પ્રિયંકા ચોપરા આ કારણે મેટ ગાલામાં ભાગ નહીં લઈ શકે…
ન્યૂ યોર્ક: બોલીવુડથી હોલીવુડ સુધીની સફર કાપવા ઉપરાંત હોલીવુડની વહુરાણી બનીને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતને ખ્યાતિ અપાવતી પ્રિયંકા ચોપરા (પીસી)ની સ્ટાઇલના તો કરોડો લોકો કાયલ છે. છોકરાઓ જ નહીં છોકરીઓ પણ તેના સ્ટાઇલ સ્ટેટમેન્ટ પાછળ ઘેલી છે. જોકે, તેમાં પણ એવૉર્ડ સમારંભમાં અને ખાસ કરીને ઇન્ટરનેશનલ ઇવેન્ટ્સમાં પ્રિયંકા ચોપરા શું પહેરીને આવે છે તેના ઉપર પ્રિયંકાના ફેન્સ ઉપરાંત ફેશન જગતનું ધ્યાન ચોક્કસ હોય છે.
મેટ ગાલા ઇવેન્ટ તે ગોલ્ડન ગ્લોબ એવૉર્ડથી થોડું જ ઓછું મહત્ત્વ ધરાવે છે અને તેમાં પણ તમામ સેલિબ્રિટીઓ પોતાની અદાઓનો જલવો પાથરે છે, જેમાં દર વખતે પ્રિયંકા ચોપરા પણ અચૂક જોવા મળે છે. જોકે, આ વર્ષે પ્રિયંકા ચોપરા મેટ ગાલા 2024માં પ્રિયંકા સહભાગી નહીં થઇ શકે તેવા સમાચાર વહેતા થયા છે.
આ પણ વાંચો : આ Bollywood Actorએ કર્યા પત્ની અને બાળકો સાથે રામ લલ્લાના દર્શન…
આ વર્ષે છઠ્ઠી મેના રોજ મેટ ગાલા ઇવેન્ટ ન્યૂ યોર્ક ખાતે યોજાવાનો છે અને એક ઇન્ટરવ્યૂમાં પ્રિયંકાને આ વિશે પૂછવામાં આવતા તે તેમાં સહભાગી ન થવાની હોવાનું જણાવ્યું હતું.
આ પાછળનું કારણ જણાવતા પ્રિયંકાએ કહ્યું હતું કે પોતે એક ફિલ્મ કરી રહી છે અને તેના શૂટિંગમાં તે ખૂબ જ વ્યસ્ત છે. જેના કારણે આ વખતે તે મેટ ગાલામાં ભાગ નહીં થઇ શકે. જોકે મેટ ગાલામાં ઝેન્ડાયા શું પહેરીને આવે છે તે જોવા માટે ખૂબ જ ઉત્સુક હોવાનું પ્રિયંકાએ જણાવ્યું હતું.
આ વર્ષે મેટ ગાલાની થીમ ‘સ્લિપિંગ બ્યૂટી: રિવેકીંગ ફેશન’ છે અને તેનો ડ્રેસ કોડ ‘ધ ગાર્ડન ઑફ ટાઇમ’ રાખવામાં આવ્યો છે. જોકે, ચાહકો એ જાણવા ઉત્સુક છે કે પ્રિયંકા આ ઇવેન્ટમાં હાજર રહી હોત તો તેણે શું પહેર્યું હોત.