પોલકા સ્મોલ કે બિગ?
ફેશન વર્લ્ડ -ખુશ્બુ મુલાણી ઠક્કર
પોલકા એટલે કે સર્કલ એટલે કે ડોટ્સ.પોલકા ડોટ્સ એ એક ફેબ્રિકમાં વપરાતી પ્રિન્ટ છે. પોલકા પ્રિન્ટ ખૂબ જ વાઇબ્રન્ટ અને સ્માર્ટ લુક આપે છે. પોલકાની સાઈઝમાં ઘણા વેરિએશન જોવા મળે છે, જેમકે,સ્મોલ,બિગ અને મિડિયમ…. પોલકા ડોટ્સમાં ટોપ્સ,સારી,લોન્ગ ડ્રેસ,કુર્તીસ એમ ઘણા પ્રકારના આઉટફિટ આવે છે. તમારા બોડી ટાઈપ પ્રમાણે તમે પોલકાની સાઈઝ પસંદ કરી શકો.
પોલ્કા જયારે વાઈટ કલરમાં હોય એટલે કે ફેબ્રિકનો બેઝ જો બ્રાઇટ કલરમાં હોય અને તેની પર વાઈટ ક્લરના પોલ્કા હોય તો તે એક સટલ લુક આપે છે,પરંતુ જયારે કોન્ટ્રાસ્ટ કલરમાં પોલકા હોય એટલે કે,યેલ્લો કલરનો ડ્રેસ હોય અને તેમાં પિન્ક પોલકા હોય તો તે એક વાઇબ્રન્ટ લુક આપે.
સાડી
પોલકા પ્રિન્ટની સાડી કેઝ્યુઅલ અને ફોર્મલ એમ બન્ને લુક આપી શકે. કેઝ્યુઅલ સાડી ફ્લોઈ ફેબ્રિકમાં હોય છે. કેઝ્યુઅલ લુક માટે સાડીનો બેઝ વાઈટ હોય અને તેની પર સિંગલ કલરના પોલકા હોય, જેમેક વાઈટ સાથે બ્લેક,વાઈટ સાથે રેડ-પિન્ક-ઓરેંજ-પર્પલ અથવા તો વાઈટ સાથે મલ્ટી કલર પોલકા. ફલોઈ ફેબ્રિકની પોલકા પ્રિન્ટની સાડી સાથે બ્લાઉઝનું વેરીશન ખુબ જ સારું લાગે, જેમકે વાઈટ બેઝ પર પિન્ક પોલકા હોય તો તેની સાથે પિન્ક કલરનું સ્લીવલેસ બ્લાઉઝ અથવા ફ્રિલવાળી સ્લીવ અથવા શોર્ટ બેલ સ્લીવવાળા બ્લાઉઝની પેટર્ન આપી કૈક અલગ લુક ક્રિએટ કરી શકાય.
જો તમારું શરીર ભરેલું હોય તો તમે ફૂલ સ્લીવ્સ કે એલ્બો સ્લીવ્સનું બ્લાઉઝ પેહરી શકો. પોલકા ડોટ્સમાં ફોર્મલ સાડી પણ આવે છે. આ સાડીનું ફેબ્રિક કોટા, કોટન સિલ્ક, ક્રેપ વગેરે હોય છે. ફોર્મલ સાડી લુકમાં પણ સોબર અને વાઇબ્રન્ટ એમ બે લુક હોય છે, જેમકે ગોલ્ડન, ઓફ વાઈટ અને વાઈટ કલરની સાડીમાં ગોલ્ડનના શેડના પોલકા હોય છે.ઓફ વાઈટ કલરની સાડી અને તેની પર ગોલ્ડન પોલકા એક અનોખો લુક આપે છે. આવી સાડી સાથે કોન્ટ્રાસ્ટ કલરનું જામેવારનું બ્લાઉઝ સારું લાગી શકે. બ્રાઇટ કલરની સાડીમાં ગોલ્ડન પોલકા ડોટ્સ એક પ્રોમીનન્ટ, બ્રાઇટ અને વાઇબ્રન્ટ લુક આપે છે. બ્રાઇટ કલર એટલે કે રોયલ બ્લ્યુ, બોટલ ગ્રીન, રાની પીક, બ્લેક વગેરે કલરની સાડી સાથે ગોલ્ડન કલરનું બ્લાઉઝ સારું લાગશે. ગોલ્ડન બ્લાઉઝમાં કઈ પેટર્નની જરૂર હોતી નથી કારણકે સાડીનો લુક જ એટલો સોલિડ હોય છે કે બ્લાઉઝમાં જેટલી સિમ્પ્લિસિટી હશે તેટલો જ વધારે નિખાર આવશે.
