સ્પેશિયલ ફિચર્સસ્પોર્ટસ

Sara Tendulkar નહીં પણ આ Mystery Girlને જોઈને Clean Bold થયો Shubhman Gill…

IPL-2024ની હાલમાં સિઝનમાં રેકોર્ડનો વરસાદ થઈ રહ્યો છે અને એમાં પણ 20 ઓવરમાં 250 રનની અશક્ય લાગતી ઈનિંગ રમાતા ક્રિકેટપ્રેમીઓના રોમાંચમાં વધારો થઈ રહ્યો છે. દરમિયાન ગઈકાલે Gujarat Titans Vs Punjab Kingની મેચમાં GTના કેપ્ટન Shubman Gillએ ઓડિયન્સમાં બેઠેલી હોલીવૂડ એક્ટ્રેસ જેવી દેખાતી યુવતીને જોઈને એવું રિએક્શન આપ્યું હતું કે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યું છે. શુભમનનો આ વીડિયો જોઈને હવે Sara Tendulkar શું રિએક્શન આપે છે એ જોવું રહ્યું.

250 રનની ઈનિંગ આ સિઝનમાં એક નહીં પણ બે વખત રહી. Sunrisers Hyderabad (SRH)એ IPLના ઈતિહાસમાં પહેલી વખત 277 રન બનાવ્યા હતા અને ત્યાર બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)એ 287 રનનો ટાર્ગેટ સેટ કર્યો હતો. આ સિવાય Mumbai Indians (MI), Kolkata Knight Riders (KKR)એ પણ 250 રનનો આંકડો પાર કર્યો છે.

આ વખતે ગરમીએ 40 ડિગ્રીનો આંકડો પાર કર્યો હોવા છતાં પણ પોતાની મનગમતી ટીમને સપોર્ટ કરવા અને જોવા માટે સ્ટેડિયમમાં પ્રેક્ષકોની તૂફાન ભીડ જોવા મળે છે. આવી ભીડ વચ્ચે પણ કેમેરા એકાદ સુંદર ચહેરાં પર તંભી થાય છે અને એ ચહેરાનો સમાવેશ મિસ્ટ્રી ગર્લ લિસ્ટમાં થઈ જાય છે. આવું જ કંઈક ગઈકાલની મેચમાં પણ જોવા મળ્યું.

ગુજરાત ટાઈટન્સ અને પંજાબ કિંગની મેચમાં પણ આવી જ એક મિસ્ટ્રી ગર્લનો ચહેરો કચકડે કંડારાઈ ગયો પણ એનાથી પણ વધુ ચર્ચા તો આ મિસ્ટ્રી ગર્લને જોઈને ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગિલે આપેલા રિએક્શનની થઈ રહી છે. શુભમન ગિલ હોલીવૂડ એક્ટ્રેસ એના ડે અર્મા જેવી દેખાતી મિસ્ટ્રી ગર્લને જોઈને ક્લીન બોલ્ડ થઈ ગયો હતો અને ગિલના આ એક્સપ્રેશનનો વીડિયો સોશિયલ મીડિયા પર તૂફાન વાઈરલ થઈ રહ્યો છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર @revengeseeker07 નામની આઈડી પરથી આ વીડિયો શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોની કેપ્શનમાં લખવામાં આવ્યું છે શુભમન થ્રિલ… ગિલના આ વીડિયો પર નેટિઝન્સન ભરભરીને કમેન્ટ્સ અને લાઈક કરી રહ્યા છે.

હવે જોવાનું એ છે કે શુભમનનો આ વીડિયો જોઈને સારા તેંડુલકર શું રિએક્શન આપે છે? અહીંયા તમારી જાણ માટે કે સારા તેંડુલકર અને શુભમન ગિલનું નામ લાંબા સમયથી જોડાઈ રહ્યું છે પણ બંનેમાંથી કોઈ પણ આ સંબંધ વિશે ખુલીને બોલવા માટે તૈયાર નથી.

https://twitter.com/revengeseeker07/status/1780626567393345972

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button