મનોરંજન

શાહિદ કપૂરના ટ્રાવેલ પ્લાન સાથે પર્સનલ ડિટેલ્સ લીક થતા ધમાલ

મુંબઈ: ચાહકો તેમની મનપસંદ સેલેબ્રિટીઝની દરેક બાબત જાણવા ઇચ્છતા હોય છે, પણ આ બાબત સેલિબ્રિટિઝ માટે મુશ્કેલી ઊભી કરી છે. અભિનેતા શાહિદ કપૂરનો ટ્રાવેલ પ્લાન લીક થતાં તે મોટી મુસીબતમાં ફસાઈ શકે છે. શાહિદ કપૂરના ટ્રાવેલ પ્લાનને લઈને એક પોસ્ટ કરવામાં આવી છે, જેમાં શાહિદ આગામી દિવસોમાં ક્યાં ક્યાં જવાનો છે એ બાબતની માહિતી આપવામાં આવી છે.

સોશિયલ મીડિયા પર વાઇરલ એક પોસ્ટ વાઇરલ થઈ રહી છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે આ ટ્રાવેલ પ્લાન શાહિદ કપૂરનો છે. શાહિદ કપૂર એક મહિના માટે ફોરેન ટૂર પણ જવાનો છે, તેમ જ શાહિદની અનેક પર્સનલ વિગતો પણ આ પોસ્ટમાં દર્શાવવામાં આવી છે, પણ આ પોસ્ટ શહીદે નહીં પણ એક સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવી છે.

Read Also : રૂબિના દિલૈકની દીકરીને થયો એક્સિડન્ટ, પોડકાસ્ટ પર એક્ટ્રેસે આપી માહિતી…


આ પોસ્ટ પર લખવામાં આવ્યું છે કે ‘અર્જન્ટ, શાહિદનો સ્ટાર્ટિંગ ટ્રાવેલ પ્લાન. આખરે શાહિદનો ટ્રાવેલ પ્લાન શોધી કાઢ્યો છે. આ પ્લાનમાં નાના-મોટા ફેરફાર થઈ શકે છે પરંતુ અત્યારે આપણે તેને જ સાચો માની શકીએ છીએ’. આ પોસ્ટ મુજબ શાહિદ કયા તારીખે, તેની ફ્લાઇટ કંપની, તે કઈ હોટેલમાં સ્ટે લેવાનો છે એ બાબતની દરેક માહિતી વિગતવાર આપવામાં આવી છે.

પોસ્ટ મુજબ શાહિદ 23 એપ્રિલથી તેનો સફર શરૂ કરશે અને 16 મેએ તે મુંબઈ પરત ફરશે. આ ત્રણ અઠવાડિયામાં શાહિદ આઠ ફ્લાઇટ્સ મારફત ટ્રાવેલ કરશે, જેમાં તે મુંબઈથી દિલ્હી, દિલ્હીથી ટોકિયો, ટોકિયોથી સિડની, સિડનીથી ન્યૂ યોર્ક, ન્યૂ યોર્કથી પેરિસ, પેરિસથી ઈસ્તંબુલ, ઈસ્તંબુલથી અબુધાબી અને છેલ્લે અબુધાબીથી મુંબઈ પરત ફરશે.

આ પોસ્ટમાં શાહિદની અનેક એવી પર્સનલ માહિતી પણ આપવામાં આવી છે જે તેના માટે જોખમી સાબિત થઈ શકે છે. આ વિગતોમાં શાહિદનો પાસપોર્ટ નંબર, તેની ઇશ્યૂ અને એક્સપાઇરી ડેટ વગેરેની માહિતી પણ લીક કરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button