હિન્દુ મરણ
સ્વ. દિવાળીબેન બેચરદાસ આડ ઠક્કર કચ્છ ગામ મોટી ચિરયીવાળાની મોટી વહુ. તે સ્વ. હરીરામના ધર્મપત્ની. તે સ્વ. નર્મદાબેન વાઘજી પોંઆ કચ્છ ગામ, વારાપધ્ધરવાળાની પુત્રી. સ્વ. રમાબેન હરીરામ આડઠક્કર (ઉં. વ. ૭૭) શુક્રવારે તા. ૧૯-૪-૨૪ના મુલુન્ડ મુંબઇ મધ્યે રામશરણ પામેલ છે. તે સ્વ. કનૈયો, તે રાજેશ, મહેશના માતુશ્રી. તે પ્રિતીબહેન, હીનાબેનના સાસુમા. તે સ્વ. મહેન્દ્ર, સ્વ. મેઘજી, ભૂપેન્દ્ર, મહેશ, કિશોર, ગીરીશના મોટા બેન. પ્રાર્થનાસભા તા. ૨૧-૪-૨૪ના રવિવાર મુક્તેશ્ર્વર મહાદેવ મંદિર મુલુંડ, આર. પી. રોડ, મુલુંડ (વેસ્ટ), ૫-૩૦થી ૭. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કપોળ
લુણસાપુર વાળા (જાફરાબાદ) હાલ બેંગલોર શ્રી ઈશ્ર્વરલાલ જમનાદાસ ગોરડીયાના ધર્મપત્ની અ.સૌ. નિર્મળાબેન (ઉં.વ. ૯૨), તા. ૧૬-૪-૨૪ના મંગળવારના શ્રીજીચરણ પામ્યા છે. તે દિપક, સુરભી, જ્યોતિ, ઉષાના માતુશ્રી તથા નયનાના સાસુ. તે હરેશ, નિરંજન મુરારીના સાસુ. શ્રુતીના દાદી. વિવેક, ધવલ, આલોકના નાની. પાંચતલાવડાવાળા છોટાલાલ જમનાદાસ કાણકીયાના દિકરી. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
સોની ગિરનારા પરજીયા
મૂળગામ સમઢીયાળા હાલ કાંદિવલી અ.સૌ. પ્રવિણાબેન પાલા (સોની) (ઉં.વ. ૬૦) તે અશોકભાઈ પ્રાગજીભાઈ પાલા (સોની)ના ધર્મપત્ની. જ્યોતિ, જીગર તથા વિનયના માતુશ્રી. જીગ્નેશકુમારના સાસુ. ઝરણાં તથા શોર્યના નાની. પિયરપક્ષે રાજકોટવાળા સ્વ. પ્રભાબેન હરિભાઈ નાંઢાનાં દીકરી. સ્વ. જયાબેન પ્રાગજીભાઈ પાલાનાં પુત્રવધૂ. તે તા.૧૮/૪/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. સંયુક્ત પ્રાર્થનાસભા તા. ૨૨/૪/૨૪ના ૪ થી ૬. લોહાણા મહાજનવાડી, બીજે માળે, એસ. વિ. રોડ, શંકર મંદિર પાસે, કાંદિવલી વેસ્ટ.
ગામડિયા દરજી
સ્વ. ધનગૌરીબેન ડાહ્યાભાઈ બલસારા (ઉં.વ. ૯૪) તે ૧૬/૪/૨૪નાં શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. ઉમેશભાઈ, સ્વ. જયશ્રીબેન, છાયાબેનનાં માતુશ્રી. હીનાબેન, સુરેશભાઈ, સ્વ. કિશોરભાઈનાં સાસુ. મનીષાબેન તથા ભાવિનભાઈનાં નાની. સમીરભાઈ તથા તેજસભાઈનાં દાદી. પિયરપક્ષે નવસારીવાળા સ્વ. અંબાબેન ભાણાભાઈ ટેલરનાં દીકરી. પ્રાર્થનાસભા ૨૨/૪/૨૪નાં ૪ થી ૬. પિયુષભાઇ દિલીપ ટેલર, બી/૭૦૪, રીંગલ પેરેડાઇઝ સોસાયટી નેમિનાથ ટાવરની સામે, એવેરસાઈન મેડિકલ પાસે, એવરસાઈન સીટી, વસઈ ઈસ્ટ.
