આ Bollywood Actorએ કર્યા પત્ની અને બાળકો સાથે રામ લલ્લાના દર્શન…
જ્યારથી અયોધ્યા ખાતે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે ત્યારથી જ તમામ મોટી મોટી હસ્તીઓ અને સેલિબ્રિટીઓ પણ અયોધ્યામાં આવેલા રામ મંદિર પહોંચી રહ્યા છે રામ લલ્લાના દર્શન કરવા માટે. સેલેબ્સ સોશિયલ મીડિયા પર રામ લલ્લાના દર્શન કર્યા બાદ ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરતાં હોય છે.
હમણાં થોડાક દિવસ પહેલાં ભારતની મુલાકાતે આવેલી દેસી ગર્લ પ્રિયંકા ચોપ્રા પણ પતિ નિક અને દીકરી માલતી સાથે અયોધ્યા મંદિર પહોંચી હતી. હવે વધુ એક બોલીવૂડ એક્ટર પોતાના બે દીકરા અને પત્ની સાથે રામ લલ્લાના દર્શન કરવા પહોંચ્યા હતા. એક્ટર છે Riteish Deshmukh. Riteish Deshmukh તેની પત્ની જેનેલિયા ડિસોઝા-દેશમુખ અને દીકરાઓ સાથે અયોધ્યા પહોંચ્યો હતો.
પોતાના ફેવરેટ સ્ટારને અયોધ્યામાં રામ લલ્લાના દર્શન કરતાં જોઈને ફેન્સ ખૂબ જ ખુશ થઈ ગયા હતા. રિતેશ અને તેનો પરિવાર આશરે 20 મિનિટ સુધી મંદિરમાં રહ્યો હતો અને સોશિયલ મીડિયા પર તેમના ફોટો અને વીડિયો પણ વાઈરલ થઈ રહ્યા છે. ફેન્સ આ ફોટો અને વીડિયો જોઈને સતત તેના પર લાઈક્સ અને કમેન્ટનો વરસાદ વરસાવી રહ્યા છે.
Riteish Deshmukhને સપરિવાર અયોધ્યા પહોંચેલા જોઈને ફેન્સ અને ભક્તોની ભીડે જયશ્રી રામના નારા લગાવવાનું શરૂ કરી દીધું હતું. Riteish Deshmukh અને જેનેલિયાએ મંદિરના પૂજારી સંતોષ તિવારીની મુલાકાત પણ લીધી હતી. પૂજારીએ બંને જણનું સ્વાગત કરીને એમને રામનામી ભેટમાં આપી હતી.
અયોધ્યા મુલાકાત સમયે Riteish Deshmukhએ પીળો કુર્તો પહેર્યો હતો, જ્યારે જેનેલિયાએ સફેદ રંગના સલવાર-કમીઝ પહેર્યા હતા. બંને બાળકોએ સફેદ રંગના કુર્તા પાયજામા પહેર્યા હતા. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો Riteish Deshmukh ટૂંક સમયમાં જ ફિલ્મ રેડ ટુ, કાકુડા અને વિસ્ફોટમાં જોવા મળશે. આ તમામ ફિલ્મોની રિલીઝ માટે Riteish Deshmukhના ફેન્સ એકદમ ઉત્સાહિત છે.