મેટિની

`શોલે’ની આ અનોખી સિદ્ધિ વિશે જાણો છો?

`શોલે’ એટલે લોકપ્રિયતા અને બોક્સઓફિસ ઉપરાંત એક ટે્રન્ડસેટર ફિલ્મ પણ ખરી.

શો-શરાબા – દિવ્યકાંત પંડ્યા

હિન્દી સિનેમામાં ક્રાંતિ લાવનારી રમેશ સિપ્પી દિગ્દર્શિત ફિલ્મ `શોલે’ની પ્રચંડ સફળતાથી તો દર્શકો પરિચિત છે જ.

આ સિવાય શોલે’ના નામે એક મજાનો રેકોર્ડ પણ છે, તમને ખબર છે? મનોરંજનના અનેક પ્રકારોમાં કોઈ ભારતીય ફિલ્મનું ખેડાણ થયું હોય તેવી શોલે’ એક માત્ર ફિલ્મ છે.
ન સમજાયું? ઓકે સમજાવું…
શોલે' એવી ફિલ્મ છે કે જેનું નામ કોન્ટેન્ટના સૌથી વધુ પ્રકારો જેમ કે રિ-મેક, સ્પિન-ઓફ, એનિમેશન વગેરે સાથે જોડાયેલું છે. શું તમને ખબર છે કેશોલે’ પરથી એક સ્પૂફ ફિલ્મ પણ બની છે? સ્પૂફ એટલે કોમેડી નકલ.

1991માં દિગ્દર્શક અજિત દેવાનીએ રામગઢ કે શોલે’ નામની સ્પૂફ ફિલ્મ બનાવી હતી. ફિલ્મમાં વાર્તાવિશ્વ 1975ની શોલે’નું જ હતું. ગબ્બર સિંઘ 17 વર્ષ સુધી જેલમાં રહીને છૂટે છે અને પાછો પોતાનો ખોફ જમાવવાનો પ્રયાસ કરે છે ને ફિલ્મ આગળ વધે છે, પણ ફિલ્મ શોલે' નહીં, રામગઢ કે શોલે' હતી એટલેશોલે’ની માત્ર વાર્તા આગળ વધારવાથી એ શોલે' યુનિવર્સનો ભાગ નથી બની જતી, કેમ કે આ ફિલ્મની ટ્રિટમેન્ટ સિરિયસ નથી. અગાઉ કહ્યું તેમ ફિલ્મને જાણીજોઈને જશોલે’ની કોમેડી નકલ તરીકે બનાવવામાં આવી છે.

રામગઢ કે `શોલે’ના પાત્રોમાં પણ તફાવત જોવા મળે છે. એ મૂળ ફિલ્મની નકલ છે એટલે ફિલ્મમાં કલાકારો પણ છે અસલી અભિનેતાઓના ડુપ્લિકેટ્સ..! વિજય સક્સેના એટલે કે અમિતાભ બચ્ચનના ડુપ્લિકેટે ફિલ્મમાં વિજય નામનું પાત્ર ભજવ્યું છે. દેવ આનંદના ખ્યાતનામ ડુપ્લિકેટ કિશોર ભાનુશાલીએ પાત્ર ભજવ્યું છે દેવ આનંદનું તો નવીન રાઠોડે અનિલકપૂર અને આનંદ કુમારે ગોવિંદાનું. તમે કહેશો કે અનિલ કપૂર, ગોવિંદા કે દેવ આનંદ તો ક્યાં મૂળ ફિલ્મમાં હતા જ?

