આમચી મુંબઈ

રાષ્ટ્ર પર પ્રેમ કરવો એમાં કંઇ ખોટું નથી: નાના નો નસીરને જવાબ

મુંબઇ: ધ કશ્મીર ફાઇલ્સ અને ગદર-2 જેવી ફિલ્મો મોટા પ્રમાણમાં લોકપ્રિય થઇ રહી છે એ ખરેખર ત્રાસદાયક વાત છે. આવું વિધાન અભિનેતા નસીરુદ્દીન શાહે કર્યુ હતું. તેમના આ નિવેદન પર પહેલાં વિવેક અગ્નીહોત્રી અને હવે નાના પાટેકરની પ્રતિક્રિયા આવા છે. નાનાએ નસીરના એ વિધાન અંગે વાત કરતાં કહ્યું કે રાષ્ટ્ર પર પ્રેમ કરવો એ કોઇ ખરાબ વાત નથી. તમે ક્યારેય નસીરને પૂછયું છે કે એમના માટે રાષ્ટ્રવાદ શું છે?

ધ કશ્મીર ફાઇલ્સ અને ગદર-2ની સફળતા પર નસીરુદ્દીન શાહે કરેલ નિવેદનને કારણે નારાજ થયેલ વિવેક અગ્નીહોત્રીએ નસીરને જવાબ આપ્યો હતો. ઉપરાતં તેમના ધર્મને કારણે કદાચ તમેને આતંકવાદીઓ સાથે પ્રેમ હશે એટલે તેઓ આવા નિવેદન કરી રહ્યાં છે એવી ટીકા તેમણે નસીર પર કરી હતી. હવે નસીરુદ્દીન શાહના આ નિવેદન બાબતે નાના પાટેકરે પણ મૌન તોડ્યું છે.


નાના પાટેકરને નસીરુદ્દીન શાહના નિવેદન બાબતે પૂછવામાં આવ્યું ત્યારે નાના પાટેકરે કહ્યું કે, તમે નસીરને પૂછ્યું હતું કે તેમના માટે રાષ્ટ્રવાદ શું છે? મારા મતે રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ બતાવવો એ રાષ્ટ્રવાદ છે. અને એ કોઇ ખરાબ વાત નથી. ગદર ફિલ્મ જે પ્રકારની છે તેઓ એવો આશય હોઇ શકે છે. જોકે ધ કેરલા ફાઇલ્સ મેં જોઇ નથી તેથી હું એ વિષે કંઇ પણ કહી નહીં શકું. એમ પણ નાનાએ જણાવ્યું હતું.


રાષ્ટ્રવાદના નામે પૈસા કમાવવા યોગ્ય નથી. સત્ય ઘટના પર આધારિત ફિલ્મ બનાવતી વખતે તેમણે આ વાતનું ધ્યાન રાખવું જોઇએ એમ પણ નાના પાટેકરે જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે નાના પાટેકર વિવેક અગ્નીહોત્રની ધ વેક્સીન વોર ફિલ્મમાં દેખાશે. આ ફિલ્મમાં નાના પાટેકરે કોવેક્સીનની શોધ કરનાર ટીમના પ્રમુખ ડો. બલરામ ભાર્ગવનું પાત્ર ભજવી રહ્યાં છે. આ ફિલ્મ 28મી સપ્ટેમ્બરના રોજ રીલીઝ થવાની છે.


અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં નસીરુદ્દીન શાહે ધ કેરલા સ્ટોરી અને ગદર-2 વિશે ટિપ્પણી કરતાં કહ્યું હતું કે, મેં ધ કેરલા સ્ટોરી અને ગદર-2 આ ફિલ્મો જોઇ નથી. પણ કેમાં શું બતાવવામાં આવી રહ્યું છે એનો મને અંદાજો છે. આ ખરેખર ચિંતાજનક બાબત છે ધ કશ્મીર ફાઇલ્સ જેવી ફિલ્મો હીટ થઇ રહી છે. પણ સુધીર મિશ્રા, અનુભવ સિન્હા, હંસલ મેહતાની ફિલ્મો પ્રેક્ષકો જોવા નથી માંગતા. જોકે આ દિગ્દર્શકોએ આ વાતથી હતાશ થયા વગર તેમની ફિલ્મો લોકો સામે લાવવી જોઇએ. એમ નસીરુદ્ધીન શાહે કહ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button