આમચી મુંબઈમહારાષ્ટ્ર

Mumbai-Pune Express way પર પ્રવાસ કરો છો? તો પહેલાં આ જાણી લો…

મુંબઈઃ Mumbai-Pune Express Wayએ મુંબઈ અને પુણે જેવા બે મહત્ત્વના શહેરોને જોડવાનું કામ કરે છે અને હવે આ Mumbai-Pune Express Way પર પ્રવાસ કરનારા વાહનચાલકો માટે ખૂબ જ મહત્ત્વના સમાચાર આવ્યા છે. મળી રહેલી માહિતી પ્રમાણે હવે Mumbai-Pune Express Way પર પ્રવાસ કરનારા વાહનચાલકો માટે સ્પીડ લિમિટ નક્કી કરવામાં આવી છે. આવો જોઈએ શું છે આ Mumbai-Pune Express Way પર કેટલી સ્પીડમાં વાહનો ચલાવી શકાશે…

Mumbai-Pune Express Way પરથી દરરોજ હજારોની સંખ્યામાં વાહનો અવરજવર કરે છે જેમાં બસ, કાર અને ભારે વાહનોની સંખ્યા ખૂબ જ મોટી છે. આ એક્સપ્રેસ વે પર અનેક વાહનો છે જે સ્પીડ લિમિટના નિયમનું પાલન નથી કરતા. આ એક્સપ્રેસ વે પર અમુક ઠેકાણે 100 કિમી પ્રતિ કલાકની સ્પીડ લિમિટ નક્કી કરવામાં આવી છે પણ આ સ્પીડ લિમિટનું પાલન નથી કરવામાં આવતું. આથી વિપરીત વાહનો 100 કિમી પ્રતિ કલાક કરતા વધુ સ્પીડથી દોડે છે અને એને કારણે અનેક વખત અકસ્માત વગેરે ઘટનાઓ પણ જોવા મળી. આ જ મુદ્દાઓને ધ્યાનમાં લઈને મહારાષ્ટ્રના ટ્રાફિક વિભાગ દ્વારા ગઈકાલે એટલે કે 19મી એપ્રિલના રોજ એક નોટિફિકેશન બહાર પાડ્યું છે.


ઝડપથી મુંબઈથી પુણે પહોંચાડનારા માર્ગ તરીકેની પોતાની ઓળખ ઊભી કરનારા Mumbai-Pune Express Way પર વાહનોની સ્પીડ લિમિટ નક્કી કરવામાં આવી છે. ઘાટ સેક્શનમાં આ સ્પીડ લિમિટ અલગ હશે અને બાકીના રૂટ પર અલગ હશે. હવેથી Mumbai-Pune Express Way પર પ્રવાસ કરતી વખતે તમામ પ્રકારના વાહનચાલકોને આ સ્પીડ લિમિટનું પાલન કરવું પડશે. નહીં તો તેમની સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે અને આ કાર્યવાહી સીસીટીવી કેમેરાના માધ્યમથી કરવામાં આવશે. 94 કિલોમીટર લાંબા Mumbai-Pune Express Way પર તમામ જગ્યાએ સીસીટીવી કેમેરા બેસાડવામાં આવ્યા છે.


પ્રવાસી વાહનોમાં ચાલક સહિત આઠ પ્રવાસી પ્રવાસ કરે છે અને આવા વાહનો માટે સમતળ વિસ્તારમાં 100 કિમી પ્રતિકલાક અને ઘાટ સેક્શનમાં 60 કિમી પ્રતિકલાકની સ્પીડ નક્કી કરવામાં આવી છે. જે વાહનમાં નવથી વધુ પ્રવાસી હોય એમના માટે કલાકની 80 કિમીની તો ઘાટ સેક્શનમાં 40 કિમીની સ્પીડ નક્કી કરવામાં આવી છે. ભારે વાહનો માટે પણ આ જ સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે. હાલમાં Mumbai-Pune Express Way પર સમતળ વિસ્તાર માટેની સ્પીડ લિમિટ 100 કિમી પ્રતિકલાક અને ઘાટ સેક્શનમાં 50 કિમી પ્રતિકલાકની સ્પીડ નક્કી કરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button