એ જ તો! આ સ્પૂફ ફિલ્મમાં કોમેડી માટે ડુપ્લિકેટ તરીકે એમને સમાવવામાં આવ્યા છે. ફિલ્મમાં ફક્ત ગબ્બર સિંઘનું પાત્ર ભજવનાર જાણીતા અભિનેતા અમજદ ખાન એક જ મૂળ ફિલ્મમાંથી આમાં પણ જોવા મળે છે. એક રીતે તો રામગઢ કે શોલે' સિક્વલ પણ કહેવાય, પણ સત્તાવાર રીતે નહીં. આ ઉપરાંતશોલે’નું જે વધુ એક પ્રકારમાં ખેડાણ થયું છે એ એટલે ગ્રાફિક નોવેલ. શોલે મીડિયા એન્ડ એન્ટરટેઇન્મેન્ટ કંપની હેઠળ જી. પી. સિપ્પીના પૌત્ર સાશા સિપ્પી અને શરદ દેવરાજને 2014માં તેનું નિર્માણ કર્યું હતું.
ગ્રાફિક નોવેલ એટલે કોમિક બૂક્સ. આ ગ્રાફિક નોવેલ `શોલે’ની જ વાર્તા સાથે સત્તાવાર રીતે બનાવામાં આવી છે. તેમાં મૂળ વાર્તાની જ આગળ- પાછળના અંશો જોવા મળે છે. તેમાં ગબ્બર સિંઘની બેક સ્ટોરી સુધ્ધાં બતાવાવામાં આવી છે.

ગ્રાફિક નોવેલ્સ ઉપરાંત શોલે' પરથી એનિમેશન ફિલ્મ પણ બની છે. 2014માં જપોગો’ ટીવી ચેનલ પર શોલે એડવેન્ચર્સ' નામની ફિલ્મ રિલીઝ થઈ હતી. એ ફિલ્મ પણ શોલે મીડિયા એન્ડ એન્ટરટેઇન્મેન્ટ દ્વારા શરદ દેવરાજનના દિગ્દર્શન હેઠળ બની છે, પણ બાળકો માટે એનિમેશન ફોર્મેટમાં બનાવવામાં આવેલીશોલે એડવેન્ચર્સ’ના જય અને વી યુવાન નહીં, પણ બાળકો છે. જય અને વી ઠાકુર અંકલની ખાનગી પોલીસ એજન્સીમાં કામ કરે છે. અને વિલન ગબ્બરની ફ્રાઈટ ફોર્સમાં સામેલ માયાવી રાક્ષસો અને ગુનેગારો સામે લડે છે.

શરદ દેવરાજને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે સફળ વાર્તાઓને એકથી વધુ મીડિયમમાં બનાવવાનો ટે્રન્ડ દુનિયામાં ઘણાં ઠેકાણે છે, ભારતમાં નથી એટલે જ અમે શોલે'ની આઇકોનિક વાર્તાને પહેલા ગ્રાફિક નોવેલ અને પછી ખાસ 6 થી 12 વર્ષના બાળકોનેશોલે’ની દુનિયાનો પરિચય કરાવવા માટે એનિમેશન ફિલ્મ બનાવી. શોલે'ની એક રિ-મેક પણ બની છે. જેના વિશે લગભગ સૌને ખબર છે પણ એ ખબર હોવા પર ગર્વ કરી શકાય નહીં એવી રામ ગોપાલ વર્મા કીઆગ’ને સૌથી નબળી બનેલી ફિલ્મ્સની અનેક યાદીમાં માનભેર' સ્થાન મળ્યું છે. સ્પૂફ નહીં, પણ રિ-મેક બનાવવા ધારેલી આ ફિલ્મ આખરે એક સ્પૂફ જ બનીને રહી ગઈ છે. ફિલ્મમાં અજય દેવગણ, સુસ્મિતા સેન, મોહનલાલ, પ્રિયંકા કોઠારી, અને પ્રશાંત રાજ સચદેવે કામ કર્યું છે. જોગાનુજોગ રામગઢ કે શોલે'ની જેમ અહીં પણ ફક્ત અમિતાભ બચ્ચન મૂળ ફિલ્મની કાસ્ટમાંથી સામેલ છે. અને એ પણ ગબ્બર (બબ્બન)ના પાત્રમાં.શોલે’ પરથી એક સ્પિન-ઓફ ફિલ્મ પણ બની છે (જેની વાત આપણે આ જ કટારમાં અગાઉ કરી ચૂક્યા છીએ). સ્પિન- ઓફ એટલે ફિલ્મના કોઈ એક પ્રચલિત પાત્ર પરથી અલગ ફિલ્મ બનાવવામાં આવે એ. જાણીતા કલાકાર સ્વ. જગદીપે `શોલે’ના પોતાના કિરદાર સૂરમા ભોપાલીને લઈને એ જ નામની ફિલ્મ 1988માં બનાવી છે. એ ફિલ્મ એમણે જ લખી અને ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્ર જય અને વીના પાત્રમાં કેમિયો કરતા જોવા મળે છે.

