પોરબંદર સીટથી કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ મતદારો પાસે માગ્યા નોટ અને વોટ
લોકસભાની ચૂંટણીના ચૂંટણી પ્રયારના પડઘમ જોરશોરથી શરૂ થઈ ગયા છે. જો કે કોંગ્રેસના ઉમેદવારો નાણાકિય તંગી અનુભવી રહ્યા છે. કોંગ્રેસના બનાસકાંઠાના ઉમેદવાર ગેનીબેન ઠાકોર બાદ હવે પોરબંદર લોકસભાનાં કોંગ્રેસનાં ઉમેદવાર લલિત વસોયાએ મતદારો પાસે નોટ અને વોટની માંગણી સોશિયલ મીડિયામાં કરી છે.લલિત વસોયાનો આ વિડીયો હાલ સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
આર્થિક ખેંચ અનુભવતા લલિત વસોયાએ સોશિયલ મીડિયાના માધ્યમથી મતદારોને સંબોઝતા કહ્યું કે, કેન્દ્ર સરકારે કોંગ્રેસના ખાતા સીઝ કર્યા છે ત્યારે ફંડ નથી. હું પોરબંદર લોકસભાનો કોંગ્રેસનો ઉમેદવાર છું મારી પાસે પુરતું ફંડ નથી એટલે મતદારો પાસેથી 10-10 રૂપિયા માંગુ છું. હું 26 બેઠક માંથી 52 ઉમેદવારમાંથી સૌથી ઓછી મિલકત ધરાવતો ઉમેદવાર છું.
પોરબંદર લોકસભાનાં કોંગ્રેસનાં ઉમેદવાર લલિત વસોયાએ મતદારો પાસે નોટ અને વોટની માંગણી સોશિયલ મીડિયામાં કરી છે. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારે કોંગ્રેસના ખાતા સીઝ કર્યા છે ત્યારે ફંડ નથી. હું પોરબંદર લોકસભાનો કોંગ્રેસનો ઉમેદવાર છું મારી પાસે પુરતું ફંડ નથી એટલે મતદારો પાસેથી દસ દસ રૂપિયા માંગુ છું. હું 26 બેઠક માંથી 52 ઉમેદવાર માંથી સૌથી ઓછી મિલકત ધરાવતો ઉમેદવાર છું.
લલિત વસોયાએ તેમને ફંડ મળે તે માટે પોતાનો બેંક એકાઉન્ટ ખાતા નંબર અને સ્કેનર દ્વારા માત્ર દસ રૂપિયાનું મતદારો પાસે ફંડ માગ્યું છે. લલિત વસોયાએ વધુમાં કહ્યું કે ચૂંટણી લડવા માટે મારે રૂપિયાની જરૂર પડે એટલા માટે મેં વોટની સાથે નોટ પણ આપવા માટે વિનંતી કરતો વિડિઓ સામે આવ્યો છે.