જીરોના-જુનવાણી ઇમારતો અને આધુનિક સાઇકલોનું શહેર…
અરાઉન્ડ ધ વર્લ્ડ – પ્રતીક્ષા થાનકી
જ્યારથી બાર્સિલોનાથી નીકળેલાં ત્યારથી જીરોના રિજનમાં જ આંટા મારી રહૃાાં હતાં. એવામાં બ્ોસાલુથી જ્યારે જીરોના શહેર જવાનું આવ્યું ત્યારે પહેલાં તો ખાસ કોઈએ નોંધ ન લીધી. એક વાર શહેરની હદ શરૂ થઈ પછી રિયલાઇઝ થયું કે આ શહેર બાર્સિલોનાથી કદાચ થોડું જ નાનું હશે. મુંબઈ અન્ો બ્ોંગલોરનાં લોકો અમદાવાદન્ો અન્ડરએસ્ટિમેટ કરી દે એવું અમે જીરોના સાથે કરી બ્ોઠાં એવી મજાકો થવા લાગી. જીરોનામાં ખ્યાતનામ સિરીઝ ‘ગ્ોમ ઓફ થ્રોન્સ’નું લોકેશન હોવાથી માંડીન્ો મધ્યયુગીન આર્કિટેક્ચરનાં લેયર્સ અન્ો શોપિંગની મજા વચ્ચે સાઇકલોનાં ચિત્રો, સાઇકલ ટ્રેક્સ અન્ો સાઇકલ સંબંધિત સુવિનિયરનો અતિરેક થઈ રહૃાો હતો. અન્ો કેમ ન હોય, યુરોપ જ નહીં, દુનિયાભરનાં પ્રોફેશનલ સાઇકલિસ્ટનું આ મનપસંદ શહેર છે. જીરોનામાં ટૂર ડે ફ્રાંસવાળી સાઇકલ રેસના પણ ઘણા હિસ્સા યોજવામાં આવે છે. અહીંનું લેન્ડસ્કેપ સાઇકલિસ્ટ માટે એવું આદર્શ માનવામાં આવે છે કે અહીં વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેતાં પહેલાં આંતરરાષ્ટ્રીય સાઇકલિસ્ટ પ્રેક્ટિસ કરવા પણ પહોંચી જાય છે. અહીં દરેક પ્રકારની બાઇક્સ રેન્ટ કરવાનું પણ શક્ય છે. છેલ્લાં થોડાં વર્ષોમાં સાઇકલિંગન્ો ગંભીર હોબી બનાવી ચૂકેલા કુમાર માટે તો અહીં ડિઝનીલેન્ડ પહોંચી ગયો હોય ત્ોવો ઉત્સાહ હતો. ત્ોણે તો અહીં પોતાનાં સાઇકલિસ્ટ મિત્રો સાથે ફરી આવવાનો પણ પ્લાન બનાવવા માંડ્યો હતો.
અમે બ્ોસાલુથી નીકળ્યાં ત્ોન્ો માંડ અડધો કલાક થયો હતો. જીરોનામાં ઘણા મુશ્કેલ રસ્તા, ટ્રાફિક અન્ો ભીડ વચ્ચે ક્યાં પાર્ક કરીન્ો સિટી સ્ોન્ટરમાં લટાર મારવા નીકળવું ત્ો નક્કી કરવાનું પણ શક્ય નહોતું બન્યું. એક વાર તો એના એ જ સર્કલ પાસ્ો આંટા માર્યા. આખરે એક ટેમ્પરરી પાર્કિંગમાં કાર ઊભી રાખીન્ો નજીકનું અંડરગ્રાઉન્ડ પાર્કિંગ શોધ્યું. ત્યાંથી જોવાલાયક સ્થળો સુધી ઓછું ચાલીન્ો વધુ પોઇન્ટ્સ કવર થાય ત્ોનો પ્લાન બનાવ્યો.
શહેરની મધ્યે જ એક મોટા નાળા જેવી લાગતી ઓન્યાર નદી પર બંધાયેલા બ્રિજની બંન્ો તરફ જીરોનાની મહત્ત્વની સાઇટ્સ છે. નદીની બંન્ો તરફ રંગીન જુનવાણી ઘરો થોડા અંશે લોરેન્સની યાદ અપાવતાં હતાં. ત્ોમાં નદી પરનો સૌથી ખ્યાતનામ લાલ મેટલનો બ્રિજ તો એફિલ ટાવરવાળા ગુસ્તાવ એફિલે ડિઝાઇન કરેલો છે. આ બ્રિજ પર એવી ભીડ હતી કે ત્ોનો માણસો વિના તો ફોટો પાડવાનું જ શક્ય ન હતું. બ્ોસાલુની જેમ જીરોના પણ કોઈ સમયે વોલ્ડ સિટી હતું. આજે તો ત્ોની દીવાલો પર ચાલીન્ો શહેરનો પ્ોનોરમા જોવાનું પણ શક્ય છે. દીવાલોની અંદરની તરફ જુનવાણી અન્ો બહારની તરફ નવું વસ્ોલું જીરોના જોઈન્ો એક સાથે જાણે બ્ો અલગ અલગ સમયગાળામાં ડોકિયું કરવા મળતું હોય ત્ોવું લાગતું હતું. શહેરનું મોટાભાગનું જુનવાણી આર્કિટેક્ચર કમસ્ોકમ દસમી સદીનું હોવાની વાત છે. જીરોના આર્ટ મ્યુઝિયમ, હિસ્ટ્રી મ્યુઝિયમ, જ્યુઇશ મ્યુઝિયમ, એવાં ઘણાં રેલેવન્ટ મ્યુઝિયમ પણ બધાં આ જ વિસ્તારમાં હતાં.
