સિયાચીન હિમખંડ યુદ્ધ : ૪૦ વર્ષે પણ વિક્રમ અડીખમ
૨૧ હજાર ફૂટની ઉંચાઇ પર દુનિયાની પ્રથમ અને અંતિમ લડાઇનો રેકોર્ડ ભારતીય સૈન્યના નામે છે
કવર સ્ટોરી – સુરેશ એસ. ડુગ્ગર
દુનિયાના સૌથી ઉંચા યુદ્ધ સ્થળ સિયાચિન હિમખંડ પર ૪૦ વર્ષોના કબજા દરમિયાન ૨૧ હજાર ફૂટની ઉંચાઇ પર આજ સુધી ફક્ત એક જ યુદ્ધ થયું છે. આ યુદ્ધ દુનિયાની અત્યાર સુધીનું પ્રથમ અને અંતિમ યુદ્ધ હતું જેમાં એક બંકરમાં બનેલી પોસ્ટ પર કબજો કરવા માટે જમ્મુના હાનરેરી કેપ્ટન બાના સિંહને પરમવીર ચક્ર આપવામાં આવ્યો હતો અને એ પોસ્ટનું નામ પણ તેમના નામ પરથી રાખવામાં આવ્યું છે. આજે દુનિયાના સૌથી ઉંચા યુદ્ધ સ્થળ સિયાચીન હિમખંડ પર ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધને ૪૦ વર્ષ થઇ ગયા છે. આ વિશ્ર્વના સૌથી ઊંચા સ્થળ પર સ્થિત યુદ્ધ સ્થળ જ નહી પરંતુ સૌથી ખર્ચાળ યુદ્ધ મેદાન પણ છે. જ્યાં થનાર યુદ્ધમાં લડનાર બંન્ને પક્ષ જાણે છે કે અહી યુદ્ધના વિજેતા કોઇ બની શકશે નહીં.
દુનિયાના સૌથી ઊંચાઇ પર બનાવવામાં આવેલી આ એકમાત્ર સૈનિક પોસ્ટ પર કબજો કરવાના અભિયાનની શરૂઆતમાં ૧૯૮૭ના મે મહિનામાં પસંદ કરાયેલી ૬૦ સૈનિકોની ટીમનો ભાગ હતા બાના સિંહ. જાણકારી અનુસાર, બાના સિંહને જ્યારે પરમવીર ચક્ર મળ્યો હતો તો પાકિસ્તાન ડિફેન્સ રિવ્યૂમાં પણ તેમના બહાદુરીની ચર્ચા કરવામાં આવી હતી જેમાં લખવામાં આવ્યું હતુ કે આ બહાદુરી જેની કોઇ મિસાલ નથી.
૨૬ જૂન ૧૯૮૭ના અંતે ૨૧૦૦૦ ફૂટની ઊંચાઇ પર બનાવવામાં આવેલી પાકિસ્તાની પોસ્ટ પર કબજો કરી બહાદુરીની ગાથા લખનાર હાનરેરી કેપ્ટન બાના સિહને ઇનામ સ્વરૂપે પરમવીર ચક્ર મળ્યું હતું કે સાથે જ આ પોસ્ટનુ નામ પણ તેમના નામ પરથી રાખવામાં આવ્યું છે. વિશ્ર્વના ઇતિહાસમાં આ પ્રથમ વખત અને અંતિમ વખત હતું કે આટલી ઉંચાઇ પર કોઇ યુદ્ધ લડવામાં આવ્યું હતું.
પણ આ જીત માટે ભારતીય સૈન્યને મોટી કિંમત ચૂકવવી પડી હતી. ૨૨ જૂનના રોજ શરૂ થયેલા આ ઓપરેશનમાં તેના અનેક અધિકારીઓ અને જવાન શહીદ થયા હતા. કારણ સ્પષ્ટ હતું. ફાયરિંગની સાથે સાથે હવામાનની પરિસ્થિતિ પણ તેમને રોકી રહી હતી. અનેક વખત આ ઓપરેશનને બંધ કરવાની વાત થઇ હતી અને ઇરાદા પણ વ્યક્ત કરાયા હતા. પરંતુ હેડક્વાર્ટર તરફથી એક જ સંદેશ હતો- જીત મેળવજો અથવા તો જીવતા પાછા ના આવતા અને વીરગતિને પ્રાપ્ત થયેલા સૈનિકોએ આ મેસેજનું માન રાખ્યું હતું.
