મનોરંજન

પ્લાસ્ટિક સર્જરીના અહેવાલો બાદ પહેલીવાર રાજકુમાર રાવે ક્હયું કે…

રાજકુમાર રાવ હાલમાં તેના ફોટોને કારણે ચર્ચામાં છે, જેના કારણે એવું કહેવામાં આવી રહ્યું છે કે અભિનેતાએ પ્લાસ્ટિક સર્જરી કરાવી છે. રાજકુમારની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને આ લુક માટે તેને ટ્રોલ પણ કરવામાં આવી રહ્યો છે. આખરે અભિનેતાએ તે તસવીર વિશે ફોડ પાડ્યો છે. એક ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે તેના ફોટો સાથે ચેડા કરવામાં આવ્યા છે, તેની સ્કિન કે તેના ચહેરાના ફીચર્સ એટલા સારા નથી.

એક ઈન્ટરવ્યુમાં રાજકુમારે કહ્યું, મેં કોઈ પ્લાસ્ટિક સર્જરી નથી કરી. તે ખૂબ જ ખરાબ તસવીર છે, જે વાયરલ થઈ છે. હું ઈચ્છું છું કે મારી પાસે આવી સુંદર ત્વચા હોય. તેણે કહ્યું હતુ કે વાયરલ તસવીર ખૂબ વિચિત્ર છે અને મને સારી લાગતી નથી.


રાજકુમારે વધુમાં કહ્યું, મેં કોઈ પ્લાસ્ટિક સર્જરી નથી કરી. 8 વર્ષ પહેલાં મેં મારી ચિન પર ફિલર વર્ક કરાવ્યું હતું કારણ કે હું આત્મવિશ્વાસુ દેખાવા માંગતો હતો અને મારા સ્કીન સ્પેશિયાલિસ્ટે મને આમ કરવા કહ્યું હતું. અભિનેતાએ કહ્યું કે તે ફિલર વર્ક પછી તેનો આત્મવિશ્વાસ વધ્યો અને તેને મોટી ફિલ્મોમાં કામ મળ્યું. આ પછી તેના જીવનમાં ઘણો બદલાવ આવ્યો છે.


રાજકુમાર રાવના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, તે હાલમાં તેના આગામી પ્રોજેક્ટમાં વ્યસ્ત છે. તે શ્રીકાંતમાં જોવા મળશે અને આ ફિલ્મ 10 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. શ્રીકાંતમાં તેણે અંધ વ્યક્તિની ભૂમિકા નિભાવી છે. આ સાથે તે જાન્હવી કપૂર સાથે મિસ્ટર એન્ડ મિસિસ માહીમાં જોવા મળશે. આ ફિલ્મ 31મી મેના રોજ રિલીઝ થઈ રહી છે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button