… અને ગુસ્સામાં Dharmendraએ સાચી ગોળીઓ ચલાવી Amitabh Bachchan પર!
હેડિંગ વાંચીને ચોંકી ગયા ને? આ સાથે સાથે જ મનમાં એવો સવાલ પણ ઉપસ્થિત થયો હશે કે આખરે એવી તે શું મજબૂરી આવી ગઈ કે બોલીવૂડના હીમેન તરીકે ઓળખાતા દિગ્ગજ અભિનેતા Dharmendraએ ઈન્ડસ્ટ્રીના Mega Star Amitabh Bachchan પર ગોળીઓ ચલાવવી પડે? ચાલો આજે તમને આ અનોખા રસપ્રદ કિસ્સા વિશે જણાવીએ…
કિસ્સો છે 1975માં આવેલી ફિલ્મ રમેશ સિપ્પીની ફિલ્મ Sholay હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઈતિહાસની આઈકોનિક ફિલ્મ છે. ફિલ્મપ્રેમીઓએ અનેક વખત આ ફિલ્મ જોઈ છે અને તેમ છતાં આજે પણ ફિલ્મરસિયાઓ એટલા જ ઈન્ટરેસ્ટથી આ ફિલ્મ જુએ છે. આ ફિલ્મ સાથે સંકળાયેલી સ્ટાર કાસ્ટની ગણતરી ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ કલાકારોમાં થાય છે અને આ ફિલ્મ બાદ જ બિગ બીને સુપર સ્ટારનો ટેગ મળ્યો હતો.
શોલેની શૂટિંગ અઢી વર્ષ સુધી ચાલી હતી અને આ દરમિયાન અનેક એવી ઘટનાઓ કે કિસ્સાઓ બન્યા છે જેના વિશે આજે પણ લોકોને પૂરતી જાણકારી નથી. આવો જ એક કિસ્સો છે ગુસ્સામાં ધર્મેન્દ્રનો અમિતાભ બચ્ચન પર અસલી ગોળીઓ ચલાવવાનો. આવો તમને એ રોચક કિસ્સા વિશે જણાવીએ…
કિસ્સો ફિલ્મના ક્લાઈમેક્સ સીન સંબંધિત છે. શોલેના અંતિમ સીનમાં ગબ્બરના માણસો અને ઠાકુરના સાથીઓ વચ્ચે જે ઘમાસણ લડાઈ થાય છે અને આ સીનની રિયલ દેખાડવા માટે રમેશ સિપ્પીએ સેટ પર થોડી અસલી ગોળીઓ પણ મંગાવી હતી અને આ ગાળીઓ કેટલાક ખાસ સીનમાં ઉપયોગમાં લેવાની હતી. શોલે ક્લાઈમેક્સમાં ધર્મેન્દ્ર પર એક સીન ફિલ્માવવાનો હતો અને એમાં નકલી ગોળીઓ બંદૂકમાં ભરીને ચલાવવાની હતી.
શોલેનો જ્યારે આ સીન શૂટ કરાઈ રહી હતી ત્યારે સીન પરફેક્ટ શૂટ નહોતો થઈ શક્યો. એવામાં ધર્મેન્દ્ર પાસેથી આ સીન 2-3 વખત કરાવવામાં આવ્યો હતો, પણ રમેશ સિપ્પી ખાસ કંઈ ખુશ નહોતા દેખાઈ રહ્યા. આવી પરિસ્થિતિમાં ધર્મેન્દ્ર ખૂબ જ ગુસ્સામાં આવી ગયા હતા. ડિરેક્ટરે એમની પાસે વધુ એક વખત સીન કરાવવાનું વિચાર્યું. જ્યારે ચોથી વખત ડિરેક્ટરે વધુ એક વખત એક્શન કહ્યું નારાજ થયેલાં ધર્મેન્દ્રએ ભૂલથી ગુસ્સામાં પાસે રાખેલી અસલી ગોળીઓ બંદૂકમાં ભરીને અમિતાભ બચ્ચન પર ચલાવી દીધી હતી.
અમિતાભ બચ્ચનની ખુશનસીબી હતી કે ધર્મેન્દ્રનો નિશાનો ખરાબ હતો અને શૂટિંગ દરમિયાન ચાલેલી અસલી ગોળીએ બિગ બીના કાન પાસેથી પાસ થઈ ગઈ અને તેઓ મરતાં મરતાં બચી ગયા હતા. શોલે ફિલ્મના આ કિસ્સા વિશે બિગ બીએ ખુદ તેમના ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિના સેટ પર શેર કર્યો હતો.