કેપ્ટન બાના સિંહને પરમવીર ચક્ર મળ્યો હતો અને આજે તે જમ્મુના સરહદી ગામ રણવીર સિંહ પુરામાં રહે છે. તે પોતાના મિશન અંગે વાત કરતા કહે છે કે આ વાત સિયાચીન હિમખંડ પર ભારતીય સૈન્યના કબજાના ત્રણ વર્ષ પછીની છે જ્યારે ૧૯૮૭માં પાકિસ્તાની સૈન્યએ ૨૧ હજાર ફૂટની ઊંચાઈ પર કબજો કરીને એક બંકર પોસ્ટ બનાવી હતી અને ખતરો બની ગઇ હતી કારણ કે તેઓ ફાયરિંગ કરીને નુકસાન પહોંચાડવા લાગ્યા હતા.
આ ઓપરેશનમાં ચિત્તા હેલિકોપ્ટરોએ મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી. લગભગ ૪૦૦ વખત તેમણે ઉડાણ ભરી હતી અને દુશ્મનના તોપખાનાથી પોતાને બચાવીને જવાનો અને અધિકારીઓને બંકર નજીક પહોંચાડ્યા હતા. આ લડાઇમાં એક કડવી હકીકત એ હતી કે ૨૧૦૦૦ ફૂટની ઉંચાઇ પર શૂન્યથી ૬૦ ડિગ્રી નીચે તાપમાનમા ભારતીય જવાનો ત્રણ દિવસ ભૂખ્યા રહીને જીત મેળવી હતી અને પાકિસ્તાની બંકરમાં મોરચો સંભાળનારા છ પાકિસ્તાનીઓને માર્યા બાદ બચેલા ભારતીય જવાનોએ પાકિસ્તાની ચોખા રાંધીને ખાધા હતા.
ઓપરેશન મેઘદૂતના ૪૦ વર્ષ પછી રણનીતિ માટે મહત્વપૂર્ણ સિયાચીન ગ્લેશિયર પર કબજો ધરાવે છે ભારત
ઓપરેશન મેઘદૂતના ૪૦ વર્ષ બાદ આજે પણ રણનીતિની રીતે ખૂબ જ મહત્વપૂર્ણ સિયાચિન ગ્લેશિયર પર ભાજપનો કબજો છે. આ વિજય ભારતીય સૈન્યના શૌર્ય, નેતૃત્વ, સાહસ અને ત્યાગની મિસાલ છે. વિશ્ર્વના સૌથી ઉંચા અને ઠંડા ગણાતા
આ રણક્ષેત્રમાં આજે પણ ભારતીય સૈનિક દેશની સંપ્રભુતા માટે તૈનાત છે.
આ ઓપરેશન ૧૯૮૪થી ૨૦૦૨ સુધી ચાલ્યું હતું એટલે કે ૧૮ વર્ષ સુધી. ભારત અને પાકિસ્તાનની સેનાઓ સિયાચીન માટે એકબીજા સામે ટક્કર લઇ રહી હતી. જીત ભારતની થઇ હતી. આજે ભારતીય સેના ૭૬ કિલોમીટર લાંબા સિયાચીન ગ્લેશિયર, તેના સાથે જોડાયેલા નાના ગ્લેશિયર, ત્રણ મુખ્ય દરો (સિયા લા, બિલાફોદ લા અને મ્યોંગ લા) દરરોજ સરકાર સિયાચીનની રક્ષા માટે કરોડો રૂપિયા ખર્ચ કરે છે.
