આપણું ગુજરાત
વડોદરા-અમદાવાદ વચ્ચે પ્રવાસ કરતા પ્રવાસીઓ જાણી લો તમારી આટલી ટ્રેન રદ થશે
અમદાવાદઃ પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝન પર વડોદરા-ગૈરતપુર સેક્શનના ગોઠાજ સ્ટેશન પર 21 એપ્રિલ 2024ના રોજ નોન-ઇન્ટરલોકિંગ કામ માટે બ્લોકને કારણે અમદાવાદ ડિવિઝનની કેટલીક ટ્રેનોને અસર થશે. અમદાવાદ અને વડોદરા વચ્ચે અપડાઉન કરતા પ્રવાસીઓ માટે આ મહત્વના સમાચાર છે ત્યારે જાણીએ કે કઈ કઈ ટ્રેનને અસર થવાની છે.
21 એપ્રિલ 2024 ના રોજ ટ્રેનો સંપૂર્ણપણે રદ રહેશે
- ટ્રેન નંબર 19036 અમદાવાદ-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ
- ટ્રેન નંબર 19035 વડોદરા-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ
- ટ્રેન નંબર 09495 વડોદરા-અમદાવાદ મેમુ સ્પેશિયલ
- ટ્રેન નંબર 09496 અમદાવાદ-વડોદરા મેમુ સ્પેશિયલ
- ટ્રેન નંબર 09400 અમદાવાદ-આણંદ મેમુ સ્પેશિયલ
- ટ્રેન નંબર 09399 આણંદ-અમદાવાદ મેમુ સ્પેશિયલ
- ટ્રેન નંબર 09328 અમદાવાદ-વડોદરા મેમુ સ્પેશિયલ
- ટ્રેન નંબર 09273 વડોદરા-અમદાવાદ મેમુ સ્પેશિયલ
- ટ્રેન નંબર 09312 અમદાવાદ-વડોદરા મેમુ સ્પેશિયલ
21 એપ્રિલ 2024 ના રોજ ટ્રેનો આંશિક રીતે રદ રહેશે
- ટ્રેન નંબર 22953 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ એક્સપ્રેસ વડોદરા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે અને આ ટ્રેન વડોદરા-અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- ટ્રેન નંબર 19034 અમદાવાદ-વલસાડ ગુજરાત ક્વીન એક્સપ્રેસ વડોદરા સ્ટેશનથી શોર્ટ ઓરીજીનેટ (શરુ) કરવામાં આવશે અને આ ટ્રેન અમદાવાદ-વડોદરા વચ્ચે આંશિક રીતે રદ રહશે.
- ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે અને આ ટ્રેન અમદાવાદ-વડોદરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશનથી શોર્ટ ઓરીજીનેટ (શરુ) કરવામાં આવશે અને આ ટ્રેન વડોદરા-અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહશે.
- ટ્રેન નંબર 09311 વડોદરા-અમદાવાદ મેમુ સ્પેશિયલ આણંદ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે અને આ ટ્રેન આણંદ-અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે
Taboola Feed