આમચી મુંબઈમહારાષ્ટ્ર

ફોન કોલ પર Lawrence Bishnoiનું નામ આવતાં જ Mumbai Police Alert Mode પર…

મુંબઈઃ Actor Salman Khanના બાંદ્રા ખાતે આવેલા Galaxy Apartment પર ગોળીબારની ઘટના તાજી છે ત્યાં મુંબઈ પોલીસને Lawrence Bishnoiની ગેન્ગના માણસો દાદર રેલવે સ્ટેશન પર આવી રહ્યો હોવાનો ફોન આવતા મુંબઈ પોલીસ એલર્ટ થઈ ગઈ હતી. શુક્રવારે મોડી રાતે પોલીસ કન્ટ્રોલ રૂમને આવેલા અજાણ્યા કોસને કારણે પોલીસ તંત્ર સતર્ક થઈ ગયું હતું.

મુંબઈ પોલીસના મુખ્ય નિયંત્રણ કક્ષે શુક્રવારે મધરાતે એક અજ્ઞાત વ્યક્તિ દ્વારા ફોન કરવામાં આવ્યો હતો. વ્યક્તિએ ફોન પર કોલ કરીને દાદર રેલવે સ્ટેશન પર Lawrence Bishnoiગેન્ગના ગુંડા સવારે 10 વાગ્યે આવવાના હોવાની માહિતી આપી હતી. આ સિવાય આ ગુંડાએ લાલ કલરનો શર્ટ પહેર્યો હશે, એવી માહિતી પણ કોલરે આપી હતી.

આપણ વાંચો: Lawrence Bishnoi: કચ્છમાં લોરેન્સ બિશ્નોઈનું સ્લીપર સેલ કાર્યરત છે? જાણો શું કહ્યું ગુજરાત પોલીસે

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને દાદર રેલવે પોલીસ, દાદર પોલીસ, શિવાજી પાર્ક પોલીસ, ભોઈવાડા પોલીસને આ ફોન કોલની માહિતી આપીને સતર્ક રહેવાની ભલામણ કરી હતી. પરંતુ તપાસમાં એવું કંઈ ન મળતાં પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં Lawrence Bishnoiના નામે સલમાન ખાનના ઘરે ઓલા કેબ બુક કરીને મોકલનાર 20 વર્ષીય યુવકની પોલીસે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદથી અટક કરી હતી. આ યુવકની ઓળખ રોહિત ત્યાગી તરીકે કરવામાં આવી હતી.

રોહિત ત્યાગી નામના યુવકે Lawrence Bishnoiના નામે કાર બુક કરીને સલમાન ખાનના બાંદ્રા ખાતે આવેલા એપાર્ટમેન્ટ પર મોકલી આપી હતી. આ પ્રકરણે પોલીસે તેને કસ્ટડી ફટકારી હતી અને પુછપરછમાં તેણે મશ્કરીના હેતુથી આવું કર્યું હોવાની માહિતી આપી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે… Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા…