લોકસભા ચૂંટણીઃ બારામતીમાં અજિત પવારે મતદારોને કરી નવી અપીલ…
મુંબઈઃ લોકસભાની ચૂંટણીના દિવસો જેમ જેમ નજીક આવી રહ્યા છે તેમ નેતાઓ પણ વધુ સભાન-સાવધ બની રહ્યા છે. મહારાષ્ટ્રમાં પણ રાજકીય વાતાવરણ ચૂંટણીમય બની રહ્યું છે ત્યારે આજે મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે પ્રચાર કરવાનું ચાલુ કર્યું ત્યારે એક સભામાં બહેન માટે નહીં પણ પત્ની માટે મતદાન કરવાની અપીલ કરી હતી.
બારામતીમાં એક સભામાં નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે પોતાની બહેન સુપ્રિયા સુળે પર પરોક્ષ રીતે ટીકા કરતા કહ્યું હતું કે 10 વર્ષમાં કેન્દ્ર વતીથી કોઈ મોટી યોજના બારામતીમાં કરવામાં આવી નથી, કારણ કે તમે ફક્ત પીએમની ટીકા કરી રહ્યા છો.
આ પણ વાંચો: બારામતીની સીટ માટે ‘પવાર’ પરિવારમાં જંગઃ ભાજપનું કાવતરું જવાબદાર હોવાનો સુપ્રિયાનો દાવો
સભામાં તેમણે કહ્યું હતું કે જો કોઈ તમારું નામ લે તો તેને સારી ટ્રીટમેન્ટ આપો, પરંતુ તમારા વિરોધી પક્ષનું નામ લે તો એમને એવું ઈન્જેક્શન આપો કે બસ. પછી તેમણે પોતાની જાતને સંભાળતી વખતે સોરી પણ કહ્યું હતું. તમારી જાણ ખાતર જણાવીએ કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ અને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર આજે બારામતીના પ્રવાસે છે, જ્યાં તેમણે પોતાની પત્નીનો પ્રચાર કર્યો હતો.
બારામતીમાં ડોક્ટર અને વકીલોની સભાને સંબોધતા અજિત પવારે કહ્યું હતું કે બારામતીમાં 10 વર્ષમાં એક યોજના થઈ નથી, કારણ કે અહીંનાં સાંસદ વડા પ્રધાન મોદીની સતત ટિપ્પણી કરતા રહે તો યોજના કઈ રીતે આવશે.
આ પણ વાંચો: લોકસભા ચૂંટણી 2024: બારામતીમાં ત્રિકોણનો ચોથો ખૂણો!!
હું સરકારમાં જોડાયો છું તો ફક્ત કામ કરવા માટે પણ બાકી હું સત્તાની લાલચ નથી. હું છ વખત નાયબ મુખ્ય પ્રધાન રહી ચૂક્યો છું અને મને નથી લાગતું કે મારો કોઈ રેકોર્ડ પણ તોડ્યો હશે પણ બીજી એક વાત પણ સાચી છે કે આટલી વખત નાયબ મુખ્ય પ્રધાન બનવા માટે પણ ચૂંટણી જીતવાનું પણ જરુરી છે.
છેલ્લા 10 વર્ષથી હું બારામતીમાં સીટિંગ સાંસદ માટે (સુપ્રિયા સુળે) માટે મત માગતો હતો, પરંતુ હવે મારી પત્ની માટે મત માગું છું. મેં એ પણ જોયું છે કે દસ વર્ષમાં કેન્દ્રની કોઈ મોટી યોજના આવી નથી, કારણ કે અહીં બેઠા બેઠા તમે વડા પ્રધાનની ટીકા કરતા રહેશો તો પછી કઈ કેન્દ્રની યોજના તમારા મતવિસ્તારમાં આવશે નહીં.