સમય જતા જેમ-જેમ નવા મીડિયમમાં શોલે'ની હાજરી પૂરાતી ગઈ એમ નવી ટેક્નોલોજીનો પણ તેને સહારો મળ્યો. 1995માં ડીડી નેશનલ પર પ્રથમ વખત શોલે'ને રિલીઝ કરવામાં આવી ત્યારે એ ટીવી ઇતિહાસમાં સૌથી વધુ રેટિગ મેળવનાર ભારતીય ફિલ્મ બની હતી. એ પછી 2004માં ડિજિટલી રિ-માસ્ટર કરીને શોલે'ને ફરીથી રિલીઝ પણ કરવમાં આવી હતી.શોલે’ જેવી ક્લાસિક ફિલ્મ 3ડીમાં જોવા મળે તો એ સવાલનો જવાબ પણ શક્ય બની ચૂક્યો છે. 2014માં શોલે'ને 25 કરોડના ખર્ચે 3ડીમાં પાંતરિત કરવામાં આવી હતી.શોલે 3ડી’નો સારો એવો પ્રચાર પણ કરવામાં આવ્યો હતો, પણ ફિલ્મ બોક્સઓફિસ પર માત્ર 12 કરોડની જ કમાણી કરી શકી હતી.

આમ મનોરંજનના આટલા પ્રકારો સાથે સંકળાવાની સિદ્ધિ કે રેકોર્ડ ઉપરાંત પણ શોલે’નો ભારતીય ફિલ્મ જગત પર ખાસ્સો પ્રભાવ જોવા મળે છે. શોલે’ની રિલીઝ પછી સુભાષ ઘાઈની કર્મા’ (1986), રમેશ સિપ્પીની જ શાન' (1980), રાજકુમાર સંતોષીનીચાઈના ગેટ’ (1998) જેવી અનેક ફિલ્મ્સ એ જ થીમ પર બની હતી. એ ઉપરાંત શોલે'ના સંવાદો અને પાત્રો એટલા તો ખ્યાતિ પામ્યા કે આજ દિન સુધી નવી ફિલ્મ્સ અને પોપ કલ્ચરમાં તેને સ્થાન મળતું રહ્યું છે.ગબ્બર ઇઝ બેક’ (2013), કાલીયા' (1981),બસંતી ટાંગેવાલી’ (1992), જય- વી’ (2009), ગબ્બર સિંઘ' (2012), વગેરે ફિલ્મ્સ એના જ તો ઉદાહરણો છે. બીજી અનેક ફિલ્મ્સ કે શોઝમાં પણ તેના રેફરન્સીસ આપણને અવારનવાર જોવા મળતા રહે છે. ગબ્બરનું પાત્ર ભજવીને અમર થઈ ગયેલા સ્વ. અમજદ ખાને ગબ્બર તરીકે અનેક એડ ફિલ્મ્સમાં પણ કામ કર્યું છે. આ ઉપરાંતશોલે રામગઢ એક્સપ્રેસ’ (2004) નામની મોબાઈલ ગેમ અને શોલે: બુલેટ્સ ઓફ જસ્ટિસ' નામની એક વીડિયો ગેમ પણ બહાર પાડવામાં આવી હતી. બીજા શબ્દોમાં કહીએ તોશોલે’ માત્ર લોકપ્રિયતા કે બોક્સઓફિસ જ નહીં, આવી સિદ્ધિ થકી પણ ટે્રન્ડસેટર ફિલ્મ સાબિત થઈ છે!

લાસ્ટ શોટ
શોલે'માં હેમા માલિનીની સ્ટન્ટ ડબલ તરીકે કામ કરનાર ભારતની પહેલી સ્ટન્ટ વુમન રેશ્મા પઠાણના જીવન આધારિત ધશોલે ગર્લ’ ફિલ્મ 2019માં રિલીઝ થઈ હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button