આપણું ગુજરાત

કાજલ હિન્દુસ્તાનીની મુશ્કેલી વધી, ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ, જાણો શું છે સમગ્ર મામલો

અમદાવાદ: કાજલ હિંદુસ્તાની તેમના આક્રમક અને ઉશ્કેરણીજનક ભાષણો માટે જાણીતા છે, તેમણે ભૂતકાળમાં પાટીદાર યુવતીઓ અંગે કરેલો હવે તેમને બફાટ ભારે પડી રહ્યો છે. પાટીદાર સમાજની દીકરીઓ સામે ટિપ્પણી કરનાર કાજલ હિન્દુસ્તાની સામે હાઈકોર્ટમાં પીટિશન દાખલ કરવામાં આવી છે. છેલ્લા એક મહિનાથી આ ટિપ્પણીઓ મુદ્દે પાટીદાર સમાજે કાજલ હિન્દુસ્તાનીને માફી માંગવા જણાવ્યું છે પણ કાજલ તેના નિવેદન પર સ્થિર રહેતા હવે તેમની મુશ્કેલીમાં વધારો થયો છે.

કાજલ હિંદુસ્તાનીએ 3 જૂન 2023ના રોજ સુરતમાં યોજાયેલ કાર્યક્રમમાં મોરબીની દીકરીઓ અને ઉદ્યોગપતિઓ માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. આ મામલે કાજલ હિન્દુસ્તાનીએ હજી સુધી માફી માંગી નથી. પાટીદાર સમાજે પણ રાજ્યભરમાં કાજલ સામે ધરણા પ્રદર્શનો અને પૂતળા દહન કર્યા છે. પાટીદાર સમાજના લોકોએ તેની સામે પોલીસ ફરિયાદો પણ કરી હતી જો કે રાજ્યના કોઈ પણ પોલીસ સ્ટેશનમાં તેની સામે ફરિયાદ ન નોંધાતા અંતે પાટીદાર અગ્રણી મનોજ પનારાએ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા.

કાજલ હિંદુસ્તાનીના ભાષણના મામલે મોરબીના રહેવાસી મનોજ પનારાએ વકીલ મારફતે કાજલ હિન્દુસ્તાની સામે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી છે. એક મહિના પહેલા મોરબી પોલીસને અરજી આપ્યા બાદ પોલીસે ગુનો ન નોંધાતા મનોજ પનારાએ હાઈકોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે. હવે હાઈકોર્ટમાં આ પિટિશન પર 19 એપ્રિલે સુનાવણી થશે. કાજલ હિંદુસ્તાની વર્ષ 2023ની ત્રીજી જૂને સુરતમાં ભાષણ કરી રહ્યાં હતા. એ 50 મિનિટના ભાષણમાં એમણે વિવિધ સમાજમાં લવજેહાદ વિશે વાત કરી, પણ કાચુ ત્યારે કપાયુ જ્યારે મોરબી અને પાટીદાર સમાજની વાત કરી હતી. તેમના ભાષણનો એક વીડિયો વાયરલ થયો અને વિવાદ પણ થયો હતો.

કાજલ હિન્દુસ્તાનીએ લવજેહાદ અને મુસ્લિમ યુવકોની સાથે પાટીદાર યુવતીઓની ફ્રેન્ડશીપના મુદ્દે ભાષણ આપ્યું હતું કે, તેમણે કહ્યું કે “મુદ્દો મુસ્લિમ યુવકો સાથે પાટીદાર દીકરીઓની ફ્રેન્ડશીપનો છે. એ યુવકોને 40 લાખની ગાડી અપાવવાનો છે અને એ દીકરીઓની મમ્મીઓ રીલ બનાવવામાં વ્યસ્ત છે અને પપ્પા બિઝનેસમાં વ્યસ્ત છે.”

આ જ મુદ્દે પાટીદાર સમાજના નેતાઓ ગુસ્સે ભરાયા છે. કાજલ હિંદુસ્તાની મોરબીની પટેલ દીકરી વિશે બોલ્યા હતા. તેમણે 7 પાટીદાર દીકરીનો નામનો કોઈ જ ઉલ્લેખ કર્યા વિના ખોટા આરોપો લગાવ્યા હતો કે પટેલ સમાજની 7 દીકરીના મુસ્લિમ બોયફ્રેન્ડ છે. વધુમાં તે તેમ પણ બોલ્યા હતા કે આ દીકરીઓએ ઘરેથી ચોરી કરી મુસ્લિમ યુવકોને કાર ગિફ્ટ કરી છે. આ દીકરીઓએ માતા-પિતાની વ્યસ્તતાનો લાભ ઉઠાવ્યો તેમજ કેટલાક કેસમાં FIR થઇ હોવાનું ખુલ્યું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?