મેટિની

પ્રતિભાશાળી અભિનેત્રી અરુણા ઈરાનીના અનોખા કિસ્સા

ફોકસ – કૈલાશ સિંહ

અરુણા ઈરાનીની અભિનય ક્ષમતા અને નૃત્ય કૌશલનો ડંકો આખી દુનિયા માને છે. તેમની સુંદરતાના બધા પ્રશંસક હતા અને તેમણે ફિલ્મોમાં લીડ હિરોઈન બનવું જોઈતું હતું. અરુણા ઈરાની માત્ર નવ વર્ષની વયે પોતાની ફિલ્મી સફર દિલીપ કુમારની ફિલ્મ વડે કરી હતી. ત્યારે અરુણા લીડ હિરોઈન બનવાના સપનાં જોતી હતી. તેનું આ સપનું 1972માં મેહમૂદે તેને `બોમ્બે ટુ ગોવા’માં અમિતાભ બચ્ચન સાથે હિરોઈન તરીકે કાસ્ટ કરીને પૂરું કર્યું હતું.

આજ રીતે તે જિતેન્દ્ર સાથે કારવાં'માં હીરોઈનના રૂપમાં આવી. આ ફિલ્મની લાઈફટાઈમ ટિકિટ (31 કરોડ) ફિલ્મશોલે’ના લાઈફટાઈમ ટિકિટ (25 કરોડ)થી અધિક હતી. જોકે ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં તેને નેગેટિવ રોલ જ
મળ્યા હતા. હકીકત એ છે કે એ કોમેડી કરવામાં નિપૂણ હતી. એ સારી હાસ્યકલાકાર હતી.

અરુણા ઈરાની જે સફળતાની હકદાર હતી એ તેને ન મળી એનું કારણ બે પરિણીત પુરુષ મેહમૂદ અને કુકુ કોહલી સાથે એનું જોડાયેલું નામ. તેણે એક મુલાકાતમાં કહ્યું હતું કે કોઈ મેરિડ વ્યક્તિ સાથે મેરેજ કરવાથી મુશ્કેલીઓ આવે છે. જેમ કે હાલમાં મારા લગ્ન એક મેરિડ પુરુષ સાથે થયા છે. ઈરાનીએ 1990માં કુકુ કોહલી સાથે લગ્ન કર્યા હતા.

ઈરાનીનો જન્મ ત્રણ મે 1946એ મુંબઈમાં થયો હતો. તેના પિતા ઈરાની અને માતા હિન્દુ હતા. તેમના પિતા ફરિદુન ઈરાની એક ડ્રામા કંપની ચલાવતા હતા અને તેમની માતા સગુના અભિનેત્રી હતી. અરુણા તેના આઠ ભાઈબહેનોમાં સૌથી મોટી હતી. એકટર બિંદુ તેની કઝિન હતી. તેના ભાઈ ઈંદ્ર કુમાર, અદી ઈરાની અને ફિરોઝ ઈરાની ફિલ્મઉદ્યોગ સાથે જોડાયેલા હતા.

અરુણાએ છઠ્ઠા ધોરણ પછી સ્કૂલનો અભ્યાસ છોડી દેવો પડ્યો હતો કારણ કે તમામ બાળકોને ભણાવવા માટે તેમના પરિવાર પાસે પૈસા નહોતા. ફિલ્મોમાં કામ કરતા તેમણે નૃત્યુ શીખ્યું હતું કારણ કે કોઇ માસ્ટરમાંથી પ્રોફેશનલ ટે્રનિંગ લેવા માટે તેમની પાસે પૈસા નહોતા. પોતાના પરિવારની આર્થિક મદદ કરવાના ઉદ્દેશ્યથી અરુણા ઇરાનીએ બાળકલાકાર તરીકે ફિલ્મોમાં પ્રવેશ કર્યો હતો.

