IPL 2024મનોરંજનસ્પોર્ટસ

પૂજા મુઝે ભી ઐસા હેર સ્ટાઈલ ચાહિયે… કોની હેર સ્ટાઈલનો દિવાનો થયો Sharukh Khan?

IPL-2024માં KKRનું પ્રદર્શન અત્યાર સુધી ખૂબ જ શાનદાર રહ્યું છે અને ટીમના માલિક પણ અને બોલીવૂડના કિંગખાન એટલે કે Sharukh Khan પણ પોતાની ટીમને સપોર્ટ કરવા માટે અને દરેક મેચ જોવા સ્ટેડિયમ પહોંચી રહ્યા છે. કિંગખાન તરીકે ફેન્સના દિલો પર રાજ કરનાર Sharukh Khanની ફેનફોલોઈંગ દમદાર છે પણ હાલમાં જ કંઈક એવું બન્યું હતું કે જેની ચર્ચા ચારેબાજુ થઈ રહી છે.

વાત જાણે એમ છે કે મેચ પૂરી થયા બાદ Sharukh Khan પોતાની ટીમના ખેલાડીઓને મળે છે અને એમની સાથે શેક હેન્ડ કરે છે. આ જ દરમિયાન તે લેગ સ્પિનર Suyash Sharmaને મળ્યો અને Sharukh Khanને સુયશ શર્માની હેરસ્ટાઈલ ખૂબ જ ગમી ગઈ હતી. Sharukh Khanએ સુયશ શર્મા સાથે વાત કરતાં કરતાં જ પોતાની મેનેજર અને મિત્ર Pooja Dadlaniને બોલાવી અને કહ્યું કે મને પણ આવી હેરસ્ટાઈલ જોઈએ છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર થઈ રહ્યો છે.

સુયશ શર્માની વાત કરીએ તો સુયશ શર્મા પણ શાહરુખ ખાનની જેમ જ એકદમ સ્ટાઈલિશ છે અને એક સમયે તે લાંબા વાળ રાખતો હતો. પણ હવે સુયશે પોતાનો લૂક બદલ્યો છે અને તેણે હેરકટ કરાવ્યા છે. સુયશ શર્માને આ વર્ષે અત્યાર સુધીમાં એક જ મેચમાં ચાન્સ આપવામાં આવ્યો છે અને એમાં પણ તે ખાસ કંઈ પર્ફોર્મ કરી શક્યો નહોતો.

અત્રે ઉલ્લેખનીય છે કે IPL-2024માં KKR પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે અને શાહરૂખ ખાનની આ ટીમે પાંચમાંથી ચાર મેચ જિતીને પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button