કોલકાત્તા: ઇન્ડિયન પ્રીમીયર લીગમાં (IPL 2024)માં આજે બપોરે કોલકાત્તા નાઈટ રાઈડર્સ (KKR) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) વચ્ચે રસપ્રદ મુકાબલો રહ્યો હતો. આ મેચમાં કેકેઆર એક રનથી જીત્યું હતું. જોકે આ મેચમાં એવું કંઈક બન્યું કે આરસીબીનો બેટર વિરાટ કોહલી અમ્પાયર પર ગુસ્સે થઈ ગયો હતો, જ્યારે તેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાઇરલ પણ થયો હતો.
કેકેઆરના 223 રનના ટાર્ગેટને ચેઝ કરવા આવેલી આરસીબીના ઓપનર વિરાટ કોહલી અને ફાફ ડૂપ્લેસી ક્રિઝ પર આવ્યા હતા અને જોરદાર ફટકારબાજીથી રન બનાવવાની શરૂઆત કરી હતી, પણ કેકેઆરના હર્ષિત રાણાની બૉલિંગમાં વિરાટ કોહલી આઉટ થઈ ગયો હતો.
આ પણ વાંચો: 2024ની પહેલી સુપરઓવર થતા રહી ગઈ, ફોટોફિનિશમાં કોલકાતાનો દિલધડક વિજય
આ વિકેટ માટે વિરાટે રિવ્યૂ લીધો હતો અને અમ્પાયરે પણ તેને આઉટ આપ્યો હતો. હવે આ આઉટને લઈને સોશિયલ મીડિયા પર નવો વિવાદ સર્જાયો છે અને લોકો પર અમ્પાયરના નિર્ણયની ટીકા કરી હતી.
હર્ષિત રાણાએ કોહલીને કમરની ઉપર બૉલ નાખ્યો હતો. આ બૉલને ઓન સાઈડ પર મારવાનો પ્રયત્ન કરતાં બૉલ બેટના ઇન્સાઈડ એજ પર લાગીને સીધો હર્ષિતના હાથમાં કેચ ગયો હતો. ત્યાર બાદ કોહલીએ તરત જ રિવ્યૂ માગ્યો હતો.
આ રિવ્યૂમાં જોવા મળ્યું હતું કે બૉલ કોહલીના કમરની ઉપર ગયો હતો, જેથી તેને નો બૉલ આપવો જોઈતો હતો, પણ ટીવીના અમ્પાયરે બૉલને મારતી વખતે કોહલી ક્રિઝની બહાર આવ્યો હતો એટલે તેને આઉટ આપ્યો હતો.
અમ્પાયરના આ નિર્ણયથી કોહલી નારાજ હતો અને આરસીબીનો કેપ્ટન ફાફ ડૂપ્લેસી પણ નારાજ આ નિર્ણયથી નારાજ થયો હતો. સોશિયલ મીડિયા પર કોહલીને આઉટ આપ્યા પછી લોકોએ મિક્સ રિએક્શન આપ્યું હતું.
અમુક લોકોએ અમ્પાયરના નિર્ણયને ખોટો બતાવ્યો હતો તો કેટલાકે સાચો. કોહલીએ સાત બૉલમાં એક ફોર અને બે સિક્સ ફટકારી 18 રન બનાવી આઉટ થયો હતો, જોકે પવેલિયન જતી વખતે કોહલી પોતાની બેટ પછાડતો પણ જોવા મળી રહ્યો છે.