પીળી સાડીમાં કાતિલાના પોઝ આપીને નેટિઝન્સ પર કહેર વરસાવ્યો આ એક્ટ્રેસે…
ફિલ્મ ઈન્ડસ્ટ્રીની બ્યુટીફૂલ બેબ Esha Gupta અન્ય એક્ટ્રેસની જેમ સોશિયલ મીડિયા પર એક્ટિવ છે અને તે અવારનવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાના ફોટો અને વીડિયો શેર કરતી હોય છે. હાલમાં જ એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર પોતાના પીળા રંગની સાડીમાં ફોટો શેર કર્યા છે. ઈશાના આ ફોટો જોઈને ફેન્સ એકદમ ફ્લેટ થઈ ગયા છે. તમે પણ જો Esha Guptaના ફોટો ના જોયા હોય તો જોઈ લો…
એક્ટ્રેસે હાલમાં સોશિયલ મીડિયા પીળા રંગની બનારસી સાડી પહેરીને કેમેરા સામે કાતિલાના પોઝ આપ્યા છે કે ફેન્સના હોંશ ઊડી ગયા છે. ફોટોમાં ઈશાની સાડી ખૂબ જ સુંદર લાગી રહી છે અને ખાસ વાત તો એ છે આ સાડી ઈશા ગુપ્તાની નાનીની છે.
આ બનારસી સાડી પર સિલ્વર કલરની પહોળી બોર્ડર છે અને પૂરી સાડી પર સિલ્વર કલર મોટિફ બનેલા છે જે આ સાડીના લૂકને પણ ખૂબ જ સુંદર બનાવે છે. આ સુંદર સાડી સાથે ઈશાએ પહોળો મલ્ટિ કલરનો હાર અને ઝૂમકા પહેર્યા છે.
એક્ટ્રેસનો આ હાર એની સાડી સાથે પરફેક્ટલી મેચ થાય છે. કપાળ પર નાનકડી બિંદી અને હેર સ્ટાઈલમાં ઈશાએ બન બનાવ્યો છે. આ ઉપરાંત ઈશા મલ્ટિ કલર સ્ટોનનો કડો અને રિંગ પણ પહેરી છે, જે તેના લૂકને એકદમ સુંદર બનાવે છે.
એક્ટ્રેસે પોતાના ફોટો શેર કરવાની સાથે સાથે કેપ્શનમાં પર એક શાયરી લખી છે અને કેપ્શનમાં જ તેણે રિવીલ કર્યું હતું કે આ સાડી તેની નાનીની છે.