મનોરંજન

Malaika Aroraએ પોસ્ટ કર્યો એવો વીડિયો કે ફેન્સના શ્વાસ થંભી ગયા…

Malaika Arora ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું એક એવું નામ છે કે જે સતત કોઈને કોઈ કારણસર ચર્ચામાં આવતું જ રહે છે. હજી હાલમાં દીકરા અરહાન ખાનના પોડકાસ્ટ શો પર પોતાના બેધડક અને બિન્ધાસ્ત જવાબોથી લાઈમલાઈટ ચોરી લેનારી Malaika Aroraએ ફરી એક વખત સોશિયલ મીડિયા પર પોતાનો વર્ક આઉટનો વીડિયો શેર કરીને ફેન્સના દિલની ધડકનો વધારી દીધી હતી. આવો જોઈએ એવું તે શું ખાસ છે આ વીડિયોમાં…

ફિટનેસ ફ્રિક Malaika Aroraએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વર્ક આઉટ વીડિયો શેર કર્યો છે અને આ વીડિયોમાં Malaika એક્સરસાઈઝ કરતી જોવા મળી રહી છે. Malaika Aroraનો આ વર્ક આઉટ વીડિયો જોઈને તમે પણ એના દિવાના બની જશો.

Malaika Arora આ ઉંમરે પણ એકદમ યંગ અને ફિટ દેખાય છે કારણ કે તે પોતાની ફિટનેસનું ખૂબ જ ધ્યાન રાખે છે અને કોઈ પણ સંજોગોમાં પોતાનું વર્કઆઉટ સ્કીપ નથી કરતી. પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરેલાં વીડિયોમાં Malaika Arora સ્ટ્રેચિંગ કરતી જોવા મળી રહી છે.

જો વાત Malaika Aroraના વર્ક આઉટ લૂકની તો તે પ્રિન્ટેડ જિમ ફિટમાં હંમેશની જેમ એકદમ હોટ અને સેક્સી લાગી રહી છે. વીડિયોમાં Malaika Aroraની પતલી કમરિયા અને કર્વી ફિગરને જોઈને ફેન્સ તેના વખાણ કરતાં નથી થાકી રહ્યા. Malaika Aroraએ વર્ક આઉટ સમયે નો મેકઅપ લૂક કેરી કર્યો છે અને લો બનમાં તે એકદમ સુંદર દેખાઈ રહી છે. અહીંયા તમારી જાણ માટે કે Malaika Arora અનેક બોલીવૂડ ફિલ્મ અને આઈટમ સોન્ગમાં જોવા મળી છે અને આ સિવાય તે અનેક રિયાલિટી શોમાં જજ તરીકે પણ જોવા મળી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button