લોકસભાની ચૂંટણીમાં વિપક્ષને પચાસ ટકા કરતા વધુ બેઠક મળવાનો શરદ પવારનો દાવો
મુંબઈ: લોકસાભાની ચૂંટણીમાં વિપક્ષની મહાવિકાસ આઘાડી (એમવીએ)ના એક પછી એક મોટા નેતાઓ મહાયુતિમાં સામેલ થઇ રહ્યા છે અને તેમની તાકાત ઘટી રહી છે તેવામાં એનસીપી (રાષ્ટ્રવાદી કૉંગ્રેસ-શરદચંદ્ર પવાર)ના વડા શરદ પવાર દ્વારા મોટો દાવો કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર ઉપરાંત દેશભરમાં ઓછામાં ઓછી પાંચથી છ જગ્યાએ વિપક્ષને 50 ટકા કરતાં વધુ બેઠકો મળશે, તેમ પવારે કહ્યું છે.
પવારે લોકસભાની ચૂંટણીના પરિણામો વિશે વાત કરતા કહ્યું હતું કે મહારાષ્ટ્ર હોય કે પછી દેશ, પાંચથી છ જગ્યાએ વિપક્ષને પચાસ ટકા કરતાં વધુ બેઠક પર જીત મળે તો મને આશ્ચર્ય નહીં થાય. દેશમાં મોદીનો કરિશ્મા હવે દેખાઇ નથી રહ્યો.
ALSO READ: શરદ પવારે અયોધ્યા મુદ્દે નિવેદન આપતા સર્જાયો વિવાદ, ભાજપે આપ્યો જવાબ
તેમણે પક્ષ છોડી તેમ જ એનસીપીનું ચૂંટણી ચિહ્ન અને ખરું નામ મેળવનારા પોતાના ભત્રીજા અજિત પવાર વિશે પણ કહ્યું હતું કે ઇડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) અને સીબીઆઇ (સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન)ની કાર્યવાહીથી ડરીને લોકો પક્ષ છોડીને ચાલ્યા ગયા છે અને આ બંને સંસ્થાઓનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. પક્ષના બે ફાંટા પાડીને સત્તામાં આવનારાને લોકો પસંદ નથી કરતા.
શરદ પવારે સૂર્યકાંત પલાંડેની મજાક ઉડાવી…
શરદ પવારે શિરુરના વિધાનસભ્ય સૂર્યકાંત પલાંડેને હાથ ઉપર પડેલા કોઢ વિશે મજાક ઉડાડી ત્યાર બાદ વંચિત બહુજન આઘાડી (વીબીએ)ના રદ કરવામાં આવેલા ઉમેદવાર મંગલદાસ બાંદલે શરદ પવારની ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે તમે બધાના વિશે બોલો છો તમારા વિશે કોઇ નથી બોલતું કે? દિલીપ ઢમઢેરે તમારા વિધાનસભ્ય હતા અને તેમનો પગ તૂટી ગયો હતો. શરદ પવારે કહ્યું કે ટેકો આપવો હોય તો બંને પગે આપો દોઢ પગે નહીં. તમારા રોગ વિશે કોઇએ ક્યારેય કંઇ નથી કહ્યું. તમારી કિંમત યશવંતરાવ ચવ્હાણની કિંમત છે એ ધ્યાનમાં રાખો.
તમને જ્યારે બીમારી થઇ ત્યારે મહારાષ્ટ્રના કોઇએ તેની મજાક નથી ઉડાવી, કારણ કે યશવંતરાવની પેઢી હજી કાયમ છે. જોકે આ વાતથી ગુસ્સે ભરાયેલા રોહિત પવારે કહ્યું કે જો બાંદલ નામનો વ્યક્તિ મારી સામે હોત તો તેને મારવાની મારી ઇચ્છા હતી