ઔદિચ્ય ગોરવાલ બ્રાહ્મણ
પોસાલિયા નિવાસી હાલ ભાયંદર અ.સૌ. મીનાક્ષી ત્રિવેદી (ઉં.વ. ૫૬) તે ૧૭/૪/૨૪નાં અવસાન પામેલ છે. તે મહેન્દ્ર ત્રિવેદીનાં ધર્મપત્ની. પ્રણવ, ગરિમા રોહિત ઓજાનાં માતાજી. સ્વ. ગોદાવરી બાબુલાલજી ત્રિવેદીનાં પુત્રવધૂ. બામનેરા નિવાસી પ્રિયલા મ. પ્રદેશ ગં. સ્વ. પુષ્પાદેવી બાબુલાલ ત્રિવેદીનાં દીકરી. પન્નાલાલ, નંદકિશોર, રામ ગોપાલ, દુર્ગા તથા જયશ્રીના નાનાભાઈના પત્ની. તેમની બંનેપક્ષની પ્રાર્થનાસભા ૨૧/૪/૨૪ના ૫ થી ૭. શ્રી વર્ધમાન સ્થા. જૈન શ્રાવક સંઘ, પાંચમે માળે, પારેખ લેન, એસ વિ રોડ, કાંદિવલી વેસ્ટ.
દશા મોઢ માંડલિયા વણિક
ગં.સ્વ. ઇન્દુમતીબેન મહેતા (ઉં.વ. ૭૭) તે હાલ ભાયંદર ૧૭/૪/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. રમેશચંદ્ર ભગવાનદાસ મહેતાના ધર્મપત્ની. સ્વ. રતિલાલ મહેતાના સુપુત્રી. સ્વ. ભગવાનદાસ રણછોડદાસ મહેતાના પુત્રવધૂ. સ્મિતા, સમીરના માતુશ્રી. જેસલ લોખંડવાલા તથા સીમા મહેતાના સાસુ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ગીરીનારાયણ બ્રાહ્મણ
મુન્દ્રાના સ્વ. સુરેશ જેઠાલાલ વ્યાસના ધર્મપત્ની ગં.સ્વ. પુષ્પાબેન (ઉં.વ. ૭૭) તે સ્વ. જનક ગૌરી નિર્ભયશંકર ઠાકરના પુત્રી. રચના સંજય રાવલ (અમેરીકા)તથા નિધિ માનસ વ્યાસ(મુંબઈ)ના માતુશ્રી. તા. ૧૭/૪/૨૪ના કાંદીવલી મધ્યે શ્રીજીચરણ પામેલ છે. (લૌકિક વ્યવહાર બંધ છે.)
ઘોઘારી મોઢ વણિક
અલમપુર નિવાસી હાલ (ઘાટકોપર) જીતેન્દ્ર મહેતા (ઉં.વ. ૬૯) તા. ૧૯-૪-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. મુક્તાબેન કાંતિલાલ ઉજમશી મહેતાના સુપુત્ર. તે ઇલાબેનના પતિ. તે જય, જાસ્મીનના પિતાશ્રી. હાર્દિક, શ્રદ્ધાના સસરા. દિનેશભાઈ, ભારતીબેન, વર્ષાબેન, મહેશ (રાજુ)ના ભાઈ. પિયરપક્ષ વડાલા નિવાસી સ્વ. લક્ષ્મીચંદ ઓધવજી પરીખના જમાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા લાયન્સ કમ્યુનીટી હોલ, ૯૩-બી, ગારોડિયા નગર, ઘાટકોપર (ઈસ્ટ), તા. ૨૨-૪-૨૪, સોમવાર ૫:૦૦ થી ૬:૩૦.
મોઢ ચાતુર્વેદી ચુથા સમવાય બ્રાહ્મણ
વરતેજ નિવાસી હાલ (ભાયંદર), સ્વ. મંજુલાબેન દિક્ષીત. તા. ૧૯-૪-૨૪ના કૈલાશવાસ થયેલ છે. તેઓ સ્વ. ભરતભાઈ રમણિકલાલ દિક્ષીતના પત્ની. તપન અને દર્શનના માતા અને પ્રિતીબેન તપન દિક્ષીતના સાસુ અને પ્રથમના દાદી અને ભાસ્કરભાઈ, ગિરીશભાઈ અને મમતાબેનના ભાભી. પિયર પક્ષે સ્વ. નાગરદાસ ત્રિવેદીના દીકરી. પ્રાર્થનાસભા: ૨૧-૪-૨૪, રવિવાર ૫ થી ૭ વાગે. કપોળવાડી, ગીતા નગર, ફાટક રોડ, ભાયંદર (પશ્ર્ચિમ).