શું તમે જાણો છો પોતાની આવી આદતોને કારણે સુરક્ષિત છે સલમાન ખાન!

બોલિવૂડના ભાઈજાન સલમાન ખાનના ઘર પાસે ફાયરિંગ કેસમાં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. પોલીસે ફાયરિંગ કરનાર આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
સલમાન ખાનના ઘરે ગોળીબાર થયા બાદ રાજ્યના મુખ્ય પ્રધાન સહિત દરેક લોકોને તેમની સુરક્ષા વિશે ચિંતા છે. જોકે, ફાયરિંગની ઘટના બાદ તેમની સુરક્ષા વધારી દેવામાં આવી છે. એમ પણ જાણવા મળ્યું છે તે સલમાન ખાન જલ્દી કામ પર પાછા ફરશે. સલમાન ખાન હવે કડક સુરક્ષા વચ્ચે પોતાની ફિલ્મોનું શૂટિંગ કરશે. પરંતુ શું તમે જાણો છો કે સલમાન ખાન તેની કેટલીક આદતોને કારણે જ આજે સુરક્ષિત રહી શક્યા છે! અમે આજે તમને સલમાન ખાનની એ આદતો વિશે જણાવીશું
ફિટનેસ માટે મોર્નિંગ વૉક ઘણા લોકો કરતા હોય છે, પણ સલમાન ખાનની આદત છે કે તેઓ ક્યારેય મોર્નિંગ વૉક માટે નથી જતા. તેમ છતાં પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હોવાથી સલમાન ખાન પોતાની ફીટનેસનું પૂરું ધ્યાન રાખે છે અને ઘરમાં જ જરૂરી વર્કઆઉટ કરે છે. સલમાન ખાને પોતાના ઘરની ઇંદર જ જિમ્નેશિયમ ઊભું કર્યું છે, જ્યાં તે રોજ વર્કઆઉટ કરે છે, પરંતુ તેઓ ક્યારેય મોર્નિંગ વોક માટે બહાર નીકળતા નથી. તેમની આ આદત જ તેમની સુરક્ષા માટે ઘણી મહત્વની બની ગઈ છે
ALSO READ: સલમાનના ઘર બહાર ફાયરિંગઃ આરોપીઓની માતાનો બચાવ, દીકરા કમાવવા મુંબઈ ગયા હતા…
આપણે જોયું છે કે એવા ઘણા ફિલ્મી કલાકારો છે જેઓ વહેલી સવારના શૂટિંગમાં પણ ટાઈમસર આવી જતા હોય છે. જોકે સલમાન ખાન સાથે આ બાબત શક્ય જ નથી. મુંબઇમાં હોય કે મુંબઇની બહાર હોય, સલમાન ખાન વહેલી સવારે ક્યારેય શૂટિંગ કરતા જ નથી. સલમાન ખાનને સવારે વહેલા ઉઠવાની આદત જ નથી. સલમાન ખાનને રાતે મોડા સૂવાની અને સવારે ઘણા મોડા ઉઠવાની આદત છે. આ આદત કદાચ યોગ્ય ના પણ હોય પણ તેમની આ આદતને કારણે જ આજે તેઓ સુરક્ષિત છે.
ઘણા ફિલ્મી કલાકારોનું ફાર્મ હાઉસ હોય છે, જ્યાં તેઓ અવારનવાર જતા રહેતા હોય છે અને પાર્ટી, ફંક્શન રાખતા હોય છે. સલમાન ખાન પણ આમાં અપવાદ નથી. અન્ય ફિલ્મી કલાકારોની માફક સલમાન ખાનનું પણ પોતાનું ફાર્મ હાઉસ છે. પણ સલમાન ખાન પોતાના ફાર્મ હાઉસમાં ક્યારેક ક્યારેક જ જાય છે. ગોળીબાર કરનારાઓએ સલમાન ખાનના ફાર્મ હાઉસની બે વાર રેકી કરી હતી, પરંતુ તેમને ત્યાં સલમાન ખાન મળ્યો ન હતો કારણ કે સલમાન તેના ફાર્મ હાઉસ પર વધુ જતો જ નથી. આ કારણોને જ લીધે જ કદાચ સલમાન ખાન આજ સુધી સુરક્ષિત છે.