મહારાષ્ટ્રસ્પોર્ટસ

કેએલ રાહુલના બર્થ-ડે પર પત્ની રોમાન્ટિક બનીને કરી સોશિયલ મીડિયા પર વિશ

મુંબઈ: ક્રિકેટર કેએલ રાહુલે આજે તેનો 32મો જન્મદિવસ ઉજવ્યો હતો. કેએલ રાહુલના જન્મ દિવસની ઉજવણી કરવા તેની પત્ની અભિનેત્રી આથિયા શેટ્ટીએ સોશિયલ મીડિયા પર પતિ કેએલ રાહુલ સાથેની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં આથિયા અને કેએલ રાહુલનો રોમેન્ટિક અંદાજ જોવા મળ્યો હતો. કેએલ રાહુલના બર્થ-ડે નિમિત્તે આથિયાએ એક નોટ પણ લખી હતી તેમ જ કેએલ રાહુલના સસરા સુનિલ શેટ્ટી અને તેના સાળા અહાન શેટ્ટીએ પણ તેને બર્થ-ડે વિશ કર્યું હતું.

આથિયા શેટ્ટીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી હતી, જેમાં તેણે લખ્યું કે માય વ્હોલ હાર્ટ ફોર માય વ્હોલ લાઈફ…હેપ્પી બર્થડે, માય એવરીથિંગ. તેમ જ આથિયાએ શેર કરેલી તસવીરમાં રાહુલ અને આથિયા અને રાહુલ બીચ વેયરમાં પોઝ આપ્યો છે. તો બીજી તસવીર બ્લેક એન્ડ વ્હાઇટ છે, જેમાં આથીય રાહુલને ગળે મળી રહી છે.

આ પણ વાંચો: શું આથીયા શેટ્ટી અને કેએલ રાહુલ બનશે પેરેન્ટ્સ, સુનિલ શેટ્ટીએ આપી મોટી હિન્ટ

કેએલ રાહુલને તેની પત્ની સાથે સસરા અભિનેતા સુનિલ શેટ્ટીએ પણ જન્મદિવસની શુભેચ્છાઓ આપી હતી. સુનિલ શેટ્ટીએ શેર કરેલી તસવીરમાં જોવા મળી રહ્યું છે કે તે દીકરા અહાન શેટ્ટી અને જમાઈ કેએલ રાહુલ સાથે સોફા પર આરામ કરી રહ્યા છે.

સુનિલ શેટ્ટીએ આ તસવીર શેર કરીને લખ્યું હતું કે તેઓ કહે છે કે આપણા જીવનમાં શું છે તેનાથી કોઈ ફરક પડતો નથી, આપણા જીવનમાં કોણ છે એ મહત્વનું છે.

આ પણ વાંચો: વન-ડે વર્લ્ડકપમાં ભારત તરફથી સૌથી ઝડપી સદી ફટકારનાર બેટ્સમેન બન્યો કેએલ રાહુલ

આથિયા શેટ્ટીના ભાઈ અહાન શેટ્ટીએ પણ કેએલ રાહુલને બર્થ-ડે વિશ કર્યું હતું. અહાને તેની અને કેએલ રાહુલ સાથે ચાલવાની તસવીર શેર કરી છે અને લખ્યું છે કે ‘હેપ્પી બર્થ-ડે બ્રધર’. આથિયા અને રાહુલે 23 જાન્યુઆરી 2023માં લગ્ન કર્યા હતા. જોકે હાલમાં કેએલ રાહુલ આઇપીએલમાં વ્યસ્ત છે, જેથી તેણે બર્થ-ડે કઈ રીતે ઉજવ્યો એ બાબત સામે આવી નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button