નેશનલ

જ્યારે ખૂંખાર વાઘને રીંછે ભગાવ્યો… સોશિયલ મીડિયા પર વીડિયો થયો વાઈરલ…

નાગપુરઃ મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં આવેલા તાડોબા અંધારી ટાઈગર રિઝર્વનો એક વીડિયો સોશિયલ મીડિયા પર હાલમાં તૂફાન વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો સફારી પર ગયેલાં ટૂરિસ્ટે શૂટ કર્યો હતો અને વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક વાઘ રીંછની સામે જઈને ઊભો રહી જાય છે. વાઘને પોતાની સામે ઉભેલો જોઈને રીંછ જે રીતે રિએક્ટ કરે છે એ સ્ટોરીનો મેઈન ટ્વીસ્ટ છે. આવો જોઈએ એવું તે શું કર્યું રીંછે કે વાઘ ત્યાંથી પોબારા ગણી જાય છે…

વાઘ જેવા જંગલી શિકારી પ્રાણીને પોતાની સામે ઉભેલો જોઈને ભલભલાના હાજા ગગડી જાય છે પણ આપણે અહીં જે વીડિયોની વાત કરી રહ્યા છીએ એમાં વાઘ ખુદ રીંછથી ગભરાઈને ભાગવા લાગે છે.

વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે વાઘ રીંછનો શિકાર કરવાની ફિરાકમાં હોય છે અને એ જ હેતુથી તે વાઘની નજીક પણ પહોંચે છે. એક ક્ષણ તો એવું પણ લાગે છે કે બ, રીઁછની છેલ્લી ઘડીઓ ગણાઈ રહી છે પણ બીજી જ ક્ષણે એવું કંઈક થાય છે કે જે ટૂરિસ્ટને પણ વિચાર કરવા પર મજબૂર કરી દે છે.

રીંછે વાઘને પોતાનું એવું સ્વરૂપ દેખાડ્યું કે વાઘ ખૂદ ત્યાંથી ભાગી જાય છે. વાઘને પોતાની નજીક જોઈને રીંછ માણસની જેમ બે પગ પર ઊભો રહી જાય છે અને તેણે વાઘને પડકાર્યો હતો. આ જોઈને વાઘ ગભરાઈ જાય છે અને ત્યાંથી ભાગવા લાગે છે. રીંછ પણ વાઘની પાછળ પાછળ દોડે છે અને જાણે વાઘને ગભરાવવામાં કોઈ કસર બાકી ન રાખવા માંગતો હોય એમ રીંછ લાંબે સુધી તેની પાછળ પાછળ ભાગી જાય છે.

આખી ઘટનાને ટુરિસ્ટ ગાઈડ બાપુ ગાંવતૂરેએ પોતાના મોબાઈલ ફોનમાં કેદ કરી લીધો હતો અને હવે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર તૂફાન વાઈરલ થઈ રહ્યો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…