AAP નેતા આતિશીનો ગંભીર આરોપ ‘ જેલમાં કેજરીવાલને મારવાનું ષડયંત્ર રચાઈ રહ્યું છે’
આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અને દિલ્હી સરકારના મંત્રી આતિશીએ મોટો આરોપ લગાવતા કહ્યું છે કે તિહાર જેલ અરવિંદ કેજરીવાલને ઇન્સ્યુલિન નથી આપી રહી. જેલમાં તેમનો જીવ લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે તિહાર જેલમાં અરવિંદ કેજરીવાલને મારવાનું ષડયંત્ર રચવામાં આવ્યું છે. કેજરીવાલના ઘરેથી ભોજન રોકવાના પ્રયાસો થઈ રહ્યા છે.
આતિશીએ તે પણ જણાવ્યું કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ( ED)અરવિંદ કેજરીવાલના આહાર અંગે કોર્ટમાં ખોટું બોલ્યું છે કે તેઓ ખાંડવાળી ચા પીવે છે અને કેરી અને મીઠાઈઓ ખાય છે. આ સંપૂર્ણપણે ખોટું છે. કેજરીવાલ કૃત્રિમ સ્વીટનર લઈ રહ્યા છે.
આ પણ વાંચો: ભાજપ દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાનું ષડયંત્ર કરી રહી છે? AAPના આતિશીનો કર્યો મોટો દાવો
આતિશીએ વધુમાં કહ્યું કે અરવિંદ કેજરીવાલને ડૉક્ટર દ્વારા સૂચવ્યા મુજબ માત્ર ઓછી કેલરીવાળી સ્વીટનર આપવામાં આવી રહી છે. ભાજપના કોઈપણ ડાયાબિટીસ ડૉક્ટરને પૂછો કે દર્દીને કેળા કે ટોફી ખાવાની સલાહ આપવામાં આવે છે. અરવિંદ કેજરીવાલ ઇન્સ્યુલિનના 54 યુનિટ લે છે.
ઇડી ખોટું બોલી રહી છે કે તે આલૂ-પુરી ખાય છે, તેમણે નવરાત્રીના દિવસે જ આલૂ-પુરીનો પ્રસાદ ખાધો હતો.EDએ કોર્ટમાં કહ્યું કે કેજરીવાલ આલૂ પુરી ખાય છે. આટલું ખોટું બોલવા બદલ EDએ ભગવાનનો ડર રાખવો જોઈએ.
તેમણે કહ્યું કે ભાજપ પોતાની વિંગ ED દ્વારા કેજરીવાલના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહી છે. તેઓ કેજરીવાલને જેલમાં ઘરનું રાંધેલું ભોજન પીરસતા રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે.
આ પણ વાંચો: ‘ભાજપ હવે ચૂંટણી પંચનો ઉપયોગ કરી રહી છે…’ આતિશીએ ફરી ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા
તેમણે કહ્યું કે એકવાર ઘરનું ભોજન બંધ થઈ જશે તો ખબર નહીં પડે કે કેજરીવાલને જેલમાં શું અને ક્યારે ખવડાવવામાં આવેશે. તેમણે આરોપ લગાવ્યો કે છેલ્લા કેટલાક દિવસોથી કેજરીવાલનું શુગર લેવલ 300થી વધુ છે, પરંતુ તિહાર જેલના અધિકારીઓએ તેમને ઈન્સ્યુલિન આપવાનો ઈન્કાર કરી દીધો છે. કેજરીવાલને ઘરે બનાવેલા ભોજનનો પુરવઠો અટકાવીને તેમની હત્યા કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.