કરોડોનું ઘર લઇશ પછી બાળક કરીશ…. સપનું પૂરું થયું તો હવે ઘરમાં ગુંજશે કિલકારી!
રિયાલિટી શોના સ્ટાર પ્રિન્સ નરૂલાએ 2018માં લગ્ન કર્યા હતા અને યુવિકા ચૌધરીને તેની લાઇફ પાર્ટનર બનાવી હતી. પ્રિન્સ નરૂલાના લગ્નને હવે છ વર્ષનો સમય થઇ ગયો છે. તેની મેરિડ લાઇફ પણ સારી ચાલી રહી છે. પણ તેના ઘરે હજી સુધી બાળકની કિલકારી નથી ગુંજી.
કોમેડી સ્ટાર ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાના પોડકાસ્ટમાં પ્રિન્સ નરૂલાએ ફેમિલી પ્લાનિંગ પર દિલ ખોલીને વાત કરી હતી. ભારતી સિંહે પ્રિન્સને પૂછ્યું હતું કે, તારો બોલ (બાળક) ક્યારે રિલીઝ થશે. અમે ઇચ્છીએ છીએ કે તમે બંને પતિ-પત્ની પણ થોડા વૃદ્ધ દેખાઓ. આ સવાલના જવાબમાં પ્રિન્સ નરૂલાએ કહ્યું કે બહુ જ જલદીથી તેમના ઘરે બાળક પણ આવશે. હું ઇચછતો હતો કે મુંબઇમાં પહેલા મારું પોતાનું ઘર હોય ત્યાર બાદ મારા એ નવા ઘરમાં બાળકનું આગમન થાય. મુંબઇમાં હવે મારું આલિશાન ઘર થઇ ગયું છે. હું દરેક વસ્તુ સમય પર જ કરવામાં માનું છું.
મને ક્યારેય દોડવાની કે ઉતાવળ કરવાની જરૂર નથી લાગી. હું દરેક વસ્તુને પૂરો સમય આપવામાં માનું છું. હવે મેં મુંબઇમા મારું ઘર ખરીદી લીધું છે. તેની આ વાત પર ભારતી અને હર્ષે તેને અભિનંદન આપ્યા હતા.
પ્રિન્સે જણાવ્યું હતું કે મુંબઇમાં ઘર અને બીએમડબલ્યુ કાર કરીદવાનું તેનું સપનું હતું. આજે તે ટીવી ઇન્ડસ્ટ્રીનો મોટો સ્ટાર છે. તેની પાસે ધનદોલત, માન અકરામ બધું જ છે. પોતાની મહેનતથી તેણે પાંચ-છ લક્ઝરી કાર કરીદી છે. આ સફળતા માટે પ્રિન્સ ભગવાનનો આભાર માને છે.
અંગત મોરચાની વાત કરીએ તો પ્રિન્સ અને યુનિકા બીગ બોસ 9ના સેટ પર મળ્યા હતા અને અહીં જ તેમનો પ્રેમ પાંગર્યો હતો. એકબીજાના પ્રેમમાં પડ્યા બાદ તેમણે લગ્ન કરી લીધા હતા.
વર્ક ફ્ર્ન્ટ પર પ્રિન્સ નરૂલા એમટીવી રોડીઝ-12, એમટીવી સ્પ્લિટ્સ વિલા-8, બીગ બોસ-9, નચ બલિયે-9નો વિજેતા રહ્યો છે. પ્રિન્સ ટીવી શો ‘બઢો બહુ’ અને નાગીન-3માં પણ જોવા મળ્યો હતો.