માન ન માન મેં તેરા સલમાન!
ડે્રસ-સર્કલ – નિધિ શુકલ
ફિલ્મજગતના બીજા અનેક સુપરસ્ટાર્સથી કઈ રીતે અલગ તરી આવે છે આ સેવન સ્ટાર દિલેર સલમાન ?
આજે બે એવી ચર્ચાસ્પદ વ્યકતિ છે, જે હજુ સુધી બેચલર છે-અપરણિત છે (એ કુંવારા છે કે નહીં એ આપણે જાણતા નથી !). એમાંથી એક છે રાહુલ ગાંધી ને બીજો છે સલમાન ખાન. એક રાજકારણમાં છે અને બીજો ફિલ્મજગતમાં. એ
બન્ને પોતપોતાની રીતે જગતભરમાં જાણીતા છે…
ના, અહીં આજે આપણે રાહુલ ને સલમાન વચ્ચે તુલના નથી કરવાના. આજે આપણે માત્ર વાત કરવી છે ફિલ્મ સુપરસ્ટાર સલમાનની અને એની સેવન સ્ટાર સંપત્તિની…
આમ તો આટલાં વર્ષો એક યા બીજી રીતે સતત સમાચારમાં ગાજતો રહેતો સલમાન આમ જોવા જાવ તો બે-એક વર્ષથી શાંત' છે. કોઈ ખાસ વાદ-વિવાદમાં પણ એ સપડાયો નથી. હા, એને આતંકવાદીઓ તરફથી અવારનવાર મોતની ધમકી મળતી રહે છે, પરંતુ એની આસપાસના સક્ષમ સુરક્ષા-ચક્રને લીધે એને આંચ આવી નથી. જો કે આ અઠવાડિયે એક વહેલી સવારે સલમાન, જ્યાં રહે છે એ બાન્દ્રાના
ગેલેક્ષી’ અપાર્ટમેન્ટના ઘરની બહાર પાંચ રાઉન્ડ ફાયરિગ થતાં સનસનાટી મચી ગઈ હતી.
અલબત્ત, ફાયરિગ કરનારા બે યુવા શૂટરોને મુંબઈ-ગુજરાત પોલીસે માત્ર 48 કલાકમાં જ ભુજથી ઝડપી લીધા…
આ ઘટનાને નિમિત્ત બનાવીને આપણે આજે અહીં એક્ટર – નિર્માતા – ટીવી -હોસ્ટ એવા સલમાનને જરા અલગ રીતે જાણી લઈએ..
આજે અમિતજી – શાહરુખ – આમિર – હ્રિતિક અને અલબત્ત, સલમાન સુપરસ્ટાર્સ છે. આ પ્રત્યેક પોતપોતાની રીતે સુપર સફળ છે ને એ બધા પોતાનો આગવો ચાહકવર્ગ પણ ધરાવે છે.
આમ છતાં આજે સલમાન બધા કરતાં ઘણી રીતે અલગ પડે છે. દાખલા તરીકે, છેક 1988થી ફિલ્મજગતમાં પ્રવેશેલા સલમાનની અનેક ગર્લ ફ્રેન્ડ્સ સાથે ગરમાગરમ અફેર્સ રહી હોવા છતાં 58 વર્ષી સલમાન એકલો છે- પરણ્યો નથી..!
સલમાન આજે એક પછી એક કુલ 80થી વધુ ફિલ્મોમાં અભિનય દ્વારા અને એમાંથી થયેલી આવકનું યોગ્ય રોકાણ દ્વારા 2024ના છેલ્લાંમાં છેલ્લાં અહેવાલ મુજબ સમગ્ર ખાન પરિવારના નામે આજે રૂપિયા 5259 કરોડની સંપત્તિ છે, જેમાં સલમાન આજે એકલો રૂપિયા 3000 કરોડની સંપત્તિ ધરાવે છે…
ક માત્ર મહિને 75 રૂપિયાના માસિક પગારથી કરિયર શરૂ કરનારા સલમાન આજની તારીખે વર્ષે રૂપિયા 200 કરોડની કમાણી છે… એ હિસાબે આજે સલમાન દર મહિને સરેરાશ 16 કરોડ રૂપિયા કમાય છે…
ક સલમાન એક ફિલ્મમાં અભિનય માટે 100 કરોડથી વધુ ફી ચાર્જ કરે છે.
