IPL 2024સ્પોર્ટસ

2024ની સીઝનમાં શ્રેયસની પહેલી હાફ સેન્ચુરી

બેન્ગલૂરુને 223 રનનો એનો નવો હાઇએસ્ટ રન-ચેઝ મેળવવા કોલકાતાનો પડકાર

કોલકાતા: કૅપ્ટન શ્રેયસ ઐયરે આ સીઝનમાં પહેલી હાફ સેન્ચુરી (50 રન, 36 બૉલ, એક સિક્સર, સાત ફોર) ફટકારી એ સાથે કોલકાતા નાઇટ રાઇડર્સને 222/6નો ઊંચો સ્કોર મળ્યો જેને પગલે આ ટીમ રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુ (આરસીબી)ને 223 રનનો પડકારરૂપ ટાર્ગેટ આપી શકી હતી. શ્રેયસના અગાઉની છ મૅચના સ્કોર્સ આ મુજબ હતા: 0, 39, 18, 34, 38 અને 11.

કોલકાતાએ બૅટિંગ મળ્યા બાદ શરૂઆત સારી કરી હતી, પણ 56મા રને ફિલ સૉલ્ટ (48 રન, 14 બૉલ, ત્રણ સિક્સર, સાત ફોર)ની પ્રથમ વિકેટ પડ્યા બાદ 100 રન સુધીમાં બીજી ત્રણ વિકેટ (નારાયણ-10, અંગક્રિશ-3, વેન્કટેશ-16) પડી ગઈ હતી. એ ચારમાંથી બે વિકેટ યશ દયાલે તેમ જ એક-એક વિકેટ મોહમ્મદ સિરાજ અને
કૅમેરન ગ્રીને લીધી હતી. દયાલે બન્ને વિકેટ (નારાયણ, અંગક્રિશ) પાવરપ્લેની છેલ્લી ઓવરમાં લીધી હતી.

ALSO READ: કોલકાતા હાર્યા પછી કૅપ્ટન શ્રેયસને 12 લાખ રૂપિયાનું નુકસાન

100 રન સુધીમાં ચાર વિકેટ પડ્યા પછી પણ શ્રેયસ ક્રીઝ પર જ ટક્યો હતો અને રિન્કુ સિંહ (24 રન, 16 બૉલ, એક સિક્સર, બે ફોર), આન્દ્રે રસેલ (27 અણનમ, 20 બૉલ, ચાર ફોર) અને રમણદીપ સિંહ (24 અણનમ, નવ બૉલ, બે સિક્સર, બે ફોર) બાકી હતા એટલે કોલકાતાને મોટું ટોટલ મળી શકે એમ હતું અને એવું જ થયું. 40 રન, 42 રન અને 43 રનની સાધારણ, પરંતુ ઉપયોગી ભાગીદારીઓ થઈ એટલે કોલકાતાની ટીમ બેન્ગલૂરુની અસરદાર બોલિંગ છતાં 222/6ના સન્માનજનક સ્કોર સાથે ખુશ હતી. બેન્ગલૂરુને 223 રનનો એનો નવો હાઇએસ્ટ રન-ચેઝ મેળવવાનો પડકાર મળ્યો હતો.


બેન્ગલૂરુના યશ દયાલ અને કૅમેરન ગ્રીને બે-બે વિકેટ તેમ જ સિરાજ અને ફર્ગ્યુસને એક-એક વિકેટ લીધી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button