સુરત બેઠક પર કોકડું ગુંચવાયું, કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ અંગે ભાજપે કરી ફરિયાદ
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પ્રચાર પડઘમ ચાલી રહ્યા છે, ત્યારે રાજ્યમાં તમામ પક્ષોના ઉમેદવારો તેમનું નામાંકન પત્ર ભરી રહ્યા છે. જેમ કે સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ સામે ભાજપ તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. નિલેશ કુંભારણીના ટેકેદારો પૈકી ત્રણ ટેકેદારોએ એફિડેવિટ કરીને કહ્યું કે, અમારી સિગ્નેચર નથી. ભાજપ ઉમેદવારના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ વાંધો ઉઠાવ્યો હતો.
હવે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ સામે પ્રશ્નાર્થ ઉઠ્યો છે. જોકે, કલેક્ટરે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીને એક દિવસનો સમય આપવામાં આવ્યો છે. બીજી તરફ આ મામલે કુંભાણીએ પણ હાઈકાર્ટમાં જવાની તૈયારી પણ દર્શાવી છે.સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ નિલેશ કુંભારણીના ટેકેદારો ફરી ગયા છે.
ભાજપના ઉમેદવારના ચૂંટણી એજન્ટ અને પૂર્વ ડેપ્યુટી મેયર દિનેશ જોધાણીએ આ અંગે સુરતના ઇલેક્શન કમિશનમાં ફરિયાદ કરી છે, દિનેશ જોધાણીએ કોંગ્રેસના ઉમેદવારના ત્રણ ટેકેદાર સામે ફરિયાદ કરી છે. કોંગ્રેસના ટેકેદાર રમેશ પોલરા, ધ્રુવીત કામેલીયા અને જગદીશ સાવલિયા છે. જગદીશ સાવલિયા અને કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી સાળા-બનેવીસાળા-બનેવી છે.
આપણ વાંચો: લોકસભા ચૂંટણી: ગુજરાત અને યુપી માટે કોંગ્રેસને સક્ષમ ઉમેદવાર મળી રહ્યાં નથી, જાણો શું છે કારણ?
કોંગ્રેસના ત્રણેય ટેકેદારોએ દરખાસ્ત મુદ્દે વિપરિત નિવેદન આપ્યા છે. નિલેશ કુંભાણીના ડમી ઉમેદવાર તરીકે સુરશભાઈ પડસાળાએ ફોર્મ ભર્યું છે. હવે જો કુંભાણીનું ફોર્મ રદ થાય તો ડમી ઉમેદવાર સુરત બેઠક પરથી કોંગ્રેસ તરફથી લડી શકે છે.
ઉલ્લેખનિય છે કે નિલેશ કુંભાણી ખાસ કરીને વરાછા રોડ, કતારગામ વિસ્તારમાં ખૂબ જાણીતું નામ છે. બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા નિલેશ કુંભાણી પાટીદાર સમાજમાં પણ લોકપ્રિય ચહેરો છે. જો કે કોંગ્રેસે સુરતમાં સૌરાષ્ટ્રવાસી મતદારોને ધ્યાનમાં રાખીને જ તેમની પસંદગી કરવામાં આવી હોય તેવું રાજકીય નિષ્ણાતો માની રહ્યા છે. તેઓ 2015 થી 2020 સુધીની સમયગાળા દરમિયાન ભાજપના કોર્પોરેટરોના ઉમેદવારોને હરાવી કોંગ્રેસમાંથી કોર્પોરેટર પણ બન્યા હતા. વિધાનસભાની ચૂંટણીમાં કામરેજ બેઠક પરથી તેમનો પરાજય થયો હતો.
સુરત લોકસભા બેઠક ઉપર કુલ 24 ફોર્મ ભરાયા છે. જેમાં ભાજપ અને કોંગ્રેસની સાથે બહુજન સમાજ પાર્ટી, સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી, અખિલ ભારત હિન્દુ મહાસભા, ગ્લોબલ રીપબ્લિકન પાર્ટીન, લોગ પાર્ટી, બહુજન રીપ્લબિકન સોશિયલિસ્ટ પાર્ટી અને ચાર અપક્ષમાંથી ફોર્મ ભરાયા છે.