ક જેમ અમિતાભ બચ્ચનજીને કોન બનેગા કરોડપતિ' એ જીવનદાન આપ્યું એથી પણ વિશેષ ધનદોલત અને ખ્યાતિ સલમાનને એના સુપરહિટ ટીવી શૉ
બિગ બોસ’ દ્વારા મળ્યું છે. અમિતજી ચારેક બંગલા ધરાવે છે. શાહરુખ પાસે પોતાનો વૈભવી બંગલો મન્નત' છે. આમિર ખાનનું પણ પોતાનું આલીશાન નિવાસસ્થાન છે, પણ સલમાન પરિવાર હજુ પણ બાંદ્રાના
ગેલેક્ષી’ અપાર્ટામેન્ટમાં બે વત્તા 1 એમ ત્રણ ફ્લેટમાં રહે છે. આની કિમત આજની તારીખે 100 કરોડની આંકવામાં આવે છે.
ક `ગેલેક્ષી’ એપાર્ટમેન્ટ ઉપરાંત એની જે મુંબઈની આસપાસ પ્રોપર્ટી છે એમાં પનવેલનું એનું ફેમશ ફાર્મહાઉસ છે. અહીં રજા ગાળવા એ એકલો કે પરિવાર સાથે કે પછી મિત્રો સાથે પાર્ટી કરવા અવારનવાર આવે છે. આ ફાર્મ હાઉસમાં એક આધુનિક જિમ -સ્વિમિંગ પૂલ છે. અહીં સલમાને પાળેલા પાંચ અશ્વ પણ છે. આ ફાર્મની અંદાજિત કિમત રૂપિયા 80 કરોડથી પણ વધારે છે…
ક આ ઉપરાંત ગોરાઈ સમુદ્ર કિનારે સલમાને પોતાના 51મા બર્થ-ડે પર એક બીચ હાઉસ ખરીદ્યું હતું. એ વખતે આલીશાન પાંચ બીએચકે હાઉસના સલમાને પૂરા 100 કરોડ ચૂકવ્યા હતા…
ક આમ તો ઘણીવાર સલમાન જસ્ટ મોજ ખાતર જાહેરમાં સાઈકલ ઉપર નીકળી પડે છે. જો કે એને લક્ઝરી કારનો પણ ગાંડો શોખ છે. સલમાન પાસે 82 લાખ રૂપિયાની મર્સિડીઝ બેન્ઝથી લઈને 13 કરોડ સુધીની 7 વૈભવી કાર-વાનનો કાફલો પણ છે.
ક આ રીતે જ સલમાન પાસે પોતાની એક અંગત યોટ- નૌકા છે. એની કિમત છે 3 કરોડ !.
ક સલમાન સામાજિક કાર્યો અને ગુપ્ત દાન વગેરેમાં બહુ માને છે. એ માટે પોતાની એક બ્રાન્ડ બનાવી છે બિઈંગ હ્યુમન’. આ બ્રાન્ડ હેઠળ એ ફેશનેબલ ડે્રસ -વસ્ત્રો- વોચ, ઈત્યાદિ એસેસરીઝનું એ વેંચાણ કરે છે, જેની આવક એ સામાજિક કાર્યોમાં વાપરે છે. આ બ્રાન્ડની કિમત જ આજે 235 કરોડ રૂપિયા ગણાય છે…
આ છે 7 સ્ટાર સુપરસ્ટારની જાણવા જેવી 9 વાત!