નેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

પીએમ મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ શનિવારથી કર્ણાટકના પ્રવાસે

બેંગલુરુઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેંગલુરુ અને ચિક્કાબલ્લાપુરામાં જાહેર સભાને સંબોધવા માટે ૨૦ એપ્રિલના શનિવારે કર્ણાટકમાં હશે, એમ ભાજપ ચૂંટણી વ્યવસ્થાપન સમિતિના રાજ્ય સંયોજક અને રાજ્યના મહાસચિવ વી સુનીલ કુમારે બુધવારે જણાવ્યું હતું.

રાજ્ય મહાસચિવ સુનીલ કુમારના જણાવ્યા અનુસાર બેંગલુરુમાં જાહેર સભા પેલેસ ગ્રાઉન્ડમાં થશે અને તેની હાલમાં તૈયારીઓ ચાલી રહી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ૨૩ અને ૨૪ એપ્રિલે કર્ણાટકમાં હશે, જ્યાં તેઓ શ્રેણીબદ્ધ ચૂંટણી પ્રચારમાં ભાગ લેશે. શાહ ૨૩ એપ્રિલે બેંગલુરુના વિવિધ ભાગોમાં રોડ શો યોજશે.


આ પણ વાંચો:
કર્ણાટકઃ મારા દીકરાને સખત સજા આપોઃ હત્યારાના પિતાની પણ માગણી

બીજા દિવસે તેઓ ચિક્કામગાલુરુ, તુમાકુરુ અને હુબલીમાં જાહેર સભાઓને સંબોધશે. ૨૩ એપ્રિલે યશવંતપુરમાં રોડ શો થશે, ત્યારબાદ યેલાહંકામાં જાહેર સભા થશે સાંજે બોમ્મનહલ્લી વિધાનસભા ક્ષેત્રમાં રોડ શો થશે. બાદમાં મહાદેવપુરા વિધાનસભા મતવિસ્તારમાં રોડ શો થશે, એમ ભાજપ નેતાએ જણાવ્યું હતું.

પત્રકારોને જણાવતા કુમારે કહ્યું કે ૨૪ એપ્રિલે કેન્દ્રીય ગૃહ પ્રધાન સવારે ચિક્કામગાલુરુમાં જાહેર સભામાં અને બપોરે તુમાકુરુમાં પછાત વર્ગના સંમેલનમાં હાજરી આપશે. સાંજે તેઓ હુબલી ખાતે રોડ શોમાં ભાગ લેશે.


આ પણ વાંચો:
અજય દેવગણ સ્ટારર ફિલ્મ ‘મેદાન’ પર કર્ણાટક હાઈકોર્ટનો સ્ટે

તે જ રીતે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ ૨૪ એપ્રિલે કર્ણાટકમાં પ્રચાર સભાઓમાં ભાગ લેશે. યુપીના મુખ્ય પ્રધાન સવારે રાજરાજેશ્વરી નગર વિધાનસભા ક્ષેત્રમાં રોડ શો, બપોરે મદિકેરીમાં જાહેર સભા અને સાંજે માલપે, ઉડુપીમાં જાહેર સભા કરશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા ૨૧ એપ્રિલે રાજ્યનો પ્રવાસ કરશે અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ ૨૪ એપ્રિલે કર્ણાટકમાં હશે, એમ કુમારે જણાવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button