યા છે જે તે ઘણી જ ખૂબસૂરત દેખાઇ રહી છે. તેણે ફ્રિંજ હેરસ્ટાઇલ રાખી છે અને પોતાની કાતિલ આંખોથી સીધી કેમેરાના લેન્સમાં જોઇ રહી છે. આ જ મારકણી અદાએ તેના ચાહકોને મોહી લીધા અને તેની સરખામણી ખૂબસૂરત ચાંદ સાથે કરી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button