દુનિયાના સૌથી ઉંચા યુદ્ધસ્થળ સિયાચીન હિમખંડની એક કડવી વાસ્તવિકતા એ છે કે આ યુદ્ધ સ્થળ પર ભારત અને પાકિસ્તાનની સેનાઓ આજે ૪૦ વર્ષે પણ સામ સામે છે. આ વિશ્ર્વનું સૌથી ઊંચુ યુદ્ધ સ્થળ જ નહી પરંતુ સૌથી ખર્ચાળ યુદ્ધ સ્થળ પણ છે. જ્યાં થનારા યુદ્ધમાં બંન્ને પક્ષો જાણે છે કે અહી યુદ્ધનો વિજેતા કોઇ નહી હોય. આ કારણ વિનાની લડાઇ માટે પાકિસ્તાન જવાબદાર છે જેણે પોતાના નકશામાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની સરહદને એલઓસીના અંતિમ એન જે ૯૮૪૨ની સીધી રેખા ખેંચીને કરાકોરમ પર્વતમાળા સુધી બતાવવાની શરૂઆત કરી હતી. જેનાથી ચિંતિંત ભારત સરકારે ત્યારે ૧૨-૧૩ એપ્રિલ ૧૯૮૪ની રાત્રે ઓપરેશન મેઘદૂતની શરૂઆત કરી તે પાકિસ્તાની સૈન્યને તે હિમખંડમાંથી ધકેલવાના અભિયાનની શરૂઆત કરી જેનો ઇરાદો આ હિમખંડ પર કબજો કરી નુબ્રા ઘાટી સાથે જ લદાખ પર કબજો કરવાનો હતો.
ભારત સરકારે ત્યારબાદ ક્યારેય સિયાચિન હિમખંડમાંથી પોતાનું સૈન્ય હટાવવાનો ઇરાદો વ્યક્ત કર્યો નથી. કારણ કે પાકિસ્તાન આ માટે તૈયાર નથી. આજે જ્યારે પણ હિમખંડ પર સીઝફાયરને કારણે ગોળીબારની કોઇ ઘટનાઓ બનતી નથી પરંતુ પ્રકૃતિ સામે લડતા સૈનિકો હજુ પણ શહીદ થઇ રહ્યા છે.
પાકિસ્તાની સૈન્ય હટવા માટે તૈયાર નથી.
૧૨-૧૩ એપ્રિલના દિવસે ૧૯૮૪માં કાશ્મીરમાં સિયાચિન ગ્લેશિયર પર કબજો કરવા માટે સશસ્ત્ર ગળોએ અભિયાન શરૂ કર્યું હતું. આ ઓપરેશન મેઘદૂત નામ આપવામાં આવ્યું. આ સૈન્ય અભિયાન અનોખું હતું કારણ કે દુનિયાના સૌથી ઉંચા યુદ્ધ ક્ષેત્રમાં પ્રથમ વાર હુમલો શરૂ થયો હતો. સૈન્યની કાર્યવાહીના પરિણામસ્વરૂપ ભારતીય સૈનિકો આખા સિયાચિન ગ્લેશિયર પર નિયંત્રણ મેળવી રહ્યા હતા.
ઉત્તર પશ્ર્ચિમ ભારતમાં કારાકોરમ પર્વતમાળામા સ્થિત છે. સિયાચિન ગ્લેશિયર ૭૬.૪ કિલોમીટર લાંબો છે અને જેમાં લગભગ ૧૦ હજાર વર્ગ કિલોમીટર વેરાન મેદાન સામેલ છે. સિયાચીનની એક તરફ પાકિસ્તાનની સરહદ છે તો બીજી તરફ ચીનની સરહદ અક્સાઇ ચીનનો વિસ્તાર છે. એવામાં જો પાકિસ્તાન સૈન્ય સિયાચિન પર કબજો કરી લે તો પાકિસ્તાન અને ચીનની સરહદ એક થઇ જાય છે. ચીન અને પાકિસ્તાનની જોડી ભારત માટે ઘાતક સાબિત થઇ શકે છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે આટલી ઊંચાઇ પરથી બંન્ને દેશોની ગતિવિધિઓ પર નજર રાખવી સરળ છે.