ટોપ્સ એન્ડ ડ્રેસ
પોલકા ડોટસ હોઝિયરી, કોટન, ફ્લોઈ ફેબ્રિકમાં આવે છે. ટોપ્સમાં પણ અલગ અલગ ફેબ્રિકમાં આવે છે. મોટા ભાગે બધા જ ફેબ્રિકમાં પોલકા ડોટ્સ સ્માર્ટ લુક આપે છે. પોલકા ડોટ્સ મોટે ભાગે ડેનિમની શોર્ટ્સ, ડેનિમ જીન્સ કે ડેનિમ કેપ્રી કે પછી ડેનિમ દ્ન્ગ્રી સાથે ટિમ અપ કરી શકાય. શર્ત માત્ર એટલી કે પોલકાની સાઈઝ સિલેકટ કરવામાં ધ્યાન રાખવું. જો તમારું શરીર સુડોળ હોય તો કોઈ પણ સાઈઝના પોલકા તમે પહેરી શકો, પણ જો તમારી હાઈટ બોડી વધારે હોય તો પોલકા ડોટ્સની સાઈઝ નાની પસંદ કરવી, જેના લીધે થોડો ડેલિકેટ લુક આવે. જેટલા વધારે મોટા પોલકા હશે તેટલો જ વધારે ચોક્કસ લુક આવશે. જો તમારે મોટા પોલક્સ ડોટ્સનો ડ્રેસ પહેરવો હોય તો તેની સાથે કોઈ કોન્ટ્રાસ્ટ કલરનું લોન્ગ શ્રગ કે ડેનિમનું જેકેટ પેહરી એક બેલેન્સ લુક આપી શકો. બોલ્ડ પોલકા ડ્રેસ પહેરવા માટે એક ચોક્કસ પર્સનાલિટીની જરૂરુ હોય છે. પોલકા ડ્રેસને અલગ અલગ કલરની એક્સેસરીઝથી હાઈ લાઈટ કરી શકાય. ફ્લોરોસન્ટ કલર બેસ્ટ ઓપશન રહેશે જેમકે બ્લેક એન્ડ વાઈટ પોલકા ડ્રેસ સાથે પેરેટ ગ્રીન કલરનો બેલ્ટ અથવા ઓરેન્જ સિલીંગ બેગ કે પછી ફ્લોરોસન્ટ મેટ કલરના આઈ વેર. પોલકા ડોટ્સને બીજી કોઈ પ્રિન્ટ સાથે પણ મિક્સ એન્ડ મેચ કરી શકાય, જેમકે સ્ટ્રાઈપ, પેઝલી, ફ્લોરલ અથવા એનિમલ પ્રિન્ટ. પોલકા સાથે ડેનિમનું જેકેટ તો સારું લાગે જ છે સાથે બીજા કોઈ કોન્ટ્રાસ્ટ કલરના જેકેટ પણ સારા લાગે છે. જેકેટની લેન્થ અને સ્ટાઇલિંગ તમારા ડ્રેસને અનુરૂપ હોવા જોઈએ.