આમચી મુંબઈ
1.36 કરોડનું ડ્રગ્સ પકડાયું: સાત જણની ધરપકડ
મુંબઈ: મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના એન્ટિ નાર્કોટિક્સ સેલના (એએનસી)સ્ટાફે મલાડ, કુર્લા અને વસઇ-વિરારથી રૂ. 1.36 કરોડની કિંમતનું ડ્રગ્સ પકડી પાડીને સાત જણની ધરપકડ કરી હતી.
એએનસીના કાંદિવલી યુનિટના અધિકારીઓએ શુક્રવારે મલાડ અને વસઇ-વિરારથી ચાર જણને ઝડપી પાડીને તેમની પાસેથી રૂ. 1.24 કરોડનું હેરોઇન જપ્ત કર્યું હતું. આરોપીઓએ આ ડ્રગ્સ ક્યાંથી મેળવ્યું હતું અને તે કોને વેચવાના હતા તેની તપાસ કરાઇ રહી છે.
દરમિયાન વરલી યુનિટનો સ્ટાફ શનિવારે કુર્લા પશ્ર્ચિમમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે તેમની નજર ત્રણ શખસ પર પડી હતી, જેમની હિલચાલ શંકાસ્પદ જણાતાં તેમને તાબામાં લેવાયા હતા. તેમની તલાશી લેવાતાં રૂ. 12 લાખનો ગાંજો મળી આવ્યો હતો. આથી ત્રણેય વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેમની ધરપકડ કરવામાં આવી હતી.
Taboola Feed