સૌ પ્રથમ તેમણે દિલીપ કુમારની ફિલ્મ ગંગા જમુના’માં અજરાના બાળપણની ભૂમિકા નિભાવી હતી અને ત્યારબાદ તેમણે અનપઢ' (1962)માં માલાસિન્હાના બાળપણની ભૂમિકા નિભાવી હતી. પછી તેમણે અનેક ફિલ્મોમાં નાની નાની ભૂમિકાઓ નિભાવી હતી. 70ના દાયકામાં તેમણે લીડ એક્ટે્રસ તરીકે અનેક ફિલ્મોમાં કામ કર્યું. તે ફિલ્મો સફળ રહી પરંતુ અરુણા લીડ હિરોઇન બનવાની સફર જાળવી શકી નહી અને વેમ્પ અને ચરિત્ર ભૂમિકાઓ કરતા રહ્યા હતા. 1980 અને 1990ના દાયકામાં તે માતાની ભૂમિકાઓમાં આવવા લાગી હતી. હિંદી, ક્નનડ, મરાઠી અને ગુજરાતીમાં પાંચસોથી વધુ ફિલ્મોમાં કામ કરનારી અરુણાની પ્રતિભાનો એ વાત પરથી અંદાજ લગાવવામાં આવે છે કે ફિલ્મ ફેર એવોર્ડમાં સર્વશ્રેષ્ઠ સહાયક અભિનેત્રીની કેટેગરીમાં તેમને રેકોર્ડ 10 નોમિનેશન મળી ચૂક્યા છે. જેમાંથી તેમને બે જીત હાંસલ કરી હતી. તેમને આ એવૉર્ડપેટ, પ્યાર અને પાપ’ (1985) અને `બેટા’ (1992) માટે મળ્યા હતા.

જાન્યુઆરી 2012માં અરુણાને 57મા ફિલ્મફેર એવૉર્ડમાં તેમને લાઇફટાઇમ અચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરાયા હતા. 1995 થી 2019 વચ્ચે અરુણાએ બે ડઝનેકથી વધુ ટીવી સિરિયલ્સમાં કામ કર્યું અને અનેકમાં જજ પણ રહ્યા હતા.

અરુણાનું નામ મેહમૂદ સાથે જોડાયેલુ હતું જે અગાઉથી પરિણીત હતા. પોતાના એક ઇન્ટરવ્યૂમાં તેમણે મેહમૂદને ઇશ્વર તરફથી મોકલવામાં આવેલ `ફરિશ્તા’ ગણાવ્યા હતા. અને કહ્યું કે તેમના પ્રારંભિક કરિયરમાં મેહમૂદે કામ આપ્યું હતું. અરુણાએ કહ્યું કે મેહમૂદ પરિણીત છે તેવું જાણવા છતાં તેઓ તેના મિત્રથી પણ વધુ હતા. મેહમૂદ પરિણીત હતા એટલા માટે તે સંબંધ આગળ વધારી શક્યા નહીં. પરંતુ વિરોધાભાસ જોઇએ તો અરુણા આખરે પરિણીત વ્યક્તિના પત્ની બન્યા હતા. ફિલ્મમેકર કુકૂ કોહલી સાથે અરુણાએ પોતાના લગ્ન અનેક વર્ષો સુધી સાર્વજનિક કર્યાં નહોતા કારણ કે તેમના પ્રથમ પત્ની સાથે ડિવોર્સ થયા નહોતા. તે કહેતા હતા કે મારું અફેર કુકૂ કોહલી સાથે મારા સંબંધો કોઇને દુખ પહોંચાડવા માટે નહોતા અથવા કોઇનું છીનવી લેવા માટે નહોતા. કોહલીની પ્રથમ પત્ની રીટાના નિધન બાદ અરુણા ધીરે ધીરે પોતાના સંબંધો સાર્વજનિક કરવા લાગ્યા હતા.

કોહલી સાથે અરુણાનો પ્રેમ લડાઇથી શરૂ થયો હતો. (આ ચક્કરમાં કઇ રીતે લડાઇ થઇ તેનો ખ્યાલ આવ્યો નહોતો.) અરુણાને એ સમયે જાણ નહોતી કે કોહલી પરિણીત છે અને તે દીકરીઓનો પિતા પણ છે.
જ્યારે જાણ થઇ ત્યારે તેમણે નક્કી કર્યું કે તે ક્યારેય મા બનશે નહીં જેથી કોહલીનું ઘર તૂટે નહીં. ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ… ફિલ્મી છે Sunil Chhetriની Love Story, જાણશો તો ખુશ થઈ જશો… આ Celebs છે Raha Kapoorના કાકા, ફોઈ-ફુઆ… નવમું નામ જાણીને ચોંકી ઉઠશો.. જ્યારે Harry Potter Mumbai Localમાં પ્રવાસ કરે ત્યારે…