આમચી મુંબઈમહારાષ્ટ્ર

મુંબઈ-પુણે એક્સપ્રેસ વે ફરી બ્લોક, વાહનોની લાંબી કતારો લાગી

પુણે-મુંબઈ એક્સપ્રેસ વે શરૂ થયાના 25 વર્ષ બાદ આ હાઈવે પરથી પસાર થતા વાહનોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. હવે પુણે-મુંબઈ એક્સપ્રેસ વે પરથી દરરોજ 60 હજાર વાહનો પસાર થાય છે. શનિવાર, રવિવાર અને રજાના દિવસે હાઈવે પર ટ્રાફિક જામ એ એક સામાન્ય બાબત બની ગઈ છે.

દેશના ટોપ ટેન એક્સપ્રેસ વેમાં આવતા આ માર્ગ પર સૌથી વધુ ટોલ વસૂલવામાં આવે છે. તો પણ રજાના દિવસે વાહન માલિકોને સતત ટ્રાફિક જામનો સામનો કરવો પડે છે. શનિવાર અને રવિવારની રજાના કારણે બંને શહેરમાં આવતા-જતા નાગરિકોની સંખ્યા વધી રહી છે જેના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. બે દિવસની રજાના કારણે રિક્ષાચાલકો ગામ તરફ જવા નીકળી પડતા હોય છે તે સમયે જ હાઇવે પર અનેક કાર આવી ગઇ છે. પુણે-મુંબઈ એક્સપ્રેસ વે પર આજે ફરી વાહન વ્યવહાર ફરી જામ થઇ ગયો છે.

આ પણ વાંચો : હાય ગરમીઃ હીટસ્ટ્રોકની અસર પશુ-પક્ષીઓ પર પણ પડી…

તમને એવો વિચાર આવશે કે પુણે એક્સપ્રેસ વે પર ટ્રાફિક જામ કેમ રહે છે? તો એનું કારણ એ છે કે ત્યારે ભવિષ્યનો વિચાર કરવામાં આવ્યો હતો. પુણે-મુંબઈ એક્સપ્રેસવે 2002માં શરૂ કરવામાં આવ્યો હતો. આ એક્સપ્રેસ વેના કારણે પુણે અને મુંબઈ વચ્ચેનું અંતર ઘટી ગયું છે. બંને શહેરો વચ્ચેનો પ્રવાસ ઝડપી બન્યો છે, જેને કારણે મુંબઇના લોકો પણ હવે તેમનું વેકેશન હોમ પુણેમાં લેવા માંડ્યા છે અને વિક એન્ડ ત્યાં વિતાવવા માંડ્યા છે.

આમ 2002 પછી હવે 2024માં આ હાઈવે પર વાહનોની સંખ્યા અનેક ગણી વધી ગઈ છે. હવે પુણે-મુંબઈ એક્સપ્રેસ વે પરથી દરરોજ 60 હજારથી વધુ વાહનો પસાર થાય છે. શનિ-રવિ અને રજાના દિવસોમાં વાહનોની સંખ્યા 80 થી 90 હજારને આંબી જાય છે. એવામાં પણ ટ્રેલર ટ્રક અને મોટા કદાવર વાહનોને લઇને અહીં ટ્રાફિકની સમસ્યા વધુ વકરે છે. જેના કારણે આ હાઈવે પર ટ્રાફિક જામ થવા લાગ્યો છે. આ ટ્રાફિક જામને તોડવા માટે આ માર્ગ પર વધુ લેન બનાવવાની દરખાસ્ત કરવામાં આવી છે. MSRDCએ દરખાસ્ત તૈયાર કરીને કેન્દ્ર સરકારને મોકલી છે. તેને મંજૂરી મળતાં જ કામ શરૂ કરવામાં આવશે અને લોકોને ટ્રાફિક જામમાંથી રાહત મળશે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button