નેશનલ

Kerala Expressનો વીડિયો શેર કરી રાહુલ ગાંધીએ સરકારને લીધી આડે હાથ

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2024 માટે બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલે યોજાશે. આ તબક્કામાં કેરળની તમામ 20 સીટો પર મતદાન થશે. વોટિંગના પાંચ દિવસ પહેલા વાયનાડના કોંગ્રેસના સાંસદ અને ઉમેદવાર રાહુલ ગાંધી (Rahul Gandhi) એ પોતાના એક્સ હેન્ડલથી નવી દિલ્હીથી તિરુવનંતપુરમ જતી કેરળ એક્સપ્રેસ ટ્રેનનો વીડિયો શેર કરીને મોદી સરકાર (Modi Government)પર આકરા પ્રહારો કર્યા છે. આ વીડિયો જોઈને કોઈને પણ વિચાર થાય તેવું છે. દેશમાં રેલવેની માગ પ્રમાણે સેવાઓ ન હોવાથી આ એક ટ્રેનની નહીં મોટા ભાગની ટ્રેનમાં આવા દશ્યો જોવા મળે છે. વીડિયોમાં કેટલાક લોકો ટ્રેનના એસી કોચમાં ટોયલેટ પાસે પડેલા જોવા મળે છે.

વીડિયો શેર કરતા રાહુલ ગાંધીએ કેપ્શનમાં લખ્યું કે, નરેન્દ્ર મોદીના શાસનમાં ટ્રેનની મુસાફરી સજા બની ગઈ છે. સામાન્ય માણસની ટ્રેનોમાંથી જનરલ કોચ ઘટાડીને માત્ર ચુનંદા ટ્રેનોને જ પ્રોત્સાહન આપતી મોદી સરકાર દ્વારા દરેક વર્ગના મુસાફરોને હેરાન કરવામાં આવી રહ્યા છે. કન્ફર્મ ટિકિટ હોવા છતાં પણ લોકો પોતાની સીટ પર શાંતિથી બેસી શકતા નથી. સામાન્ય માણસને જમીન પર અને શૌચાલયોમાં બેસીને મુસાફરી કરવાની ફરજ પડે છે. મોદી સરકાર પોતાની નીતિઓથી રેલ્વેને નબળી બનાવીને નબળી સાબિત કરવા માંગે છે, જેથી તેને તેના મિત્રોને વેચવાનું બહાનું મળી શકે. જો સામાન્ય માણસની સવારી બચાવવી હોય તો રેલવેને બરબાદ કરવામાં લાગેલી મોદી સરકારને દૂર કરવી પડશે.

રાહુલ ગાંધીએ શેર કરેલો વીડિયો કેરળ એક્સપ્રેસમાં મુસાફરી કરી રહેલા એક છોકરાએ શૂટ કર્યો હતો. વીડિયોના અંતમાં છોકરો મલયાલમમાં કહેતો જોઈ શકાય છે કે દિલ્હીથી તિરુવનંતપુરમ જતી કેરળ એક્સપ્રેસની આ હાલત છે. તે જણાવે છે કે ટ્રેનના કોચમાં ભારે ભીડ છે અને કેટલાક મુસાફરો ટોઇલેટમાં બેસીને મુસાફરી કરી રહ્યા છે. ભારે ભીડને કારણે મુસાફરોને ટ્રેનના ફ્લોર પર બેસીને મુસાફરી કરવાની ફરજ પડે છે અને એક બીજાની ઉપર બેસીને જોવા મળે છે. છોકરો કહે છે કે એસી કોચમાં જેમની પાસે ટિકિટ છે તેઓ પણ પોતાની સીટ પર બરાબર બેસી શકતા નથી.

અગાઉ પણ આ રીતે મુસાફરોની ફરિયાદોના ટ્વીટ વાયરલ થયા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button