ત્ો બધાંની વચ્ચે અહીં એક નાનકડું સિન્ોમા મ્યુઝિયમ પણ છે. ફ્રાન્સથી નજીક હોવાનો કલ્ચરલ ફાયદો આ વિષયમાં ખાસ દેખાઈ આવે ત્ોવું છે. અહીં જુનવાણી કેમેરાથી માંડીન્ો સિન્ોમાનાં સાવ શરૂઆતનાં વર્ષો અંગ્ો ઘણી વિગત્ો માહિતી મળે ત્ોવું છે. નજીકમાં જ જીરોનાનું સૌથી ખ્યાતનામ ઇન્ડિપ્ોન્ડેન્સ સ્કવેર પણ છે. આ જ ચોકમાં ઘણાં શિલ્પો અન્ો આર્ચ વચ્ચે કાફેઝ અન્ો બ્ોન્ચ સાથે લોકોની ભીડ જામેલી હતી. જાણે જીરોના આવેલાં બધાં ટૂરિસ્ટ ત્યાં જ ભેગાં થવાનું નક્કી કરીન્ો આવ્યાં હોય. અમે પણ ત્યાં એક ચક્કર માર્યું.
ચાલીન્ો ત્યાંના ભવ્ય કથિડ્રાલ પર પહોંચ્યાં. ‘ગ્ોમ ઓફ થ્રોન્સ’માં ક્વીન સરસીન્ો ચર્ચના પગથિયે વસ્ત્રહીન થઈન્ો આખા ગામમાંથી પસાર થવાની સજા અપાય છે, ત્ો પગથિયા પરનાં દૃશ્યો અહીં ફિલ્માવામાં આવ્યાં હતાં. ત્ો વાર્તાનો ધાર્મિક હાઇ સ્પ્ોરોનો આખો ટ્રેક જીરોનામાં જ ફિલ્માવાયેલો. એટલું જ નહીં, અહીંના આરબ બાથમાં આર્યા સ્ટાર્કનાં બ્રાવોસનાં દૃશ્યોનો સ્ોટ હતો. એક વાત નક્કી હતી, જીરોનાના ઐતિહાસિક સ્ોટિંગનો ‘ગ્ોમ ઓફ થ્રોન્સ’માં તો ભરપ્ાૂર ઉપયોગ કરવામાં આવ્યો જ હતો. જોકે અહીંનો ઇતિહાસ ‘ગ્ોમ ઓફ થ્રોન્સ’નાં કાલ્પનિક ઇતિહાસની જેમ નાટકીય ન હતો. અહીં ઘણી મહત્ત્વની ઘટનાઓ બની ચૂકી છે. અમે કથિડ્રાલન્ો ફરત્ો આંટો મારીન્ો ત્યાંના જૂના સિટી સ્ોન્ટરનો દરેક ખૂણો અડી લીધો હતો.
અહીં કથિડ્રાલથી નજીકમાં જ યુરોપનું સૌથી વધુ માવજતથી જાળવી રખાયેલ જ્યુઇશ ક્વાટર આવેલું છે.
બધું જોઈ રહૃાાં ત્યાં સાંજ પડવાની ત્ૌયારી હતી. રાત્રે હોટલ પર સ્પ્ોનિશ વાનગીઓ તો અમારી રાહ જોઈ રહી હતી.. રોજનું સ્પ્ોનિશ ભાણું ત્રણ દિવસમાં જરા બોરિંગ થઈ ચૂક્યું હતું. એવામાં જીરોનાનું લોકપ્રિય ઇન્ડિયન રેસ્ટોરાં જવાની ઇચ્છા રોકી શકાઈ નહીં. આમ તો ટૂરિસ્ટી જગ્યાઓ પર સારું ભારતીય ભોજન મળવાની કોઈ ખાસ અપ્ોક્ષા હોતી નથી, પણ અહીં અમન્ો મજેદાર પનીર કરી, રોટી અન્ો સમોસાં મળ્યાં. ત્ો ખરેખર ભારતમાં ભાવે એવા હતાં કે નહીં એ કહી શકાય ત્ોમ નથી, પણ ત્ો સમયે તો મસાલેદાર કંઇક ખાવા મળ્યું હોવાનો આનંદ જરા અલગ જ સ્તરે હતો. જીરોનામાં જોવા મળેલાં અનોખાં દૃશ્યો અન્ો ત્યાં થયેલા અનુભવો પર જાણે સારું જમ્યા પછી ચાર ચાંદ લાગી ગયા હતા. કાટાલોનિયામાં હજી જોવાલાયક જે પણ બાકી હતું ત્ો બધું જ જોઈન્ો જવા અમે મક્કમ હતાં. ત્ોમાંય રોઝીઝ ગામ પાસ્ો વધુ એક લોકપ્રિય ઇન્ડિયન રેસ્ટોરાંનું એડ્રેસ હાથ લાગ્યું હતું.